સરકારી કર્મચારીઓ માટે સારા સમાચાર, આવતા મહિનાથી જ લાભ શરૂ

Posted By:
Subscribe to Oneindia News

સરકારી કર્મચારીઓ માટે એક સારા સમાચાર છે. જૂન મહિનાથી જ સાતમાં પગાર પંચ હેઠળ સરકારી કર્મચારીઓને મળશે મોટો ફાયદો. ચલો જાણીએ જૂન મહિનાથી શું હશે ખાસ, જેનાથી સરકારી કર્મચારીઓને મળશે મોટો ફાયદો. સાતમાં પગાર પંચમાં એચઆરએમાં વધારાની માંગણી કરવામાં આવી હતી. હવે સાતમું પગાર પંચ લાગુ થતા જૂનથી એચઆરએ વધીને 48,000 રૂપિયા થઇ જશે. સુત્રોનું માનીએ તે આ અંગે આવનારા 15 દિવસમાં પ્રસ્તાવ મોકલવામાં આવશે. જેની પર મંજૂરી પણ જલ્દી મળશે તેવું જાણવા મળ્યું છે.

jetaly

નાણાં સચિવ અશોક લવાસાની અધ્યક્ષતા વાળી કમિટીમાં 27 એપ્રિલના રોજ નાણાં પ્રધાન અરુણ જેટલીને આ અંગે એક રિપોર્ટ રજૂ કરવામાં આવશે. અને તે પછી તેને સેક્રેટરીઝ ની કમિટીમાં રાખવામાં આવશે. સુત્રોની માનીએ તો 15 દિવસ જેટલો સમય આ સમગ્ર પ્રક્રિયાને પૂર્ણ થતા લાગશે. નોંધનીય છે કે દેશમાં હાલ કુલ 43 લાખ કેન્દ્ર સરકારના કર્મચારી છે અને તે સિવાય 53 લાખ પેન્શન ગ્રાહકો, આ તમામ લોકો છઠ્ઠા વેતન આયોગ હેઠળ આ સુવિધા અને બોનસ મળતું રહેશે. આ તમામ લોકોને સાતમું પગાર પંચ લાગુ થયા પછી આ ફાયદો મળશે.

English summary
Govt employees could expect Rs 48,000 maximum monthly HRA hike next month.
Please Wait while comments are loading...