For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

PAN CARD માટે નવા નિયમો, મુશ્કેલીઓ વધશે

By Kumar Dushyant
|
Google Oneindia Gujarati News

નવી દિલ્હી, 27 જાન્યુઆરી: હવે પાન કાર્ડ બનાવવું પહેલાં કરતાં વધારે મુશ્કેલ બની જશે. સરકાર પાન કાર્ડ બનાવવાના નિયમોમાં ફેરફાર કરી રહી છે. આ નવા નિયમ આ વર્ષથી આગામી મહિને 3 ફેબ્રુઆરીથી લાગૂ થઇ જશે. નવા નિયમો અનુસાર પાન કાર્ડ બનાવવા માટેની પ્રક્રિયા થોડી કઠીન થઇ જશે.

આ નવા નિયમ અનુસાર હવે પાન કાર્ડની અરજી સાથે ઓળખનું પ્રમાણપત્ર, જન્મ દિવસનું પ્રમાણ પત્ર અને એડ્રેસ પ્રુફ જમા કરાવવું પડશે. આ સાથે જ હવે અરજીની સાથે જોડવામાં આવેલી દરેક કોપીનું વેરિફિકેન કરવામાં આવશે.

pan-card

સીબીડીટીના સર્કુલર અનુસાર હવે પાન બનાવવા માટે ઓળખ અને એડ્રેસની સાથે જન્મ તારીખનો ઓરિજનલ પુરાવા પણ પાન કાર્ડ સેન્ટરમાં બતાવવા પડશે. પાન કાર્ડ સેન્ટર દસ્તાવેજની તપાસ કરી તેને પરત આપી દેશે.

સરકાર દ્વારા આ પગલાં પાન કાર્ડના વધતા જતા ઉપયોગ અને તેના કેટલાક દુરઉપયોગની ફરિયાદોના કારણે ભરવામાં આવ્યા છે. રસપ્રદ એ છે કે કેટલાક સ્થળો પર પાન કાર્ડને ઓળખપત્ર તરીકે રજૂ કરવામાં આવે છે.

English summary
To check growing incidents of acquiring Permanent Account Number (PAN) cards under false identities, the Finance Ministry has tightened rules for obtaining the 10-digit alphanumeric identity proof.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X