
Gold Rate: વેડિંગ સિઝનમાં સોનુ ખરીદવાનો ગોલ્ડન ચાંસ, કિંમત થઈ ધડામ, ખરીદી પહેલા જાણી લો આજનો રેટ
નવી દિલ્લીઃ સોનાની કિંમતમાં ઉછાળાના દોર શરૂ થઈ ગયો છે. સોનાની કિંમત ફરીથી રેકૉર્ડ સ્તરે પાસે પહોંચવા લાગી છે. સોનાની કિંમતમાં બહુ ઝડપથી તેજી પાછી આવી છે. સોનુ 50 હજાર રૂપિયા પાસે પહોંચી ગયુ છે. સોનાની કિંમતમાં તેજીનો દોર શરૂ થઈ ગયો છે. એવામાં જો તમે સોનુ ખરીદવાનો પ્લાન બનાવી રહ્યા હોય તો રાહ ન જોશો. બજારના જાણકારોની માનીએ તો સોનાની કિંમતમાં આવનારા દિવસોમાં ફરીથી તેજી પાછી આવશે. વેડિંગ સિઝનની શરુઆત સાથે જ સોનાની કિંમતમાં તેજી પાછી આવી છે. સોનુ ફરીથી મોંઘુ થવા લાગ્યુ છે. સોનાના ભાવ વધવા લાગ્યા છે. સોનુ એક વાર ફરીથી ધીમે-ધીમે રૂપિયા પાસે પહોંચી ગયુ છે. બુધવારે સોનાની કિંમત 49064 રૂપિયા પ્રતિ 10 ગ્રામ સુધી પહોંચી ગયુ છે.

MCX પર સોનાનો ભાવ
સોનાની કિંમત પર નજર નાખીએ તો સોનાની કિંમતમાં 0.05 ટકાની તેજી આવી અને સોનુ તેજીથી 49064 રૂપિયા પ્રતિ 10 ગ્રામ સુધી પહોંચી ગયુ છે. સોનાની કિંમત 26 રૂપિયાની તેજી સાથે 49 હજારના આંકડાને પાર કરીને 50 હજાર પાસે પહોંચી ગઈ છે. મલ્ટી કમોડિટી એક્સચેન્જ(MCX) પર આજે ફરીથી ડિસેમ્બર ડિલીવરીવાળા સોનાની કિંમત 49064 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પહોંચી ગઈ. વળી, ફેબ્રુઆરી 2022 ડિલીવરીવાળા સોનાની કિંમત 49270 રૂપિયા પ્રતિ ગ્રામ પહોંચી ગઈ.

24 કેરેટથી 18 કેરેટવાળા સોનાનો ભાવ
ઈન્ડિયા બુલિયન એન્ડ જ્વેલર્સ એસોસિએશનની વેબસાઈટ પર જાહેર કરાયેલ સોના-ચાંદીના રેટ મુજબ 17 નવેમ્બરે 24 કેરેટ શુદ્ધતાવાળા સોનાની કિંમત 49061 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર પહોંચી ગઈ છે. વળી, 23 કેરેટવાળા સોનાની કિંમત 48865 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર પહોંચી ગઈ જ્યારે 22 કેરેટવાળા સોનાની કિંમત 44940 રુપિયા પ્રતિ 10 ગ્રામ પર ટ્રેન્ડ કરી રહી છે. વળી, 18 કેરેટવાળા સોનાની કિંમત 36796 રૂપિયા પ્રતિ 10 પર પહોંચી ગઈ છે.

ફોન કૉલથી જાણો સોનાનો રેટ
જો તમે પોતાના શહેરનો સોનાનો ભાવ જાણવા માંગતા હોય તો સરળતાથી એક મિસ્ડ કૉલ દ્વારા જાણી શકો છો. તમારે માત્ર આ નંબર 8955664433 પર મિસ્ડ કૉલ કરવાનો છે ત્યારબાદ તમારા ફોન પર મેસેજ આવી જશે અને તમારા શહેરમાં સોનાનો લેટેસ્ટ રેટ મેસેજ દ્વારા તમને મળી જશે.

રેકૉર્ડ સ્તરથી સસ્તુ સોનુ
સોનાની કિંમતમાં ભલે તેજી પાછી આવી રહી હોય પરંતુ હજુ પણ તમારી પાસે મોકો છે સસ્તુ સોનુ ખરીદવાનો. સોનાની કિંમતમાં સતત તેજીની સ્થિતિ બનેલી છે. સોનુ ભલે 50 હજાર નજીક પહોંચી ગયુ હોય પરંતુ હજુ પણ સોનુ પોતાના ઑલ ટાઈમ હાઈ રેટથી લગભગ 7000 રૂપિયા સસ્તુ વેચાઈ રહ્યુ છે. સોનાની કિંમત 7 ઓગસ્ટ, 2020ના રોજ પોતાના ઑલ ટાઈમ હાઈ રેટ પર પહોંચી ગઈ હતી. સોનાની કિંમતે 56264 રૂપિયા પ્રતિ ગ્રામ પર પહોંચીને નવો રેકૉર્ડ બનાવ્યો.

સોનામાં રોકાણ કરવાની તક
બજારના જાણકારોની માનીએ તો સોનામાં રોકાણનો આ સારો મોકો છે કારણકે સોનુ ફરીથી ગતિ પકડી ચૂક્યુ છે. સોનાની કિંમતમાં હવે તેજી આવવાની છે. બજારના જાણકારોની માનીએ તો આવતા વર્ષે સોનામાં 600000 રુપિયા સુધી પહોંચી શકે છે. વળી, કેડિયા કમોડિટીઝના ડાયરેક્ટર અજય કેડિયાના જણાવ્યા મુજબ આવતા બે વર્ષ સુધી સોનાની કિંમતમાં તેજી જળવાયેલી રહેશે. જો સોનાની કિંમતના છેલ્લા 20 વર્ષના રેકૉર્ડ પર નજર કરીએ તો સોનામાં તેજી આવ્યા બાદ તે 2થી 4 વર્ષ સુધી રહે છે. આ રીતે વર્ષ 2000થી 2004માં જોવા મળ્યુ હતુ. આના આધારે અંદેશો લગાવવામાં આવી રહ્યો છે કે આ વર્ષે પણ 2022-23 સુધી સોનાની કિંમતમાં ચમક રહેશે.