Gold Rate: 47 હજારને પાર કર્યા બાદ ધડામ થયું સોનું, કિંમતમાં કડાકો
નવી દિલ્હીઃ લૉકડાઉન પાંચમા તબક્કામા આવ્યાના પહેલા બે દિવસમાં સોનાની કિંમતમાં ભારે ઉછાળો જોવા મળ્યો હત અને ફરી એખવાર સોનું 47000ની સપાટી પર પહોંચી ગયું છે. સોનાની કિંમત પર વૈશ્વિક બજારની ડિંમાડની સાથોસાથ ચીન અને અમેરિકા વચ્ચે ટ્રેડ વૉરની પણ અસર જોવા મળી. બુધવારે 3 જૂન 2020ના રોજ સોનાની કિંમતમાં ચાલી રહેલી ભારે તેજી અટકી ગઈ. જૂનમાં વેડિંગ સીઝનની શરૂઆત પહેલા જ સોનાની કિંમતમાં ગિરાવટ શરૂ થઈ ગઈ છે. બુધવારે સોની બજારમાં સોનાની કિંમતમાં મોટી ગિરાવટ નોંધાણી. સોનાની સાથોસાથ ચાંદીની કિંમતમાં 1320 રૂપિયાની ગિરાવટ નોંધાણી છે.

વેડિંગ સીઝન પહેલાં સોનું સસ્તું થયું
3 જૂનના રોજ સોનાની કિંમતમાં ભારે ગિરાવટ નોંધાણી. સોનાની કિંમતમા ંબુધવારે 386 રૂપિયાની ગિરાવટ આવી. જ્યારે પાછલા બે દિવસમાં સોનું 1લી જૂનની કિંમતથી 617 રૂપિયા નીચે જતું રહ્યું. બુધવારે 24 કેરેટ સોનાની કિંમત ગિરાવટ સાથે 46689 રૂપિાય પ્રતિ 10 ગ્રામ પર પહોંચી ગયું. જ્યારે 2 જૂનના રોજ સોનું 47075 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર રહ્યું હતું. જ્યારે 1 જૂનના રોજ સોનું 47306 રૂપિયા પ્રતિ 10 ગ્રામે વહેંચાયું હતું.

3 જૂનના રોજ સોનાની કિંમત
ઈન્ડિયા બુલિયન એન્ડ જ્વેલર્સ એસોસિએશનની વેબસાઈટ મુજબ સોનાની કિંમત પર નજર નાખીએ તો 3 જૂન 2020ના રોજ 99.9 ટકા શુદ્ધતાવાળા સોનાની કિંમત 386 રૂપિાયના કડાકા સાથે 46689 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર પહોંચી ગઈ. જ્યારે 99.5 ટકા શુદ્ધતાવાળા સોનાની કિંમત 385 રૂપિયા ગિરાવટની સાથે 46502 પર પહોંચી ગઈ. જ્યારે 91.6 ટકા શુદ્ધતાવાળા સનાની કિંમત 46887 રૂપિાય પ્રતિ 10 ગ્રામ છે.

સોનાનું વાયદા બજાર
વૈશ્વિક કમજોરીના કારણે સોનાની કિંમતમાં ગિરાવટ જોવા મળી. જો સોનાની વાયદા કિંમત પર નજર કરીએ તો બુધવારે સોનામાં કમજોરીનું વલણ રહ્યું. MCX પર જૂનની ડિલીવરી વાળા સોનાની કિંમતમાં 0.42 ટકાની ગિરાવટ રહી જે બાદ સોનું 46600 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર પહોંચી ગયું. જ્યારે એમસીએક્સમાં ઓગસ્ટમાં ડિલીવરીવાળા સોનાની કિંમત 0.13 ટકા ગિરાવટ સાથે 46498 રૂપિયા પ્રતિ 10 ગ્રામ રહ્યું. વૈશ્વિક બજારમાં સોનામાં 0.31 ટકાની ગિરાવટ જોવા મળી.