For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

તમામ રાજ્યોના શેરબજારમાં એક સરખી સ્ટેમ્પ ડ્યુટી લદાશે

|
Google Oneindia Gujarati News

stock-market
મુંબઇ, 16 ઓક્ટોબર : કેન્દ્ર સરકાર દેશના ઈક્વિટી બજારમાં ઘટતાં જતાં કારોબારને વધારવા માટે દેશભરનાં તમામ રાજ્યમાં એકસમાન સ્ટેમ્પ ડ્યૂટી રેટ લાવવાની યોજના બનાવી રહી છે. આ અંગેનું બિલ આગામી શિયાળુ સત્રમાં લાવવાની સરકારે તૈયારીઓ કરી લીધી છે. આ બિલ તૈયાર થવાની સાથે જ શેરબજારમાં ખરીદદાર પાસેથી વસૂલાતી સ્ટેમ્પ ડ્યૂટીના બદલે એક્સચેન્જ વેચનાર પાસેથી સ્ટેમ્પ ડ્યૂટી વસૂલી શકશે.

નાણાં વિભાગ દ્વારા તૈયાર કરવામાં આવેલા આ બિલમાં ડિલિવરી બેઈઝ ટ્રાન્ઝેકશન અને કરન્સી ડેરિવેટિવ્ઝ પર 0.001 ટકાના દરે સ્ટેમ્પ ડ્યૂટી લગાવવાનો પ્રસ્તાવ છે. જ્યારે ક્લિયરન્સ લિસ્ટ, ટ્રાન્સફર ડીલ અને ફ્યૂચર અને ઓપ્શન પર 0.003 ટકાના દરે સ્ટેમ્પ ડ્યૂટી લગાવવાની યોજના છે.

આ રેટ અગ્રણી રાજ્ય દ્વારા જુદા જુદા સોદાઓ પર વસૂલવામાં આવતી સ્ટેમ્પ ડ્યૂટી કરતા ઘણી ઊંચી છે, પરંતુ રાજ્ય દ્વારા બે વર્ષે પહેલાં સૂચવાયેલા 0.005 ટકાના એકસમાન દર કરતાં ઘણા ઓછા છે. જોકે બજાર સાથે સંકળાયેલા લોકોના વિરોધના કારણે નવા દર અધિસૂચિત થઈ શકયા નથી.

નાણાં વિભાગના ઉચ્ચ અધિકારીએ નામ ન આપવાની શરતે જણાવ્યું કે કેટલાંય રાજ્યની સરકાર શેરબજાર સાથે સંકળાયેલા કારોબારના સોદા પર સ્ટેમ્પ ડ્યૂટી વસૂલતી નથી. બજારના નિષ્ણાતોના જણાવ્યા પ્રમાણે એકસમાન સ્ટેમ્પ ડ્યૂટી વસૂલવાની વ્યવસ્થાના કારણે સોદાની સંખ્યામાં વધારો થશે. એટલું જ નહીં ઈક્વિટી બજારમાં સોદાની પારદર્શિતા વધશે તથા ટેક્સચોરી પણ અટકાવી શકાશે.

પ્રસ્તાવિત વ્યવસ્થા અંતર્ગત જમા લેવામાં આવેલ સ્ટેમ્પ ડ્યૂટીની રકમનો કેટલાક હિસ્સો રાજ્યને આપવામાં આવશે કે જે રાજ્યના લોકો સેલર હશે. વર્તમાન સમયમાં આ પ્રકારની ડ્યૂટીથી મહારાષ્ટ્રને સૌથી વધુ ફાયદો થઈ રહ્યો છે. કુલ વાર્ષિક સ્ટેમ્પ ડ્યૂટીમાંથી શેરબજાર સાથે જોડાયેલા કારોબારનો હિસ્સો 50 ટકા છે. તે સિવાય ગુજરાત, રાજસ્થાન, ઉત્તર પ્રદેશ અને દિલ્હી રાજ્યને પણ તેનો ફાયદો થઈ રહ્યો છે.

બજારના જાણકારોના જણાવ્યા પ્રમાણે બજારમાંથી ઊંચા ટેક્સ ભારણને લઈને નાના રોકાણકાર બજારથી વિમુખ થઈ રહ્યા છે. દેશભરમાં એકસમાન ટેક્સ વ્યવસ્થા અમલી બનવાના કારણે જુદા જુદા રાજ્ય વચ્ચે સ્ટેમ્પ ડ્યૂટી ટેક્સમાં જે અંતર છે તેમાં ઘટાડો આવશે અને આ વ્યવસ્થાના કારણે સ્ટેમ્પ ડ્યૂટીની ટેક્સચોરી પણ અટકશે.

English summary
Government likely to move towards uniform stamp duty for states
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X