• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

દિવાળી પહેલા સોનાએ તોડ્યા બધા રેકોર્ડ, 6 વર્ષના ઉંચા સ્તરે પહોંચ્યું

|

નવી દિલ્હીઃ ફેસ્ટિવ ડિમાન્ડ વધવાના કારણે સોનાની કિંમતમાં પણ તેજી જોવા મળી રહી છે. બુધવારે સોનું 6 વર્ષના રેકોર્ડતોડ સ્તરે પહોંચી ગયું. બુધવારે સોનું 6 વર્ષની ઉંચી સપાટી પર પહોંચી ગયું છે. તહેવારમાં માંગ વધવાથી સોનામાં સતત બીજા કારોબારી સત્રમાં તેજી રહી અને બુધવારે સોનું 30 રૂપિયાના વધારા સાથે 32,650 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર પહોંચી ગયો. સોનામાં તેજી જોવા મળી તો ચાંદીમાં સુસ્તી જોવા મળી. ચાંદી 40 રૂપિયાના કડાકા સાથે 38,200 રૂપિયા પ્રતિ કિલોગ્રામની સપાટી પર પહોંચી ગઈ છે.

સોનામાં રેકોર્ડતોડ તેજી

સોનામાં રેકોર્ડતોડ તેજી

દીવાળી પહેલા સોનાની કિંમતોમાં તેજી જોવા મળી રહી છે. બુધવારે સોનું 6 વર્ષા ઉંચા સ્તરે પહોંચી ગયું છે. 30 રૂપિયાના વધારા સાથે સોનાની કિંમત 32,650 રૂપિયા પ્રતિ 10 ગ્રામ રહી. દિલ્હીની સોની બજારમાં 99.9 ટકા શુદ્ધતા વાળા સોનાની કિંમત 32,650 રૂપિયા પ્રતિ 10 ગ્રામ અને 99.5 ટકા શુદ્ધતા વાળા સોનાની કિંમતમાં 32,500 રૂપિયા પ્રતિ 10 ગ્રામ રહી.

ચાંદીમાં નરમાઈ

ચાંદીમાં નરમાઈ

જો ચાંદીના 8 ગ્રામના ચાંદીના સિક્કાની વાત કરીએ તો 24,900 રૂપિયા પ્રતિ 8 ગ્રામ પર અપરિવર્તિત રહ્યો. ચાંદીની કિંમતની વાત કરીએ તો ચાંદીમાં 40 ૂપિયાનો ઘટાડો જોવા મળ્યો છે અને અત્યારે ચાંદી 39,200 રૂપિયા પ્રતિ કિલોગ્રામના હિસાબે વેચાઈ રહી છે. ચાંદીના સિક્કા પણ તેજીનો રૂખ જોવા મળ્યો છે.

સોનામાં તેજીનું કારણ શું છે?

સોનામાં તેજીનું કારણ શું છે?

સોનાની કિંમતમાં આ તેજી 29 નવેમ્બર 2012 બાદ સૌથી વધુ જોવા મળી છે. ટ્રેડર્સનું કહેવું છે કે દિવાળીને કારણે માગમાં વધારો થઈ રહ્યો છે અને તેને કારણે બજારોમાં સકારાત્મક સેન્ટીમેન્ટ છે. જ્યારે ન્યૂયો્કમાં સોનું 1,217.84 ડૉલર પ્રતિ ઔંસ પર હતું.

2019માં અમિત શાહ પશ્ચિમ બંગાળની આ બે સીટ પરથી લડી શકે

English summary
Gold reached on Highest Price before Diwali, Know Today's Gold and silver Price.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X