Gold Rate on Dhanteras 2020: ધનતેરસ પર સોનાનો રેટ શું રહેશે, જાણો
Gold Rate on Dhanteras 2020: ધનતેરસ, દિવાળીના અવસર પર લોકો સોનું ખરીદવું શુભ માને છે. સોનાને લક્ષ્મી અને પ્રભુતાનું રૂપ માનવામાં આવ્યું છે. દિવાળીના દિવસે સોના-ચાંદીની પૂજા થાય છે. જ્યારે વર્ષોથી લોકો ધનતેરસના દિવસે જ સોનું-ચાંદી ખરીદે છે. લોકોનું માનવું છે કે ધનતેરસના દિવસે સોનું ખરીદવાથી તેમના ઘરમાં ખુશીઓ બની રહેશે. એવામાં જો તમે પણ સોનું ખરીદવા જઈ રહ્યા છો તો સોનાનો ભાવ જાણી લો, અને જાણો બજારમાં કયા ભાવે ચાંદી વેચાઈ રહી છે.

ધનતેરસ પર સોનું સસ્તું થશે
દિવાળી અને ધનતેરસમાં સોનું ખરીદવાને શુભ માનવામાં આવે છે. આ વર્ષે ધનતેરસ પર સોનું સસ્તું થઈ ગયું છે. કોરોના અને લૉકડાઉનને કારણે લોકોની ખરીદવાની ક્ષમતા પ્રભાવિત થઈ છે, જેને કારણે સોનાની માંગમાં જબરો ઉછાળો જોવા નથી મળી રહ્યો. જ્યારે કોરોના વેક્સીનના કારણે બજારમાં સકારાત્મકતા આવી છે, જેને કારણે રોકાણકારોનું આકર્ષણ સોનાથી હટી અન્ય રોકાણો તરફ વધ્યું છે. આ બધા કારણોને લીદે જ આ વર્ષે સોનાની કિંમતમાં વધુ તેજી જોવા નથી મળી રહી. ગુડ રિટર્ન્સ વેબસાાઈટ મુજબ 12 નવેમ્બરે સોનાની કિંમતમાં ગિરાવટ નોંધાઈ છે. આજે સોનું 70 રૂપિયા ગગડી 50650 રૂપિયા પર પહોંચી ગયું છે.

સર્રાફા બજારમાં સોનાના હાલ
સોનાની વાત કરીએ તો દિલ્હી સર્રાફા બજારની વાત કરીએ તો બુધવારે સોનું 50,114 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર રહ્યું જ્યારે ચાંદી ભાવ 62023 રૂપિયા પ્રતિ કિલોગ્રામ પર બંધ થયો છે. MCX પર ડિસેમ્બર ડિલીવરી વાળા સોના પાછળ સત્રમાં 50501 રૂપિયા પ્રતિ 10 ગ્રામના ભાવ પર બંધ થયો જ્યારે બુધવારે 57 રૂપિયા ગગડી 50444 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર પહોંચી ગયો. જ્યારે ફેબ્રુઆરી ડિલીવરી વાળું સોનું 98 રૂપિયા ગગડી 50479 રૂપિયા પર પહોંચી ગયું.

આ શહેરમાં કેટલી છે સોનાની કિંમત
ગુડ રિટર્ન મુજબ આજે 24 કેરેટ સોનાની કિંમતમાં 70 રૂપિયાની ગિરાવટ આવી છે અને સોનું 50650 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર પહોંચી ગયું. જ્યારે 22 કેરેટ વાળી સોનાની કિંમત 59650 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર પહોંચી ગઈ છે. દેશના મોટા શહેરોમાં આજે સોના ચાંદીની કિંમત પર નજર નાખીએ તો અમદાવાદમાં 22 કેરેટવાળા સોનાની કિંમત 4972 રૂપિયા પ્રતિ ગ્રામ છે. ચેન્નઈમાં 24 કેરેટવાળા સોનાની કિંમત 51970 રૂપિયા પ્રતિ 10 ગ્રામ છે, જ્યારે દિલ્હીમાં 24 કેરેટવાળા સોનાની કિંમત 53650 રૂપિયા છે.

કયા વર્ષે સોનાની ખરીદી કરવી
ધનતેરસ પર સોના-ચાંદી ખરીદવા જઈ રહ્યા છે તો ખાસ ધ્યાન રાખો. ધનતેરસના દિવસે રાતે ત્રયોદશી તિથિ લગાવ્યા બાદ સોનું ખરીદવું શુભ માનવામાં આવે છે. એવામાં આજે સાંજે ધનતેરસની ખરીદી કરવી તમારા માટે શુભ હશે. જ્યોતિષ જાણકારો મુજબ આ વર્ષે ધનતેરસની પૂજાનું શુભ મુહૂર્ત સાંજે 5 વાગીને 32 મિનિટે શરૂ થઈ 5 વાગીને 59 મિનિટ સુધી રહેશે. એટલે કે 27 મિનિટનું મુહૂર્ત સૌથી શુભ માનવામાં આવે છે. જ્યારે ધનતેરસ પર ખરીદી પહેલાં મુહૂર્ત સવારે 7 વાગ્યાથી 10 વાગ્યાનું અને બપોરે 1 વાગ્યાથી 2.30 વાગ્યાનું શુભ રહેશે.
Diwali 2020 : 13 નવેમ્બરથી શરૂ થશે 5 દિવસનો દીપોત્સવ, બની રહ્યા છે શુભ સંયોગ