For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

Google મેપ અને સર્ચ દ્વારા ખાલી થઇ રહ્યા છે લોકોના બેંક એકાઉન્ટ, જાણો કેવી રીતે?

જો તમે Google મેપ અને Google સર્ચનો ઉપયોગ કરો છો તો તમારે પણ થોડી કાળજી લેવાની જરૂર છે કારણ કે આ દિવસોમાં સમાચાર આવી રહ્યા છે કે લોકોના બેંક ખાતાઓ તેના દ્વારા ખાલી કરવામાં આવી રહ્યા છે.

|
Google Oneindia Gujarati News

જો તમે Google મેપ અને Google સર્ચનો ઉપયોગ કરો છો તો તમારે પણ થોડી કાળજી લેવાની જરૂર છે કારણ કે આ દિવસોમાં સમાચાર આવી રહ્યા છે કે લોકોના બેંક ખાતાઓ તેના દ્વારા ખાલી કરવામાં આવી રહ્યા છે. હવે ગૂગલ મેપ દ્વારા ફ્રોડ થઇ રહ્યા છે. Google સર્ચ અને મેપનો આધાર લઇ બેન્કિંગ કૌભાંડને અંજામ આપવામાં આવી રહ્યો છે જે ખૂબ જ ચિંતાજનક છે. ચાલો તમને જણાવીએ કે આ ફ્રોડ કેવી રીતે થઈ રહ્યું છે:

આ પણ વાંચો: જો ફેસબૂક મેસેન્જર પર તમારી પાસે પૈસા માંગવામાં આવે તો એલર્ટ થઇ જાઓ

ગૂગલ મેપથી આ રીતે થઇ રહ્યા છે બેંકિંગ ફ્રોડ

ગૂગલ મેપથી આ રીતે થઇ રહ્યા છે બેંકિંગ ફ્રોડ

Google ની યુઝર્સ જેનેરેટેડ કૉન્ટેટ પૉલિસી હેઠળ કોઈપણ Google મેપના પેજ પર આપવામાં આવેલી કેટલીક માહિતીને એડિટ કરી શકે છે. આમાં ફોન નંબર અને સરનામું શામેલ છે. લોકોને મૂર્ખ બનાવીને તેમના બેંક એકાઉન્ટ માંથી નાણાં ઉડાવા માટે ફ્રોડ કરનારા લોકો ગૂગલ મેપ અને ગૂગલ સર્ચ કોન્ટેક્ટ પર બેંકની જગ્યાએ ખોટો નંબર અને માહિતી દાખલ કરી દે છે.

ખોટા નંબરથી માંગે છે યુઝર્સની પૂરી માહિતી

ખોટા નંબરથી માંગે છે યુઝર્સની પૂરી માહિતી

આવામાં લોકોને લાગે છે કે ગૂગલ પર આપવામાં આવેલો નંબર સાચો હશે અને તેઓ તેને બેન્કનો નંબર સમજીને કોલ કરે છે. ત્યાંથી કૉલર પણ બેન્ક કર્મચારીની જેમ વાત કરે છે અને કોલ કરનારને ખબર નથી પડતી કે તે ફ્રોડ છે. આ રીતે તે યુઝર્સ પાસેથી તેના કાર્ડની અને જરૂરી માહિતી પૂછે છે. માહિતી મેળવ્યા પછી, ઘણા રસ્તાઓ છે જેનાથી બેન્કમાંથી નાણાં ઉડાવી શકાય છે.

બેન્ક ઓફ ઇન્ડિયાની મળી છે ત્રણ ફરિયાદો

બેન્ક ઓફ ઇન્ડિયાની મળી છે ત્રણ ફરિયાદો

ધ હિન્દુની રિપોર્ટ અનુસાર મહારાષ્ટ્ર સ્ટેટ સાયબર પોલીસના બાલસિંગ રાજપૂતએ જણાવ્યું છે કે અમને બેન્ક ઓફ ઇન્ડિયાની ત્રણ ફરિયાદો મળી છે. આ ત્રણ બાબતોમાં અમે તરત જ Google ને જાણ કરી છે.

ગૂગલે સ્વીકાર કર્યો છે ફ્રોડનો

ગૂગલે સ્વીકાર કર્યો છે ફ્રોડનો

તેમણે એમ પણ કહ્યું કે ઘણા ગ્રાહકો ઇન્ટરનેટ પર બેન્ક કોન્ટેક્ટ ડિટેલ્સ સર્ચ કરે છે અને તે પછી તેઓ ખોટા નંબર પર જાણકારી માટે ફોન કરે છે. તેઓ જાણતા નથી કે તેઓ સ્કેમર્સ સાથે વાત કરી રહ્યા છે અને તેમને તેમના બેન્ક સંબંધિત સંવેદનશીલ માહિતી તેઓને આપી દે છે. આમાં પિન અને સીવીસી શામેલ છે જે ડેબિટ કાર્ડની મહત્વપૂર્ણ માહિતી છે. આ રીતે અન્ય વ્યક્તિ તેમના બેન્ક ખાતામાંથી પૈસા ઉડાવી લે છે. જણાવી દઈએ કે Google એ આ ફ્રોડને માન્યું છે, પરંતુ એડિટનું ઓપ્શન હજી પણ છે.

English summary
Google Maps And Search Is Using For Banking Fraud
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X