India
  • search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

Gold-Silver Weekly Update: વેડિંગ સિઝનમાં સોનાના ભાવ ઘટ્યા, એક સપ્તાહમાં ચાંદી 2252 રૂપિયા સસ્તુ

|
Google Oneindia Gujarati News

નવી દિલ્લીઃ વેડિંગ સિઝનમાં સોનુ ખરીદનારા માટે ખરીદીનો સારો મોકો છે. સોનાની કિંમતમાં ગયા સપ્તાહે ખૂબ ઘટાડો જોવા મળ્યો છે. સોનુ જ્યાં 600 રૂપિયા આસપાસ સસ્તુ થઈ ગયુ ત્યાં ચાંદીની કિંમતમાં એક સપ્તાહમાં 2250 રૂપિયાથી વધુ ઘટાડો થયો. એવામાં લગ્નની સિઝનમાં સોનુ ખરીદનારાને આનો લાભ મળ્યો છે. સોનાની કિંમતમાં આવેલ આ ઘટાડાના કારણે ખરીદારોને ચાંદી થઈ ગઈ છે.

એક નજર સોનાની કિંમત પર

એક નજર સોનાની કિંમત પર

ગયા સપ્તાહે સોનાની કિંમત પર નજર નાખીએ તો ઈન્ડિયા બુલિયન એન્ડ જવેલર્સ એસોસિએશન(IBJA)ની વેબસાઈટ મુજબ ગયા સપ્તાહે સોનાની કિંમતમાં 574 રૂપિયાનો ઘટાડો થયો અને સપ્તાહના છેલ્લા કારોબારી દિવસે સોનાની કિંમત 47544 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર પહોંચી ગઈ. વળી, 29 નવેમ્બરના રોજ સપ્તાહની શરૂઆતમાં સોનાની કિંમત 48118 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પહોંચી ગઈ હતી. સપ્તાહના છેલ્લા દિવસે 24 કેરેટવાળા સોનાની કિંમત 47544 રુપિયા પ્રતિ 10 ગ્રામ પહોંચી ગઈ. વળી, 23 કેરેટ શુદ્ધતાવાળા સોનાની કિંમત 47354 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પહોંચી ગઈ. વળી, 22 કેરેટવાળા સોનાની કિંમત 43550 રૂપિયા પ્રતિ ગ્રામ પર પહોંચી ગઈ છે. જ્યારે 18 કેરેટવાળા સોનાની કિંમત 35658 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પહોંચી ગઈ છે.

ચાંદી ધડામ

ચાંદી ધડામ

સોના સાથે-સાથે ચાંદીની કિંમતમાં મોટો ઘટાડો થયો. ગયા સપ્તાહે ચાંદીની કિંમત 2200 રૂપિયા આસપાસ સસ્તી થઈ ગઈ. ઈન્ડિયા બુલિયન એન્ડ જ્વેલર્સ એસોસિએશનની વેબસાઈટ પર જાહેર કરવામાં આવેલ સપ્તાહની શરૂઆતમાં ચાંદીની કિંમત 63095 રૂપિયા પ્રતિ કિલોગ્રામ પર પહોંચી ગઈ છે. જ્યારે સપ્તાહના છેલ્લા કારોબારી દિવસે સોનાની કિંમત 60843 રૂપિયા પ્રતિ કિલોગ્રામ પર પહોંચી ગઈ છે. એટલે કે સપ્તાહમાં ચાંદીની કિંમત 2252 રૂપિયા પ્રતિ કિલોગ્રામ સુધી ઘટી ગયા.

સોના પર થશે ઓમિક્રૉનની અસર

સોના પર થશે ઓમિક્રૉનની અસર

સોનાની કિંમત પર નજર નાખીએ તો ભલે સોનુ ગયા સપ્તાહે સસ્તુ થઈ ગયુ છે પરંતુ આવનારા દિવસોમાં સોનુ રંગ બતાવશે, સોનાની ચમક તેજ થવાની છે. સોનાની કિંમતમાં મોટી તેજી પાછી આવશે. કેડિયા કોમોડિટીના નિર્દેશક અજય કેડિયાના જણાવ્યા મુજબ કોરોનાના નવા વેરિઅંટ ઓમિક્રૉનના કારણે સોનાની કિંમતને સપોર્ટ મળશે. સોનાની કિંમત 55 હજારના આંકડાને પાર કરી શકે છે. વળી, આઈઆઈએફએલ સિક્યોરિટીઝના કોમોડિટી એન્ડ કરન્સી ટ્રેડના વાઈસ પ્રેસિડેન્ટ અનુજ ગુપ્તાની માનીએ તો આવનારા દિવસોમાં સોનાની કિંમતને બળ મળવાનુ છે. વ્યાજ દરોમાં વધારા પર યુએસ ફેડની ઉદાસી અને વધતી મોંઘવારીના કારણે સોનુ ચમકવાના પૂરા અણસાર છે.

જાણો તમારા શહેરમાં સોનાનો ભાવ

જાણો તમારા શહેરમાં સોનાનો ભાવ

જો તમારા શહેરમાં સોના-ચાંદીનો ભાવ જાણવા માંગતો હોય તો સરળતાથી જાણી શકો છો. આના માટે તમારે બસ આ નંબર 8955664433 પર મિસ્ડ કૉલ કરવો પડશે. આ નંબર પર મિસ્ડ કૉલ કર્યા બાદ તમારી પાસે મેસેજ દ્વારા તમારા શહેરમાં સોના ચાંદીના લેટેસ્ટ રેટ આવી જશે.

English summary
Gold-Silver Update: Gold fall Rs 574 in a week, Silver down by Rs 2252, Know latest Rate.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X