For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ઘટતી માંગ, વૈશ્વિક સ્થિતિને પગલે સોનાની કિંમતો ઘટી

|
Google Oneindia Gujarati News

નવી દિલ્હી, 8 જાન્યુઆરી : આજે રાષ્ટ્રીય રાજધાની દિલ્હીના બુલિયન માર્કેટમાં સોનાની કિંમતો પ્રતિ 10 ગ્રામ રૂપિયા 220 ઘટીને રૂપિયા 27,350 થઇ હતી. આ સાથે છેલ્લા ચાર દિવસથી સોનામાં ચાલી રહેલી તેજીએ વિરામ લીધો હતો. આજે સોનાની ઘટતી માંગ અને વૈશ્વિક સ્થિતને પગલે સોનાની કિંમતોમાં ઘટાડો નોંધાયો હતો.

સોનાની સાથે આજે ચાંદીની કિંમતોમાં પણ રૂપિયા 250નો ઘટાડો નોંધાયો હતો. આજે ઇન્ડસ્ટ્રીયલ યુનિટ્સ અને કોઇન મેકર્સની ઘટતી માંગને પગલે ચાંદીના ભાવ પ્રતિ 1 કિલોગ્રામના રૂપિયા 37,300 પર સ્થિર થયા હતા.

gold-weigh-1

આ અંગે સોના ચાંદીના વેપારીઓનું કહેવું છે કે આજે સોના ચાંદીની કિંમતો ઘટવાના મુખ્ય કારણોમાં ઘટતી માંગ ઉપરાંત શેરબજારમાં તેજી, ઓઇલની કિંમતમાં ઘટાડો, યુએસ જોબ રિપોર્ટ પહેલાની નર્વસનેસ, વ્યાજદર જેવી બાબતોનો સમાવેશ થાય છે.

સામાન્ય રીતે ભારતમાં જેના આધારે સોનાના ભાવ નક્કી થાય છે તે સિંગાપોર ગોલ્ડમાં પ્રતિ ઔંસની કિંમતમાં 0.5 ટકાનો ઘટાડો નોંધાયો હતો. આ સાથે તેની કિંમત 1204.97 અમેરિકન ડોલર થઇ હતી.

English summary
Gold Snaps Four-Day Rally on Sluggish Demand, Global Cues.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X