For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

નવા વર્ષમાં સરકાર EPF ખાતા ધારકોને નવું નજરાણું આપશે

|
Google Oneindia Gujarati News

નવી દિલ્હી, 22 ડિસેમ્બર : નવા વર્ષ માટેનું કાઉન્ટડાઉન શરૂ થઇ ગયું છે. નવું વર્ષ નવી સૌગાત લઇને આવે તેવું સૌ ઇચ્છે છે. ઇપીએફના ખાતેદારોને નવા વર્ષે નવા લાભ આપવા માટે સરકારે આયોજન કર્યું છે. જેના કારણે ઇપીએફઓમાં ખાતુ ધરાવતા 5 કરોડથી વધારે ખાતાધારકોને લાભ મળશે.

ભવિષ્યનિધિને કર્મચારીઓને સેવાનિવૃત્તિનો લાભ અને સામાજિક સુરક્ષાના ઉપાય તરીકે જોવામાં આવે છે. કર્મચારીઓને તેમના જીવનભરની બચત મૂડી પર મહત્તમ લાભ મળે તેવા રોકાણ વિકલ્પો અંગે ઇપીએફઓ પ્રયાસ કરે છે.

epfo-1

નવા વર્ષમાં ઇપીએફઓનું વળતર વધે તે દિશામાં વિચાર કરવામાં આવશે. આ માટે તેમાંથી કેટલીક રકમ શેબરમાં રોકવામાં આવે તેવું દબાણ કરવામાં આવી શકે છે. વાસ્તવમાં આવી દરખાસ્ત ઓગસ્ટ અને ડિસેમ્બરમાં ન્યાસિયોની બેઠકમાં ટાળી દેવામાં આવ્યો હતો. ન્યાસી શેર અને એક્સચેન્જ ટ્રેડેડ ફંડ (ઇટીએફ)માં રોકાણ કરવાના પક્ષમાં નથી. તેના બદલે તેની પ્રક્રિયા વધારે સરળ બનાવવા અંગે વિચાર કરવામાં આવે તેમ કહેવામાં આવ્યું છે.

આ ઉપરાંત ઇપીએફઓની બહુ પ્રતિક્ષિત પોર્ટેબલ પીએફ ખાતા અથવા સામાન્ય ખાતા સંખ્યા (યુએએન) નવા વર્ષમાં શરૂ થવાની સંભાવના છે. નવા વર્ષમાં યુએએન સાથે ખાતાઓનું જોડાણ, ખાતામાં નવી નોંધ જોવા, તેને ડાઉનલોડ કરવા તથા તમામ સેવાઓને એક મંચ પર રજૂ કરવાની સુવિધા આપશે.

અત્યાર સુધી માત્ર ભારતીય સ્ટેટ બેંક ઇપીએફ ખાતાઓનું વ્યવસ્થાપન સંભાળતી હતી. હવે અન્ય જાહેર ક્ષેત્રની બેંકોને પણ તેની છુટ આપવાનો નિર્ણય લેવાયો છે. જો કે નવા વર્ષમાં ઇપીએફ પર 8.75 ટકાનું વ્યાજ ચાલુ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.

English summary
Government would done major changes in EPF in new year.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X