For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

2017-18ની બેજટ જરૂરિયાત પૂર્ણ કરવા 4.3 Trillionની જરૂર

નાણાંકીય વર્ષ 2017-18 માટે બેજટની જે જરૂરિયાત નક્કી કગરવામાં આવી હતી, તે પૂર્ણ કરવી કઠણ કામ બનતું જાય છે. વિશ્લેષકોનું માનવું છે કે, સરકારે બાકીના ચાર માસ માટે 4.3 ખરબ રૂપિયાની ગોઠવણ કરવી પડશે

By Shachi
|
Google Oneindia Gujarati News

નાણાંકીય વર્ષ 2017-18 માટે બેજટની જે જરૂરિયાત નક્કી કગરવામાં આવી હતી, તે પૂર્ણ કરવી કઠણ કામ બનતું જાય છે. વિશ્લેષકોનું માનવું છે કે, સરકારે બાકીના ચાર માસ માટે 4.3 ખરબ રૂપિયાની ગોઠવણ કરવી પડશે. આ વખતે બજેટમાં પરોક્ષ કર સંગ્રહનું લક્ષ્ય 9.26 ખરબ રૂપિયા રાખવામાં આવ્યું હતું, પરંતુ અનુમાન અનુસાર 31 માર્ચ સુધીમાં 5 ખરબ રૂપિયા જ મળશે. રાજ્યોએ પણ જીએસટીના કારણે રાજસ્વ સંગ્રહમાં ઘટાડો થયો હોવાની ફરિયાદ કરી છે. આ કારણે રેલવેમાં આ નાણાં વર્ષમાં જેટલા પૈસા મળવાના હતા, તેનાથી 13 ટકા ઓછા પૈસા મળશે અને આ ઘણી મોટી કપાત ગણાય.

રેલવેએ જાતે પોતાની નોકરી કરવાની રહેશે

રેલવેએ જાતે પોતાની નોકરી કરવાની રહેશે

નવા બજેટમાં 27 ટકા કપાતનું અનુમાન લગાવાઇ રહ્યું છે. રેલમંત્રી ગમે એટલા દાવા કરે કે, તેઓ સરકારની મદદ વિના કામ ચલાવશે, પરંતુ વાસ્તવિકતા એ છે કે આની મોટી અસર થશે. આ જ કારણ છે કે, નવયુવકો નોકરીની રાહ જોઇ રહ્યાં છે અને નોકરી આવી નથી રહી. રેલવે સૌથી વધુ નોકરીઓ પૂરી પાડે છે, હવે રેલવેએ જાતે પોતાની નોકરી કરવાની રહેશે. રેલવેએ બજારમાંથી લોન લેવાની રહેશે, પોતાની સંપત્તિ વેચવી પડશે.

GSTની અસર

GSTની અસર

જીએસટી લાગુ થયા બાદ પરોક્ષ કર પર પણ આ જ વાત લાગુ પડે છે. એ દિવસો ગયા જ્યારે વેપારીઓ એક્સાઇઝ ડ્યૂટી અને કસ્ટમ ડ્યૂટીથી છટકી જતા હતા. હવે પરોક્ષ કરોમાં ઘણી સ્થિરતા આવી છે. હવે બજેટ માત્ર એવી વાર્ષિક ઘટના નથી જે અંગે મધ્યમ વર્ગ ચિંતાતુર રહેતો હતો. જીએસટી સંગ્રહમાં થતા ઘટાડાને ધ્યાનમાં રાખતા સરકાર સામે રાજકોષીય સંતુલન સાધવાનો પડકાર ભલે હોય, પરંતુ સામાન્ય બજેટ સરકાર મન મુકીને ખર્ચો કરવાની તૈયારી કરી રહી છે.

મન મુકીને ખર્ચ કરશે સરકાર

મન મુકીને ખર્ચ કરશે સરકાર

કેન્દ્ર પ્રાયોજિત યોજનાઓની ફાળવણીમાં મોટી વૃદ્ધિ થઇ શકે છે અને સામાન્ય બજેટ 2018-19નો આકાર વધીને 23 લાખ કરોડ રૂપિયાથી વધી શકે છે. વર્તમાન નાણાંકીય વર્ષ માટે સરકારે 21,46,735 કરોડ રૂપિયાનું બજેટ રજૂ કર્યું હતું. સૂત્રોનું કહેવું છે કે, આમાં લગભગ 10 ટકાની વૃદ્ધિ થઇ શકે છે અને આગામી નાણાંકીય વર્ષમાં બજેટનો આકાર 23 લાખ કરોડથી વધુ હોવાની શક્યતા છે. ખાસ વાત એ છે કે, કેન્દ્ર પ્રાયોજિત યોજનાઓ અને સેન્ટ્રલ સેક્ટર સ્કિમની ફાળવણીમાં પણ આશરે 10થી 15 ટકાની વૃદ્ધિ થઇ શકે છે. હાલ આ યોજનાઓ માટે 4.58 લાખ કરોડ રૂપિયા ફાળવવામાં આવ્યા છે. કહેવાઇ રહ્યું કે, સામાન્ય બજેટ 2018-19માં આ આંકડો 5 લાખ કરોડ રૂપિયાથી પણ વધી શકે

મોદી સરકારનું અંતિમ પૂર્ણ બજેટ

મોદી સરકારનું અંતિમ પૂર્ણ બજેટ

સામાન્ય બજેટ 2018-19 મોદી સરકારના કાર્યકાળનું અંતિમ પૂર્ણ બજેટ હશે, આથી સરકાર લોક કલ્યાણ કાર્યક્રમો પર ખર્ચ કરવામાં સંકોચ નહીં કરે. જે ક્ષેત્રોની ફાળવણીમાં વૃદ્ધિ થઇ શકે છે, તેમાં કૃષિ અને સંલગ્ન વિસ્તારોની સાથે-સાથે ગ્રામીણ વિકાસ પણ પ્રમુખ છે. આ સિવાય રોજગાર આપતા ક્ષેત્રો અને યોજનાઓના બજેટમાં પણ ખાસ વૃદ્ધિ કરવામાં આવી શકે છે. સૂત્રોએ કહ્યું કે, આ વાત સાચી છે કે, સરકાર સામે રાજકોષીય ખોટને નિયંત્રણમાં રાખવાનો પડકાર રહેશે. ચાલુ નાણાકીય વર્ષમાં સરકારે જીડીપીની સરખામણીએ રાજકોષીય ખોટનું લક્ષ્ય 3.2 ટકા રાખ્યું છે. આગામી નાણાકીય વર્ષમાં જો આ આંકડો 3 ટકા પર ન જાય તો પણ 3.2 ટકા પર જ રોકાઇ રહે એવો પ્રયત્નો ચોક્કસ કરવામાં આવશે. આમ છતાં, સરકારના પ્રયત્નો રહેશે કે વર્ષ 2019ની ચૂંટણી પહેલા ખર્ચમાં કોઇ પણ પ્રકારન કંજૂસાઇ ન દેખાય.

English summary
Government needs another Rs 4.3 trillion to meet FY18 to achieve indirect tax target.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X