For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ઘર ખરીદદારોને મોટી ભેટ આપવાની તૈયારીમાં મોદી સરકાર

લોકસભાની ચૂંટણી પહેલાં સરકાર દરેક વર્ગને ખુશ કરવાનો પ્રયાસ કરી રહી છે. સરકાર ટૂંક સમયમાં આ ક્રમમાં ઘર ખરીદનારને મોટી ભેટ આપી શકે છે.

|
Google Oneindia Gujarati News

લોકસભાની ચૂંટણી પહેલાં સરકાર દરેક વર્ગને ખુશ કરવાનો પ્રયાસ કરી રહી છે. સરકાર ટૂંક સમયમાં આ ક્રમમાં ઘર ખરીદનારને મોટી ભેટ આપી શકે છે. સીએનબીસી ની રિપોર્ટ મુજબ લોકસભાની ચૂંટણી પહેલાં મોદી સરકાર તેમના અંતિમ અંતર્ગત બજેટમાં ઘર ખરીદદારોને મોટી રાહત આપવાની તૈયારીમાં છે, જેના હેઠળ પ્રધાનમંત્રી આવાસ યોજનાનું બજેટ 50 ટકા સુધી વધારી શકે છે.

pradhan mantri awas yojana

સરકાર પ્રધાનમંત્રી આવાસ યોજનાનું બજેટ વધારી વધુને વધુ લોકોને અફોર્ડેબલ હાઉસિંગ ફંડ પૂરું પાડવા માટે કામ કરશે. તેનું સૌથી મોટું લક્ષ્ય મધ્યમ વર્ગનું કુટુંબ બનશે. સરકાર મધ્યમ વર્ગને ખુશ કરી તેને વોટમાં બદલવાનો પ્રયાસ કરવામાં લાગી ગઈ છે. PMAY ના ફંડમાં વધારાથી ઘણા લોકોને વ્યાજદરોથી છૂટ મળી શકશે. સરકાર ફંડ વધે ત્યાં સુધી હાઉસિંગ ફોર ઓલ સ્કીમના ટાર્ગેટને પૂરો કરવા પર ભાર મૂકશે.

આ પણ વાંચો: 1 માર્ચથી નહીં યુઝ કરી શકો Paytm, ફોન પે, Mobikwik, સહિતના મોબાઈલ વોલેટ, જાણો કારણ

તમને જણાવી દઈએ કે પ્રધાનમંત્રી આવાસ યોજનાનો ઉદ્દેશ દેશના આર્થિક રૂપે નબળા વર્ગને છત પૂરી પાડવાનો છે. આ યોજના હેઠળ નબળા વર્ગોને વ્યાજ પર સબસિડી આપવામાં આવે છે. અને સાથે લોનની ચુકવણી કરવા માટે 20 વર્ષ સુધી તેમની પાસે લાંબો સમય હોય છે જેથી તેમના પર દેવાનો બોજ ન પડે. શહેરી વિસ્તારોના ગરીબ અને મધ્યમ વર્ગને પણ પ્રધાનમંત્રી આવાસ યોજનામાં સમાવવામાં આવ્યા છે. આ યોજનાની પ્રારંભિક જોગવાઈઓ હેઠળ, હોમ લોનની રકમ 3 થી 6 લાખ રૂપિયા સુધીની હતી, જેના વ્યાજ પર સબસિડી આપવામાં આવતી હતી, પરંતુ સરકારે પછીથી તેને વધારી 18 લાખ રૂપિયા કરી છે.

આ પણ વાંચો: ચિપ વાળા ATM કાર્ડના ચક્કરમાં ખાતામાંથી નીકળી ગયા લાખ રૂપિયા

English summary
Modi Government 50 Percent more allocation under Pradhan Mantri Awas Yojana
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X