For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

જુલાઈમાં સરકારે જીએસટી ઘ્વારા 96,483 કરોડ રૂપિયા કમાયા

1 જુલાઈ 2017 દરમિયાન આખા દેશમાં જીએસટી લાગુ કરી દેવામાં આવ્યું હતું. આ વખતે જુલાઈ 2018 દરમિયાન કુલ જીએસટી કલેક્શન 96,483 કરોડ રૂપિયા સુધી પહોંચી ગયું છે.

By Prajapati Anuj
|
Google Oneindia Gujarati News

1 જુલાઈ 2017 દરમિયાન આખા દેશમાં જીએસટી લાગુ કરી દેવામાં આવ્યું હતું. આ વખતે જુલાઈ 2018 દરમિયાન કુલ જીએસટી કલેક્શન 96,483 કરોડ રૂપિયા સુધી પહોંચી ગયું છે. આ સંખ્યા જૂનમાં થયેલા જીએસટી કલેક્શન કરતા પણ વધારે છે. ગયા મહિને સરકારે જીએસટી કલેક્શન ઘ્વારા 95,610 કરોડ રૂપિયા ભેગા કર્યા હતા. કુલ રકમમાં કેન્દ્રીય જીએસટી 15,877 કરોડ રૂપિયા, રાજ્ય જીએસટી હેઠળ 22,293 કરોડ રૂપિયા, એકીકૃત જીએસટીમાં 49,951 કરોડ રૂપિયા અને ઉપકરમાં 8362 કરોડ મેળવ્યા, જયારે 794 કરોડ રૂપિયા તેમને આયાત પર મેળવ્યા.

GST Collection

જુલાઈ મહિનામાં થયેલું કલેક્શન ગયા વર્ષે થયેલા જીએસટી કલેક્શન 89,885 કરોડ કરતા પણ વધારે છે. આપણે જણાવી દઈએ કે અપ્રત્યક્ષ કર ક્ષેત્રમાં એતિહાસિક સુધારો જણાવવામાં આવી રહ્યો છે.

જીએસટીના અમલીકરણના એક વર્ષ પૂરા કર્યા બાદ, નાણા સચિવ હસમુખ અઢિયાએ જણાવ્યું હતું કે 1 લાખ કરોડની વસૂલાત ફરજિયાત નથી પરંતુ સરકારને જીએસટી સંગ્રહો દર મહિને રૂ. 1 લાખ કરોડ સુધી રહેવાની અપેક્ષા છે.

આપણે જણાવી દઈએ કે નોટબંધી પછી જીએસટી કેન્દ્ર સરકાર ઘ્વારા લેવામાં આવેલો બીજો સુધી મોટો નિર્ણય હતો. ભારત જેવા જટિલ દેશમાં જીએસટી ટેક્સ સિસ્ટમને એક કરવાનું કામ કર્યું.

English summary
GST Collection For July Is 96483 Crore
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X