For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

GST ઇફેક્ટ: LPG સિલિન્ડર પર હવે 32 રૂપિયા વધુ આપવા પડશે

જીએસટી લાગુ થયા પછી એલપીજીના ભાવ વધ્યા. હવે તમારે એલપીજી પર આપવા પડશે 32 રૂપિયા વધુ. જાણો આ અંગે જાણો અહીં.

|
Google Oneindia Gujarati News

આમ તો નાણાં પ્રધાન અરુણ જેટલી જોર શોરથી પ્રચાર કરી રહ્યા છે કે જીએસટી આવવાથી લોકોના ખિસ્સા પર લોડ નહીં પડે. પણ જીએસટી લાગુ થવાથી દૈનિક વસ્તુઓ પર અસર અનુભવાઇ રહી છએ. એક તરફ જ્યાં એટીએમથી પૈસા નીકાળવા મોંધા થઇ ગયા છે ત્યાં જ બીજી તરફ મહિલાઓની રસોઇ પર પણ જીએસટીની અસર દેખાવા લાગી છે. અહીં વાત થઇ રહી છે એલપીજી સિલેન્ડરની. વસ્તુ અને સેવા કર જીએસટી લાગુ થવાથી હવે લોકોને ધરેલુ એલપીજી સિલિન્ડર પર 32 રૂપિયા વધુ આપવા પડશે. કારણ કે સરકારે ગેસની સબસીડી ઓછી કરી દીધી છે. આ સિવાય એલપીજી યુઝર્સને ઇંસ્ટાલેશન અને એડમિનિસ્ટ્રેશન ખર્ચો પણ આપવો પડશે. આ ચાર્જ એટલા માટે લગાવવામાં આવી રહ્યો છે કારણ કે નવા કનેક્શનનું નોંધણી યોગ્ય રીતે થઇ શકે.

lpg

જીએસટી હેઠળ હજી પેટ્રોલને નથી રાખવામાં આવી પણ કેન્દ્ર સરકારની તરફથી એલપીજીને જીએસટી ક્ષેત્ર હેઠળ રાખવામાં આવ્યો છે અને જમ્મુ કાશ્મીર છોડી સમગ્ર ભારતમાં તેને પ્રભાવી રૂપે લાગુ કરવામાં આવ્યો છે. ઉલ્લેખનીય છે રે પહેલા અનેક રાજ્યો એલપીજી પર સીમા ફી અને ઉત્પાદ ફી નહતા લેતા. ખાલી કેટલાક રાજ્યોમાં જ સિલેન્ડર પર 2-4 ટકા ટેક્સ લાગતો હતો. પણ જીએસટી લાગુ થવાથી આ રાજ્યોમાં પ્રતિ સિલિન્ડર એલપીજીની કિંમતમાં 12 થી 15 રૂપિયા વધી ગઇ છે. પણ જીએસટીની સકારાત્મક જોઇએ તો કોમર્શ્યિલ એલપીજીને 18 ટકાના સ્લેબમાં રાખવામાં આવ્યો છે. જે મુજબ વાણિજ્ય એલપીજી સિલેન્ડરની દિલ્હીમાં કિંમત 1,121 રૂના બદલે હવે 1,052 રૂપિયા થઇ ગયા છે. આમ સરકારે વેપારીઓને ખુશ કરી દીધા પણ ગૃહિણીઓને જીએસટી પછી નાખુશ કરી છે.

English summary
Households will have to shell out up to Rs 32 more for each cooking gas (LPG) cylinder from this month due to the twin impact of GST and a reduction in subsidy.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X