For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

Google પર લાગ્યો સાડા ત્રણ ટ્રિલિયનનો દંડ, સુંદર પીચાઈએ કહ્યું તદ્દન ખોટું

બુધવારે એક ખબરએ સમગ્ર વિશ્વમાં ખલબલી મચાવી દીધી છે કારણ કે યુરોપિયન યુનિયનએ સાડા ત્રણ ટ્રિલિયનનો દંડ વિશ્વના સૌથી મોટા સર્ચ એન્જિન ગૂગલ પર લાદવામાં આવ્યો છે.

By Lekhaka
|
Google Oneindia Gujarati News

બુધવારે એક ખબરએ સમગ્ર વિશ્વમાં ખલબલી મચાવી દીધી છે કારણ કે યુરોપિયન યુનિયનએ સાડા ત્રણ ટ્રિલિયનનો દંડ વિશ્વના સૌથી મોટા સર્ચ એન્જિન ગૂગલ પર લાદવામાં આવ્યો છે. ગૂગલ પર આ દંડ એટલા માટે લગાવામાં આવ્યો છે કારણ કે તેના પર આક્ષેપ છે કે તેમણે તેમની એપ્લિકેશન્સ પહોંચ વિસ્તારવા માટે તેમના ગૂગલ એન્ડ્રોઇડ સ્માર્ટફોનનો ઉપયોગ કરી રહ્યા છે. જેના પછી ગૂગલના સીઈઓ સુંદર પીચાઈએ આના પર મજબૂત પ્રતિક્રિયા આપી છે, તેમણે દંડની ટીકા કરી હોય તેવો કોઈ બ્લોગ લખ્યો છે, જેનું ટાઇટલ છે કે Android has created more choice, not less (એન્ડ્રોઇડએ વધુ વિકલ્પો આપ્યા છે, ઓછી નહિ).

ગૂગલને 4.3 બિલિયન યુરો (સાડા ત્રણ ટ્રિલિયન) નો દંડ ફટકાર્યો

ગૂગલને 4.3 બિલિયન યુરો (સાડા ત્રણ ટ્રિલિયન) નો દંડ ફટકાર્યો

પિચાઇએ લખ્યું છે કે કેવી રીતે યુરોપિયન યુનિયન એ હકીકતને અવગણી શકે છે કે ગૂગલની એન્ડ્રોઈડ ઓપરેટીંગ સિસ્ટમ સીધી એપલના iOS ઓપરેટિંગ સિસ્ટમ સાથે સ્પર્ધા કરે છે. યુનિયનએ એન્ડ્રોઇડના બિઝનેસ મોડલ સામે નિર્ણય લીધો છે, આજે એન્ડ્રોઇડના કારણે દરેક કિંમત પર 1,300 વિવિધ કંપનીઓ પાસેથી 24,000 થી વધુ ડિવાઇસ ઉપલબ્ધ છે.

પીચાઈએ આપી સફાઈ

પીચાઈએ આપી સફાઈ

પીચાઈએ સ્પષ્ટ શબ્દોમાં લખ્યું છે કે એક સામાન્ય એન્ડ્રોઇડ ફોન યુઝર પોતાની જાતે 50 એપ્લિકેશન્સ ઇન્સ્ટોલ કરે છે, જે ફોન હોય છે તેમાં ફક્ત ફોનની કંપની માટે એપ્સ નથી હોતી, પણ કેટલાક ડેવલોપરની પણ એપ્સ હોય છે.

ગૂગલ પ્લે સ્ટોરમાંથી 94 અબજ એપ્લિકેશન્સ ડાઉનલોડ થયા

ગૂગલ પ્લે સ્ટોરમાંથી 94 અબજ એપ્લિકેશન્સ ડાઉનલોડ થયા

એક આંકડા અનુસાર વર્ષ 2017 માં વિશ્વમાં લગભગ 94 બહિલિયન એપ્સ ગૂગલ પ્લે સ્ટોરમાંથી ડાઉનલોડ કરવામાં આવ્યા છે, જેમાં ઓપેરા મિની અને ફાયર ફોક્સ જેવા બ્રાઉઝર્સ પણ છે જેમાં 100 મિલિયન કરતાં વધુ વખત ડાઉનલોડ કરવામાં આવ્યા છે, જયારે યૂસી બ્રાઉઝર 500 મિલિયનથી વધુ વખત ડાઉનલોડ કરવામાં આવ્યું છે. એક સામાન્ય વપરાશકર્તા પોતે ઘણા એપ્સ ડાઉનલોડ કરે છે, જેનાથી સાબિત થાય છે કે એન્ડ્રોઇડએ વધુ વિકલ્પો આપ્યા છે.

શું છે સમગ્ર કેસ

શું છે સમગ્ર કેસ

યુરોપિયન યુનિયન (ઈયુ)ના સ્પર્ધા કમિશનએ એન્ડ્રોઇડ એન્ટ્રી ટ્રસ્ટના કેસમાં ગૂગલ પર 4.3 અબજ યુરો (સાડા ત્રણ ટ્રિલિયન) નો દંડ લાદવામાં આવ્યો છે. ઇયુ કમિશનએ પોતાની તપાસમાં જોયું કે ગૂગલે ગેરકાયદેસર એન્ડ્રોઇડ સ્માર્ટફોન કંપનીઓ અને મોબાઇલ ઓપરેટર્સ પર પ્રતિબંધ લગાવી, તેના સર્ચ એન્જિન મજબૂત કરવાનું કામ કર્યું છે અને આ જ કારણે ગૂગલની પેરેંટ કંપની એલ્ફાબેટને પોતાની બિઝનેસ પ્રેક્ટિસ બદલવા માટે 90 દિવસનો સમય આપવામાં આવ્યો છે, પરંતુ જો કંપની આમ કરવા નિષ્ફળ રહી તો દૈનિક ટર્નઓવરનો 5 ટકા હિસ્સો દંડ તરીકે વસુલવામાં આવશે.

English summary
Google chief Sundar Pichai issued a thinly veiled warning Wednesday that the European Commission’s finding
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X