For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ભારત સરકારે મેડિકલ ડિવાઇસીસ સેક્ટરમાં 100 ટકા FDIને મંજુરી આપી

|
Google Oneindia Gujarati News

નવી દિલ્હી, 25 ડિસેમ્બર : ભારત સરકારે મેડિકલ ઇક્વિપમેન્ટ્સના ઉત્પાદનને પ્રોત્સાહન આપવા માટે મેડિકલ ડિવાઇસિસ સેક્ટરમાં ઓટોમેટિક રૂટે 100 ટકા એફડીઆઇની મંજૂરી આપી દીધી છે. સરકારે
નિદાન કિટ્સ અને અન્ય તબીબી સાધનોના ઉત્પાદનને પ્રોત્સાહન આપવા માટે 100 ટકા એફડીઆઇને મંજુરી આપી છે.

કેન્દ્રીય મંત્રીમંડળે આપેલા સત્તાવાર નિવેદનમાં જણાવાયું હતું કે 'ફાર્મા સેક્ટર પરની વિસ્તૃત એફડીઆઇ પોલિસીમાં મેડિકલ ડિવાઇસિસ ઉદ્યોગને અલગ તારવીને આ ક્ષેત્રમાં એફડીઆઇ મૂડીપ્રવાહને પ્રોત્સાહન આપવા તેમાં ધારાધોરણો હળવાં કરવામાં આવ્યાં છે.'

medical-1

100 ટકા એફડીઆઇને ઓટોમેટિક રૂટે મંજૂરી આપવાનો અર્થ એમ થાય કે વિદેશી રોકાણકારે હવે મેડિકલ ડિવાઇસિસ સેક્ટરમાં કંપની હસ્તગત કરવા કે નવો એકમ સ્થાપવા માટે ફોરેન ઇન્વેસ્ટમેન્ટ પ્રમોશન બોર્ડ (એફઆઇપીબી)ની મંજૂરી મેળવવી પડશે નહીં. આ ઉપરાંત 'નોન-કમ્પીટ ક્લોઝ'ની શરત પણ ઉદ્યોગના ગ્રીનફિલ્ડ (નવા પ્રોજેક્ટ)ની સાથે બ્રાઉનફિલ્ડ (વર્તમાન એકમો)ને લાગુ નહીં પડે.

અગાઉની 100 ટકા સુધીની એફડીઆઇમાં કેટલીક જોગવાઈઓને આધીન રહી મંજૂરીની જરૂર હતી. નવા પ્રોજેક્ટ હેઠળ એફડીઆઇ ઓટોમેટિક રૂટે આવી શકશે, જ્યારે બ્રાઉનફિલ્ડ પ્રોજેક્ટ હેઠળ તે સરકારી મંજૂરીના રૂટે આવી શકશે.

કેન્દ્રીય કેબિનેટે મેડિકલ ડિવાઇસિસ સેગમેન્ટને ફાર્માસ્યુટિકલ સેક્ટરથી અલગ કરીને તેના માટે ખાસ નીતિ ઘડી તેને મંજૂરી આપી છે. નાણાપ્રધાન અરુણ જેટલીએ જણાવ્યું હતું કે ગ્રીનફિલ્ડ અને બ્રાઉનફિલ્ડ પ્રોજેક્ટ્સ બંનેમાં એફડીઆઇની મંજૂરી આપવામાં આવી છે. આ જ કેટેગરીમાં નવી પેટા કેટેગરી મેડિકલ ડિવાઇસિસના સેક્ટરમાં અલગ પાડવામાં આવી છે.

મેડિકલ ડિવાઇસિસમાં કોઈ પણ પ્રકારના ઇન્સ્ટ્રુમેન્ટ, એપેરેટ્સ, એપ્લાયન્સ, ઇમ્પ્લાન્ટ, મટિરિયલ કે બીજી વસ્તુનો સમાવેશ થાય છે. તેમાં એવા સોફ્ટવેરનો પણ સમાવેશ થાય છે જેનો ઉપયોગ માનવી કે પ્રાણીઓ દ્વારા ખાસ પ્રકારના હેતુ માટે એક કે વધુ વખત કરવામાં આવતો હોય, ઉદાહરણ તરીકે રિજેન્ટ, કેલિબ્રેટર, કંટ્રોલ મટિરિયલ કિટ, ઇક્વિપમેન્ટ કે સિસ્ટમ જેનો ઉપયોગ સ્વતંત્ર રીતે કે સંયોજનમાં થતો હોય તથા ચકાસણી માટે અને તબીબી માહિતી પૂરી પાડવા કે નિદાનના હેતુ માટે થતો હોય.

English summary
Government of India approves 100% FDI in Medical devices sector.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X