ખુશખબરીઃ અનલૉક 2માં ખરીદો સસ્તુ સોનુ, 6 જુલાઈથી મોદી સરકાર વેચશે ગોલ્ડ, જાણો ઑફર
કોરોના મહામારીના સંકટ વચ્ચે કેન્દ્ર સરકાર એક વાર ફરીથી ગ્રાહકોને સસ્તુ સોનુ ખરીદવાની સુવર્ણ તક આપી રહી છે. આ સંકટ કાળમાં વિશેષજ્ઞોનુ માનવુ છે કે સોનામાં રોકાણ કરવુ સૌથી વધુ સુરક્ષિત રોકાણ છે. આટલા સસ્તા દરોમાં સોનુ ખરીદવાની આ કેન્દ્ર સરકારીની આ શ્રેષ્ઠ ઑફર છે. કેન્દ્ર સરકાર સસ્તુ સોનુ સૉવરન ગોલ્ડ બૉન્ડ યોજના હેઠળ વેચી રહી છે. તમે સૉવરેન ગોલ્ડ બૉન્ડ યોજના હેઠળ બજાર મૂલ્યથી ઘણા ઓછા ભાવમાં સોનુ ખરીદી શકો છે. સરકારની આ યોજના માત્ર પાંચ દિવસમાં ફરીથી એક વાર શરૂ કરવામાં આવી છે. જાણો બજારમાં કેટલા ભાવ પર સરકાર વેચી રહી છે સોનુ અને ક્યાં સુધી ચાલુ રહશે આ સ્કીમ અને કેવી રીતે ખરીદી શકો છો સસ્તુ સોનુ?

6 જુલાઈથી ખરીદી શકો છો સસ્તુ સોનુ
કેન્દ્ર સરકાર સૉવરેન ગોલ્ડ બૉન્ડ યોજના હેઠળ સસ્તુ સોનુ વેચવાની ઑફર છ જુલાઈ 2020થી શરૂ કરી રહી છે અને 10 જુલાઈ 2020 આ યોજનાની અંતિમ તારીખ છે. એટલા માટે જો તમે આ યોજનાનો લાભ લેવા માંગતા હોય તો સ્હેજ પણ મોડુ ના કરતા. તમને જણાવી દઈએ કે સરકાર તરફથી ગોલ્ડ બૉન્ડમાં રોકાણ માટે નાણાંકીય વર્ષ 2020-21ની આ ચોથી સીરિઝ છે. આ યોજનાની પહેલી સીરિઝ 20 એપ્રિલ 2020થી શરૂ થઈને 24 એપ્રિલ 2020ના રોજ સમાપ્ત થઈહતી. કેન્દ્રીય બેંકે એપ્રિલમાં અનાઉન્સ કર્યુ હતુ કે સરકાર એપ્રિલ, 2020થી સપ્ટેમ્બર સુધી છ ભાગમાં સરકારી સુવર્ણ બૉન્ડ(ગોલ્ડ બૉન્ડ) ચાલુ કરશે.

સરકારે રાખી છે આ સોનાની કિંમત
સૉવરેન ગોલ્ડ બૉન્ડ યોજના હેઠળ સરકાર સોનાની કિંમત 48,520 રૂપિયા હશે. આ રેટના હિસાબે 10 ગ્રામ સોનાની કિંમત 48,250 રૂપિયા હશે. આ પહેલા 8થી 12 જૂન વચ્ચે સબસ્ક્રિપ્શન માટે ખુલ્લા બૉન્ડની ઈશ્યુ પ્રાઈસ 4677 રૂપિયા પ્રતિ ગ્રામ હતી. ગોલ્ડ બૉન્ડની ખરીદી ઑનલાઈન રીતે કરવામાં આવે છે તો સરકાર આવા રોકાણકારોને 50 રૂપિયા પ્રતિ ગ્રામની વધુ છૂટ આપે છે. એટલે કે જો તમે આ યોજના હેઠળ ગોલ્ડ ઑનલાઈન ખરીદો છો, તો પ્રતિગ્રામ સોનાની ખરીદી પર એકસ્ટ્રા 50 રૂપિયાની છૂટ પણ મળશે. સૉવરેન ગોલ્ડ બૉન્ડ યોજના હેઠળ સોનુ ખરીદવા પર તમે આવકમાં પણ છૂટનો લાભ લઈ શકો છો.

અહીંથી ખરીદી શકો છો સસ્તુ સોનુ
ભારત સરકારે ઘરેલુ રોકાણના એક ભાગને નાણાકીય બચતાં બદલવાના ઉદ્દેશ્યથી સરકારી સુવર્ણ બૉન્ડ યોજનાની શરૂઆત કરી હતી. ભારત સરકાર તરફથી આ બૉન્ડ રિઝર્વ બેંક ચાલુ કરશે. ગોલ્ડમાં રોકાણ માટે ભારત સરકાર દ્વારા સંચાલિત ગોલ્ડ બૉન્ડ કોઈ પણ નાગરિક રાષ્ટ્રીયકૃત બેંક, એનએસઈ, પોસ્ટ ઑફિસ અને બૉમ્બે સ્ટૉક એક્સચેન્જ(બીએસઈ)ની ઓફિસમાંથી ખરીદી શકે છે. આ સાથે જ સ્ટૉક હોલ્ડિંગ કૉર્પોરેશન ઑફ ઈન્ડિયા લિમિટેડ દ્વારા પણ ગોલ્ડ બૉન્ડ દ્વારા સોનુ ખરીદી શકે છે. ગોલ્ડ બૉન્ડ દ્વારા સોનામાં રોકાણને એક સુરક્ષિત વિકલ્પ છે જેનાથી જોખમ અને સોનાની શુદ્ધતાના નામ પર ઘટાડાથી થતા નુકશાનથી બચી શકે છે.

જાણો કેટલુ મળશે વ્યાજ
ગોલ્ડ બૉન્ડની પરિપક્વતાનો સમય 8 વર્ષનો હોય છે જેના પર વાર્ષિક 2.5 ટકા વ્યાજ મળે છે. આ ઉપરાંત આના પર કોઈ કર કાપ નથી પરંતુ જો બૉન્ડને 3 વર્ષ બાદ અને વધુ 8 વર્ષથી પહેલા વેચવામાં આવે તો આના પર 20 ટકાનો ફાયદાના દરથી લૉન્ગ ટર્મ કેપિટલ ગેન ટેક્સ લાગશે. બૉન્ડની મેચ્યોરિટી બાદ ગોલ્ડ વેચવા પર ગોલ્ડ બૉન્ડ પર અપાતુ વ્યાજ પણ કરમુક્ત હોય છે. બૉન્ડ પર મળતા વ્યાજ રોકાણા ટેક્સ સ્લેબ અનુરૂપ કર યોગ્ય હોય છે પરંતુ આના પર સ્ત્રોત પર કર કાપ(ટીડીએસ) નથી હોતુ.

આટલુ હોવુ જોઈએ લઘુત્તમ રોકાણ
બૉન્ડનુ અંકિત મૂલ્ય 999 શુદ્ધતાવાળા સોના માટે છેલ્લા ત્રણ કામકાજી દિવસોમાં સામાન્ય સરેરાશ બંધ ભાવ(ઈન્ડિયા બુલિયન એન્ડ જુલર્સ એસોસિએશન દ્વારા પ્રકાશિત)મુલ્ય પર આધારિત છે. લઘુત્તમ સ્વીકાર્ય રોકાણ એક ગ્રામ સોનુ અને મહત્તમ 4 કિલો પ્રતિ વ્યક્તિ છે. હિંદુ અવિભાજીત પરિવાર માટે પણ રોકાણકારની મહત્તમ સીમા 4 કિલો છે.

જાણો શું છે સૉવરેન ગોલ્ડ બૉન્ડ સ્કીમ
સૉવરેન ગોલ્ડ બૉન્ડ સ્કીમ સોનામાં રોકાણ છે જે ભારત સરકાર તરફથી ભારતીય રિઝર્વ બેંક(આરબીઆઈ) દ્વારા જારી કરવામાં આવે છે. આ યોજનાનો ઉદ્દેશ્ય ભૌતિક સોનાની માંગને ઘટાડવાનો છે જેનાથી ભારતમાં સોનાની આયાત પર નજર રાખવામાં આવી શકે છે અને સંશાધનોનો પ્રભાવી ઉપયોગ કરવામાં આવી શકે છે. આ ભૌતિક સોના સમાન લાભ આપે છે. કેન્દ્રીય બેંકે એપ્રિલમાં અનાઉન્સ કર્યુ હતુ કે સરકાર એપ્રિલ, 2020થી સપ્ટેમ્બર સુધી છ ભાગમાં સરકારી સુવર્ણ ગોલ્ડ બૉન્ડ જારી કરશે.
High Alert: સૌરાષ્ટ્રમાં ભારે વરસાદ, માછીમારોને દરિયો ન ખેડવાની સલાહ