Gold Rate: જલદી જ સોનું 50 હજારને પાર તો ચાંદી 53 હજારને પાર પહોંચશે
નવી દિલ્હીઃ લૉકડાઉન દરમિયાન સોના ચાંદીની કિંમતમાં ઉતાર ચઢાવ ચાલુ છે. સોનાની કિંમતમાં જ્યાં મે મહિનામાં બંપર તેજી આવી હતી ત્યાં જ જૂનમાં સોના-ચાંદીના હાલ મિશ્રિત છે. શનિવારે સોનાની વાયદા કિંમતમાં વધારો જવા મળ્યો. હવે ભારતમાં 24 કેરેટ સનાના ભાવ 47340 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર પહોંચી ગયું છે. જ્યારે શુક્રવારે સોનું 46700 રૂપિયા પ્રતિ 10 ગ્રામ વહેંચાયું. સોનાની કિંમતની સાથે જ ચાંદીની કિંમતમાં તેજી જોવા મળી છે. ઈકોનોમિક્સ ટાઈમ્સના રપોર્ટ મુજબ ચાદીની કિંમત જલદી જ 53000 રૂપિયા પ્રતિ કિલો સુધી પહોંચી શકે છે.

સોનાની કિંમત 50 હજાર રૂપિયા પ્રતિ 10 ગ્રામ
સોનાની કિંમતમાં તેજી જોવા મળી રહી છે. બજાર એક્સપર્ટ્સ મુજબ આ તેજી આવનારા દિવસોમાં પણ ચાલુ રહેવાની ઉમ્મીદ છે. કેડિયા કોમોડિટીના ડાયરેક્ટર અજય કેડિયા મુજબ સોનાની ચમક હજી પણ બાકી છે. આ તેજી 50 હજાર રૂપિયાને પાર પહોંચવાની ઉમ્મીદ છે. એક્સપર્ટ્સ મુજબ દીવાળી સુધી સોનું 50 હજાર રૂપિયા પાસે પહોંચી શકે છે.

ચાંદીની કિંમત 53000ને પાર જઈ શકે
સોનાની સાથોસાથ ચાંદીની કિંમતમાં પણ તેજી જોવા મળી રહી છે. 5 જૂન 2020ના રોજ ચાંદીની કિંમતમાં 47800 રૂપિયા પ્રતિ કિલો, 3 જૂનના રોજ ચાદી 48295 રૂપિયા પ્રતિ કિલો અને 2 જૂને ચાદીની કિંમત 49540 રૂપિયા પ્રતિ કિલોગ્રામ પર પહોંચી ગયું. 8 મે 2020ના રોજ ચાંદીની કિંમત 42600 રૂપિયા પ્રતિ કિલો પર પહોંચી ગઈ છે. 8મી મેના રોજ ચાદીની કિંમત 42600 હતી. જે આગામી દિવોસમાં 53 હજારને પાર પહોંચી શકે તેવી ઉમ્મીદ છે.

આ કારણે સોના-ચાંદીની કિંમતમાં તેજી
કેડિયા એડવાઈઝરીના ડાયરેક્ટર અજય કેડિયાનું કહેવું છે કે સનામાં તેજી ચાલુ રહેશે. તેમણે કહ્યું કે વર્ષ 2020માં સોનાની કિંમતમાં તેજી રહેશે. બજારના જાણખારો સોના ચાદીની કિંમતમાં તેજી પાછળ કેટલાક માપદંડોને મહત્વના માની રહ્યા છે. આ માપદંડો નમ્ન પ્રમાણે છે...
- કોરોના સંકટના કારણે વૈશ્વિક મંદીનો ખતરો મંડરાઈ રહ્યો છે.
- કોરોના સંકટના કારણે ગ્લોબલ સ્તરે બેંકોએ વ્યાજદરમાં કટૌતી કરી દીધી છે.
- મંદીના કારણે દુનિયાભરના દેશ પોતાની ઈકોનોમીમાં પૈસા નાખી રહ્યા છે.
- કોવિડ 19ના કારણે ઈક્વિટી માર્કેટ પર દબાણ વધી રહ્યું છે.
- ગ્લોબલ માર્કેટમાં દબાણના કારણે રોકાણન ઝુકાવ સોના-ચાંદીના સુરક્ષિત રોકાણ તરફ વધી રહ્યો છે.
- રોકાણકારોની સાથોસાથ સેંટ્રલ બેંક પણ સોનામાં રોકાણ કરી રહ્યા છે. વૈશ્વિક બજારમાં સોનાની કિંમતમાં તેજી આવી રહી છે.
- જ્યારે લૉકડાઉનમાં સોનાની માઈન્સ અને રિફાઈનરી બંધ થવાથી સોના-ચાંદીના ભાવને સમર્થન મળી રહ્યું છે.
કોરોનાનો તાંડવ યથાવત, વિશ્વભરમાં 70 લાખથી વધુ નમૂના પોઝિટિવ, બ્રાઝીલે ડેટા છૂપાવ્યા