Gold Silver Price : સોના અને ચાંદીના ભાવમાં વધારો, જાણો આજના ભાવ
Gold Silver Price : સોમવાર એટલે કે આજે ફરી સોના અને ચાંદીના ભાવમાં વધારો જોવા મળ્યો હતો. મલ્ટી કોમોડિટી એક્સચેન્જ પર સોનું સવારે 91 રૂપિયા મોંઘુ થઈ રહ્યું છે અને આજે 52162.00 રૂપિયા પર ટ્રેડ થઈ રહ્યું છે. આવા સમયે ચાંદી પણ 158.00 રૂપિયાના ઉછાળા સાથે 67150.00 પર કારોબાર કરી રહી છે.

બુલિયન માર્કેટમાં તેજી
બુલિયન માર્કેટમાં પણ સોનાની કિંમતમાં વધારો જોવા મળી રહ્યો છે. અહીં 22 કેરેટ સોનાની કિંમત 48941 રૂપિયા પર ટ્રેડ થઈ રહી છે. આવા સમયે, 24 કેરેટ સોનાનીકિંમત પણ 53390 રૂપિયાના ઉછાળા સાથે ખુલી છે.
આ સિવાય 20 કેરેટ સોનાની સરેરાશ કિંમત 44,492 રૂપિયા અને 18 કેરેટની કિંમત 40443 રૂપિયા પર પહોંચીગઈ છે. આવા સમયે, 16 કેરેટ સોનાનો ભાવ 35593 રૂપિયા હતો.

વધી છે સોનાની આયાત
દેશમાં વધતી મોંઘવારી વચ્ચે લોકોનો સોના પ્રત્યેનો ક્રેઝ વધી રહ્યો છે. દેશની સોનાની આયાત 2021-22ના પ્રથમ 11 મહિનામાં (એપ્રિલ-ફેબ્રુઆરી) માં 73 ટકા વધીને45.1 બિલિયન ડોલર થઈ ગઈ છે.
માગ વધવાને કારણે સોનાની આયાત વધી છે. ગયા નાણાકીય વર્ષના સમાન સમયગાળામાં સોનાની આયાતનો આંકડો 26.11બિલિયન ડોલર હતો.

આ રીતે જાણો સોનાના ભાવ
સમગ્ર દેશમાં સોનાના દાગીનાની કિંમત અલગ અલગ હોય છે, કારણ કે તેમાં એક્સાઈઝ ડ્યુટી, રાજ્ય કર અને મેકિંગ ચાર્જનો હિસ્સો પણ હોય છે.
તમારા શહેરમાંસોનાની કિંમત તપાસવા માટે તમે ઈન્ડિયન બુલિયન એન્ડ જ્વેલર્સ એસોસિએશન (IBJA) ની મદદ લઈ શકો છો.
આ માટે તમારે ફક્ત 8955664433 નંબર પરમિસ્ડ કોલ આપવાનો રહેશે. તમારા મોબાઈલ નંબર પર સોનાના લેટેસ્ટ રેટનો મેસેજ આવશે.