For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

Gold-Silver Rate: પાછલા પાંચ દિવસમાં 1475 રૂપિયા સસ્તું થયું સોનું

Gold-Silver Rate: પાછલા પાંચ દિવસમાં 1475 રૂપિયા સસ્તું થયું સોનું

|
Google Oneindia Gujarati News

Gold-Silver Rate: શિયાળાની સીઝનમાં સોનું- ચાંદી ખરીદતા લોકો માટે રાહતના સમાચાર છે. સોના- ચાંદીની કિંમતમાં ગિરાવટ જોવા મળી રહી છે. તહેવાર બાદ હવે લગ્ન- વિવાહની સીઝન શરૂ થઈ ગઈ છે અને હાલ સોનું ખરીદવા પર ભારે છૂટ મળી શકે છે. મહામારીમાં તેજીનો નવો રેકોર્ડ બનાવતા સોનાની ચમક નવેમ્બર આવતાં આવતાં ફીકી પડી ગઈ. કિંમતોમાં સતત ગિરાવટ રહી છે.

સોનામાં ગિરાવટનો સિલસિલો

સોનામાં ગિરાવટનો સિલસિલો

ઓગસ્ટમાં પોતાના સર્વોચ્ચ શિખરથી સોનું 7425 રૂપિયા પ્રતિ 10 ગ્રામ સસ્તું થઈ ચૂક્યું છે. શુક્રવારે સોની બજારમાં 24 કેરેટ સોનું 48829 રૂપિયા પ્રતિ 10 ગ્રામ બંધ થયું. સાત ઓગસ્ટની સવારે 56254 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર પહોંચી ગયું હતું. જો ચાંદીની વાત કરીએ તો આ દિવસ આ 76008 રૂપિયા પ્રતિ કિલો પર પહોંચી ગયા હતા અને 27 નવેમ્બર આવતાં આવતાં 60069 રૂપિયા પ્રતિ કિલોએ પહોંચી ગઈ.

સોના- ચાંદીમાં ભારે ગિરાવટ આવી

સોના- ચાંદીમાં ભારે ગિરાવટ આવી

આની સાથે જ આ અઠવાડિયે સોના- ચાંદીની કિંમતની વાત કરીએ તો ઉતાર- ચઢાવ ચાલુ છે. આ પાંચ કારોબારી દિવસમાં સોના-ચાંદીમાં ફેરબદલ જોવા મળ્યો છે. અમે અમારા આ સમાચારમાં 23 નવેમ્બરથી 27 નવેમ્બર સુધી બજાર બંધના ભાવનું આંકલન કરે છે, તો આ ગત અઠવાડિયે સોના-ચાંદીમાં ભારી ગિરાવટ જોવા મળી છે. સોનાના હાજર ભાવ જ્યાં 1475 રૂપિયા સસ્તુ થયું ત્યાં જ ચાંદી પણ જબરદસ્ત ગિરાવટ સાથે 1417 રૂપિયા ગગડી ગયું છે. જણાવી દઈએ કે ઓગસ્ટ મુજબ સોનું પોતાના ઑલ ટાઈમ હાઈથી હજી પણ સસ્તું ચાલી રહ્યું છે.

સોનામાં ગિરાવટનું મુખ્ય કારણ

સોનામાં ગિરાવટનું મુખ્ય કારણ

કોરોનાની રસીને લઈ આવી રહેલા સકારાત્મક સમાચારોથી વૈશ્વિક સ્તરે સોનાના ભાવ ગગડી રહ્યા છે. નિષ્ણાંતોનું કહેવું છે કે આ ઉપરાંત વૈશ્વિક અર્થવ્યવસ્થામાં સુધારો અને અમેરિકા-ચીનમાં તણાવ ઘટવાની ઉમ્મીદથી પણ શેરના ટ્રેન્ડ વધ્યા છે. જ્યારે સોનાને લઈ ટ્રેન્ડ ઘટ્યા છે. એવામાં નિકટના ભવિષ્યમાં સોનામાં ઉછાળાની ઉમ્મીદ નથી. આ કારણે સોનાની કિંમતમાં ગિરાવટ જોવા મળી રહી છે.

Petrol and Diesel Rate Today: પેટ્રોલ અને ડીઝલમાં ભાવ વધારાનો સિલસિલો યથાવત, જાણો આજના રેટPetrol and Diesel Rate Today: પેટ્રોલ અને ડીઝલમાં ભાવ વધારાનો સિલસિલો યથાવત, જાણો આજના રેટ

English summary
Gold-Silver Rate: Gold has become cheaper by Rs 1475 in the last five days
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X