ખુશખબરીઃ આ મહિને નહિ વધે LPG સિલિન્ડરના ભાવ, જાણો શું રહેશે કિંમત
એલપીજીના ભાવમાં છેલ્લા બે મહિનાથી વધારો જોવા મળી રહ્યો હતો પરંતુ આ મહિને એલપીજીના ભાવમાં કોઈ પ્રકારનો ફેરફાર કરવામાં આવ્યો નથી. દર મહિનાની પહેલી તારીખે એલપીજી સિલિન્ડરના ભાવની સમીક્ષા કરવામાં આવે છે અને અમેરિકી ડૉલર-રૂપિયાના એક્સચેન્જ રેટ અને આંતરરાષ્ટ્રીય સ્તરે ક્રૂડના ભાવોના આધારે સિલિન્ડરના ભાવમાં વધારો કે ઘટાડો કરવામાં આવે છે.
ઉલ્લેખનીય છે કે ગયા મહિને દિલ્લીમાં એલપીજી સિલિન્ડરના ભાવમાં માત્ર એક રૂપિયાનો વધારો કરવામાં આવ્યો હતો. વળી, મુંબઈમાં એલપીજી સિલિન્ડરના ભાવમાં 3.5 રૂપિયાનો વધારો જોવા મળ્યો હતો. વળી, જૂનમાં 11.50 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો હતો.
દિલ્લી, મુંબઈ, ચેન્નઈમાં કોઈ ફેરફાર નહિ
ઈન્ડિયન ઓઈલની વેબસાઈટ પર ઉપલબ્ધ માહિતી અનુસાર જુલાઈ મહિનામાં કોલકત્તામાં એલપીજી સિલિન્ડરનો ભાવ 620.50 રૂપિયા હતો જે હવે 621 રૂપિયા થઈ ગયો છે. અન્ય મહાનગરોની વાત કરીએ તો દિલ્લીમાં 14 કિલોગ્રામવાળા સિલિન્ડરની કિંમત 594 રૂપિયા, મુંબઈમાં 594 રૂપિયા અને ચેન્નઈમાં 610.50 રૂપિયા છે. આ ત્રણ મહાનગરોમાં આ કિંમત જુલાઈ મહિનામાં પણ હતી.
PM મોદીને આ વર્ષે રાખડી નહિ બાંધી શકે આ પાકિસ્તાની બહેન, પત્રમાં મોકલી દુઆ