For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

Gold Rate Today: લગ્નની સીઝનમાં ફરી સોનું થયું સસ્તું, જાણો લેટેસ્ટ ભાવ

Gold Rate Today: લગ્નની સીઝનમાં ફરી સોનું થયું સસ્તું, જાણો લેટેસ્ટ ભાવ

|
Google Oneindia Gujarati News

Gold Rate on 28th November 2020: લગ્નની સીઝન આવી ગઈ છે, ત્યારે સોનાની ચમક ફરી ઘટી રહી છે. આ એક જ મહિનામાં સોનું પોતાના ઉચ્ચતમ સ્તરથી 4000 રૂપિયા સસ્તું થયું છે. નવેમ્બર મહિનામાં જ સોનામાં 2600 રૂપિયાનો ભાવ ઘટાડો જોવા મળ્યો. જણાવી દઈએ કે કોરોના વેક્સીનને લઈ આવી રહેલ સકારાત્મક સમાચારોને કારણે સોનાની કિંમત પર પણ દબાણ વધી રહ્યું છે.

જો આજના સોનાના ભાવ પર નજર ફેરવીએ તો આજે અમદાવાદ, રાજકોટ, વડોદરા અને સુરતમાં 22 કેરેટ વાળા સોનાના ભાવ 48,290 રૂપિયા પ્રતિ 10 ગ્રામ છે જ્યારે 24 કેરેટ વાળા સોનાની કિંમત 50,290 રૂપિયા છે. સોનાની સૌથી વધુ કિંમત કોલકાતામાં છે, જ્યાં 22 કેરેટવાળું સોનું 49810 રૂપિયા અને 24 કેરેટવાળું સોનું 52010 રૂપિયા પ્રતિ 10 ગ્રામે મળી રહ્યું છે. જ્યારે મૈસુર, બેંગ્લોર, હૈદરાબાદ, ભુવનેશ્વર, મેંગલોર, વિજયવાડા અને વિશાખાપટ્ટનમમાં સૌથી સસ્તું સોનું મળી રહ્યું છે, અહીં 22 કેરેટ વાળા સોનાની કિંમત આજે 45000 રૂપિયા પ્રતિ ગ્રામ છે અને 24 કેરેટવાળા સોનાની કિંમત 50290 રૂપિયા છે.

ઓગસ્ટના ઑલટાઈમ હાઈથી 8200 સસ્તું થયું સોનું

ઓગસ્ટના ઑલટાઈમ હાઈથી 8200 સસ્તું થયું સોનું

ઓગસ્ટ મહિનામાં સોનું 56379 એટલે કે અત્યાર સુધીના સૌથી ઉચા લેવલે પહોંચી ગયું હતું. આ અઠવાડિયે 4 ડિસેમ્બરે ડિલિવરી વાળું સોનું 48106 રૂપિયા પ્રતિ 10 ગ્રામના સ્તરે બંધ થયું. કારોબારના અંતિમ દિવસમાં 411 રૂપિયાની ગિરાવટ નોંધાઈ હતી. ગુરુવારે સોનું 48517ના સ્તરે બંધ થયું હતું. ઓગસ્ટના ઉચ્ચતમ સ્તરના મુકાબલે સોનામાં 8299 રૂપિયાથી વધુની ગિરાવટ નોંધાઈ છે.

નવેમ્બરના ઉચ્ચતમ લેવલથી 4000 રૂપિયા સસ્તું થયું સોનું

નવેમ્બરના ઉચ્ચતમ લેવલથી 4000 રૂપિયા સસ્તું થયું સોનું

30 ઓક્ટોબરે ડિસેમ્બર ડિલિવરી વાળું સોનું 50699 રૂપિયા પ્રતિ 10 ગ્રામના ભાવ પર બંધ થયું હતું. 6 નવેમ્બરે આ 52167 રૂપિયા પ્રતિ 10 ગ્રામના ઉચ્ચ સ્તરે પહોંચ્યું હતું. જે બાદ તેમાં સતત ગિરાવટ નોંધાઈ રહી છે. 27 નવેમ્બરે સોનું 48106 રૂપિયા પ્રતિ 10 ગ્રામના સ્તરે બંધ થયું. આ મહિનાના ઉચ્ચતમ સ્તરથી તેમાં 4000 રૂપિયાની ગિરાવટ અને ઓક્ટોબરના છેલ્લા દિવસના મુકાબલા પાછલા ચાર અઠવાડિયામાં તેમાં 2600 રૂપિયાની ગિરાવટ આવી છે.

ડિલિવરી વાળા સોનાના હાલ

ડિલિવરી વાળા સોનાના હાલ

MCX પર ડિસેમ્બર વાળા સોનામાં 411 રૂપિયાની ગિરાવટ આવી. ફેબ્રુઆરી ડિલિવરી વાળું સોનું પણ 404 રૂપિયાની ગિરાવટ સાથે 48114 રૂપિયા પ્રતિ 10 ગ્રામના ભાવે બંધ થયું. એપ્રિલ ડિલિવરી વાળું સોનું 485 રૂપિયાની ગિરાવટ સાથે 48158 રૂપિયાના ભાવે બંધ થયું.

Petrol and Diesel Rate Today: આજે પેટ્રોલ અને ડીઝલના ભાવમાં ધરખમ વધારોPetrol and Diesel Rate Today: આજે પેટ્રોલ અને ડીઝલના ભાવમાં ધરખમ વધારો

English summary
Gold Rate on 28th November 2020, gold price slipped 8200 rupee of its all time high
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X