
મોંઘા થયા મોબાઈલ ફોન, જીએસટી 12થી વધીને 18 ટકા કરવામાં આવ્યુ
જીએસટી કાઉન્સિલે મોબાઈલ ફોન પર ટેક્સ વધારીને 18 ટકા કરી દીધો છે. અત્યાર સુધી મોબાઈલ ફોન પર 2 ટકા જીએસટી લાગે છે જેને હવે વધારીને 18 ટકા કરી દીધો છે. શનિવારે થયેલી જીએસટી કાઉન્સિલની બેઠકમાં આ નિર્ણય થયો છે. બેઠક બાદ નાણામંત્રી નિર્મલા સીતારમણે આની માહિતી આપી છે. બેઠકમાં બીજા પણ ઘણા મહત્વના નિર્ણય લેવામાં આવ્યા છે.
સીતારમણે કહ્યુ છે કે મોબાઈલ પર લાગતા જીએસટીને 18 ટકા કરવામાં આવ્યો છે. વળી હેન્ડમેડ અને મશીનથી બનાવવામાં આવેલ માચિશ પર લાગતા જીએસટીને 12 ટકા કરવામાં આવ્યો છે. નાણામંત્રીએ જણાવ્યુ છે કે નાણાંકીય વર્ષ 2018-19 માટે વાર્ષિક રિટર્ન દાખલ કરવા અને વિવરણના સમાધાન માટે નિયત તારીખ 30 જૂન 2020 સુધી વધારી દેવામાં આવી છે.
જીએસટી કાઉન્સિલની શનિવારે 39મી બેઠક થઈ જેમાં કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણ સહિત ઘણા રાજ્યોના નાણામંત્રી અને વરિષ્ઠ અધિકારી શામેલ થયા. તમને જણાવી દઈએ કે જીએસટી વધવાથી મોબાઈલ મોંઘા થશે. આ પહેલેથી જ માહિતી સામે આવી રહી હતી. જેને જોતા ઑલ ઈન્ડિયા મોબાઈલ રિટેલર એસોસિએશન(એઆઈએમઆરએ)એ પ્રધાનમેંત્રી અને નાણામંત્રીને પત્ર લખીને મોબાઈલ ફોન પર જીએસટી ન વધારવાની માંગ પણ કરી હતી. જો કે આ માંગ માનવામાં આવી નહિ.
આ પણ વાંચોઃ પીએમ મોદીએ કોરોના માટે શેર કરી આરોગ્ય મંત્રાલયની ગાઈડલાઈન, જણાવ્યા બચવાના ઉપાય