Gold Rate Today: અમાસના દિવસે સોનાનો ભાવ ઘટ્યો, જાણો લેટેસ્ટ કિંમત
Gold Rate Today (23 August 2025): શ્રાવણની અમાસના દિવસે આજે શરૂઆતની સાથે જ બુલિયન બજારમાં સોના-ચાંદીના ભાવમાં થોડી વધઘટ જોવા મળી છે. આજે 23 ઓગસ્ટે બજાર ખુલતા જ સોનાના ભાવમાં ઘટાડો થયો છે. જ્યારે ચાંદીના ભાવમાં પણ વધઘટ જોવા મળી હતી. આવી સ્થિતિમાં, ચાલો જાણીએ કે આજે તમારા શહેરમાં સોનાનો ભાવ શું છે?

સોનાનો શું છે ભાવ ?
Gold Price Today: દિલ્હીમાં 10 ગ્રામ સોનાના ભાવમાં આજે ફરી મોટો ઘટાડો નોંધાયો છે. આજે 24 કેરેટ સોનાનો ભાવ 1,00,670 રૂપિયા પર છે. જ્યારે 22 કેરેટનો ભાવ 92,290 રૂપિયા પર છે. ત્યારે ગઈકાલની સરખામણીમાં આજે સોનાના ભાવમાં 240 રુપિયાનો ઘટાડો થયો છે.
હાલમાં, મુંબઈ, ચેન્નાઈ અને કોલકાતામાં 22 કેરેટ સોનાનો ભાવ પ્રતિ 10 ગ્રામ 92,140 રૂપિયા છે, જ્યારે 24 કેરેટ સોનાનો ભાવ પ્રતિ 10 ગ્રામ 1,00,520 રૂપિયા છે. આ સાથે સુરત, અમદાવાદ, રાજકોટ, અને વડોદરામાં 22 કેરેટ સોનાનો ભાવ 92,190 રૂપિયા છે. 24 કેરેટ સોનાનો ભાવ પ્રતિ 10 ગ્રામ 1,00,570 રૂપિયા છે.
ચાંદીનો શું છે ભાવ ?
Silver Price In India Today (23 August 2025): આજે અન્ય કિમતી ધાતુ ચાંદીની વાત કરીએ તો આજે ચાંદીના ભાવમાં મોટો વધારો નોંધાયો છે. આજે 1 કિલો ચાંદીનો ભાવ 1,18,100 રૂપિયા પ્રતિ કિલો પર ટ્રેડ થઈ રહ્યો છે. ગઈકાલની સરખામણીમાં આજે ચાંદીના ભાવમાં રુપિયા 2000નો વધારો નોંધાયો છે.
ભારતમાં સોનાનો ભાવ ઘણી બાબતો પર આધાર રાખે છે, જેમ કે આંતરરાષ્ટ્રીય બજારમાં સોનાનો ભાવ, રૂપિયા અને ડોલરના ભાવમાં તફાવત અને સરકાર દ્વારા લાદવામાં આવતો કર. પરંતુ ભારતમાં, સોનું ફક્ત પૈસાનો વિષય નથી, તે આપણી સંસ્કૃતિ અને પરંપરાનો પણ એક ભાગ છે.












Click it and Unblock the Notifications
