For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

મોંઘા બટાકા-ડુંગળીની સ્થિતિ સામે મોદી સરકારનો ફોર્મૂલા તૈયાર

|
Google Oneindia Gujarati News

નવી દિલ્હી, 3 જુલાઇ: સારા દિવસની રાહમાં જુલાઇની બીજી તારીખ સુધી પહોંચી ગયેલી દેશની જનતાને મોંઘવારી વધુ મુશ્કેલીમાં નાખી રહી છે. દિલ્હીના ખુલ્લા બજારોમાં ડુંગળીની કિંમત 40 રૂપિયા પ્રતિ કિલો સુધી પહોંચી ગઇ છે. આવામાં આજે કેન્દ્ર સરકારે ખૂબ જ મહત્વનું પગલું ભરતા ડુંગળી અને બટાકાને જરૂરી વસ્તુ અધિનિયમની સૂચિમાં સામેલ કરી લીધા છે. આ નિર્ણય બાદ હવે રાજ્ય સરકાર નક્કી કરી શકશે કે કારોબારી સ્ટોકમાં કેટલાં બટકા-ડુંગળી રાખવા. સરકારે જમાખોરી રોકવા માટે રાજ્ય સરકારોની જવાબદારી વધારી દીધી છે.

વધતી મોંઘવારી વિરુધ્ધ દેશના અલગ-અલગ ભાગોમાં બુધવારે પણ વિરોધ પ્રદર્શન થયું. પ્રદર્શનમાં વિપક્ષી દળોની સાથે સામાન્ય વ્યક્તિ પણ સામેલ થઇ રહ્યો જે સારા દિવસોની રાહમાં મોંઘી વસ્તુઓ ખરીદી રહ્યો છે. એવામાં લગભગ બે કલાક સુધી ચાલેલી કેબિનેટની બેઠક બાદ સરકારે તાબડતોડ ઘણા મહત્વના નિર્ણયોની જાહેરાત કરી દીધી.

onion
હવે બટાકા અને ડુંગળી જરૂરી વસ્તુ અધિનિયમની લિસ્ટમાં આવી ગયું છે. એનો અર્થ એ છે કે હવે રાજ્ય સરકાર નક્કી કરી શકશે કે કારોબારી સ્ટોકમાં કેટલા બટાકા-ડુંગળી રાખે. આ પ્રકારે બટાકા-ડુંગળીની કિંમત પર હવે રાજ્ય સરકાર નિયંત્રણ રાખી શકશે. એટલું જ નહીં બટાકા-ડુંગળીની જમાખોરી રોખવા માટે રાજ્ય સરકાર દરોડા અભિયાન પણ ચલાવી શકે છે.

કેન્દ્રની કોશિશ જમાખોરી રોકવા માટે રાજ્ય સરકારોને વધારેમાં વધારે અધિકાર આપવાની છે. આની વચ્ચે દિલ્હી સરકારે બુધવારથી જ 300 અલગ-અલગ સ્થળો પર સસ્તી ડુંગળી વેચવાનું શરૂ કરી દીધું. સરકારી સ્ટૉલ પર ડુંગળી 20 રૂપિયા કિલો અને બટાકા 18 રૂપિયા કિલો વેચવામાં આવી રહ્યા છે.

English summary
Cracking down further on hoarding, the Centre today put onion and potato under purview of the Essential Commodities Act and imposed stock holding limits in a bid to improve availability and rein in prices.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X