For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

સરકારે NSELને પેરેન્ટ કંપની FTILમાં મર્જ કરવાનો આદેશ આપ્યો

|
Google Oneindia Gujarati News

નવી દિલ્હી, 22 ઓક્ટોબર : નેશનલ સ્પોટ એક્સચેન્જ લિમિટેડમાં થયેલા રૂપિયા 5600 કરોડના કૌભાંડને કારણે રોકાણકારો અને અન્ય સંકળાયેલા લોકોને જે નુકસાન થયું છે તે ઝડપથી ભરપાઇ થઇ શકે તે માટે સરકારે મંગળવારે કૌભાંડ આચરવામાં આવ્યું તે કંપની અને તેની હોલ્ડિંગ કંપની FTILમાં મર્જર કરી દેવાનો આદેશ આપ્યો હતો.

જુલાઇ 2013માં NSELમાં નાણા ચૂકવણીનું કૌભાંડ બહાર આવ્યું તેના અંદાજે સવા વર્ષ બાદ આ આદેશ આપવામાં આવ્યો છે. આ નિર્ણય જાહેર હિતામાં લેવામાં આવ્યો છે. કારણ કે એક્સચેન્જમાં તેને ચાલુ રાખવાનું કોઇ વાજબી કારણ બચ્યું નથી. FTILમાં તેને ભેળવી દેવામાં આવશે તેના કારણે તેની ઝડપી રિકવરી શક્ય બનશે.

nsel-scam-jignesh-shah-1

નોંધનીય છે કે વર્ષ 2009માં સત્યમનું કૌભાંડ બહાર આવ્યા બાદ NSELમાં FTILને ભેળવી દેવાના નિર્ણયમાં સરકારે પોતાની દરમિયાનગીરી નોંધાવી છે.

જો કે સત્યમની સરખામણીએ આ કેસ એટલા માટે અલગ છે કે તેમાં સરકારે તેની જ પેરેન્ટડ ફર્મ માં મર્જર કરી દેવાનો આદેશ આપ્યો છે. સત્યમના કેસમાં આઇટી કંપનીને થર્ડ પાર્ટીને વેચવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો.

English summary
Government Orders Merger of Fraud hit NSEL with Parent Firm FTIL.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X