For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

GST મુદ્દો : કેન્દ્ર સરકાર રાજ્યોને વળતર પેટે આપશે 34000 કરોડ

|
Google Oneindia Gujarati News

નવી દિલ્હી, 2 ઓક્ટોબર : વડાપ્રધાન નરેન્દ્ર મોદીની આગેવાનીમાં કેન્દ્ર સરકાર આક્રમક રીતે આર્થિક નીતિઓનું અમલીકરણ કરી રહી છે. જેના કારણે અર્થતંત્ર ઝડપથી પાટા પર લાવી રહ્યા છે. આ દિશામાં છેલ્લા ઘણા વર્ષથી અટવાયેલા ગુડ્સ એન્ડ સ્ર્વિસ ટેક્સ (જીએસટી - GST)ના અમલીકરણના રસ્તામાં આવતી તમામ બાધાઓ એક પછી એક દૂર કરીને આગામી થોડા મહિનામાં તેના અમલ પર કામ કરવાનું શરૂ કરી દીધું છે.

જીએસટીના અમલની બાધાઓ દૂર કરવા માટે નરેન્દ્ર મોદી સરકારે કેવી કામગીરી હાથ ધરી છે તે જાણવા માટે આગળ ક્લિક કરો...

મુસદ્દો તૈયાર

મુસદ્દો તૈયાર


જીએસટીના અમલ માટે જરૂરી બંધારણીય સુધારાનો મુસદ્દો તૈયાર કર્યો. જીએસટીના બંધારણીય સુધારણા અંગેનો ખરડો સંસદના શિયાળુ સત્રમાં રજૂ કરાશે. કેન્દ્રીય અને ઇન્ટિગ્રેટેડ જીએસટી બંને માટે અલગ અલગ કાયદાનું કામ ચાલી રહ્યું છે. પ્રધાનોના સત્તાધારી જૂથે કાયદો બનાવવા આંતરિક સમિતિ બનાવી છે.

વેચાણવેરો નહીં ઘટે, રાજ્યોને વળતર ચૂકવાશે

વેચાણવેરો નહીં ઘટે, રાજ્યોને વળતર ચૂકવાશે


બધા જ રાજ્યોમાં જીએસટીનો અમલ કરાવવા માટે કેન્દ્ર સરકાર કેન્દ્રીય વેચાણવેરામાં ઘટાડાને બદલે રાજ્યોને બાકી વળતર ચૂકવવાની સ્થિતિમાં હશે. આ રકમ આપીને રાજ્યોને જીએસટી સ્વીકારવા મનાવી શકાશે. નવા ટેક્સનો અમલ પહેલી એપ્રિલ 2016થી થવાની શક્યતા છે.

દેશનો જીડીપી સુધરશે

દેશનો જીડીપી સુધરશે


નાણામંત્રાલયે 30 સપ્ટેમ્બરે સમીક્ષા બેઠક કરી હતી. જીએસટીના એમેન્ડમેન્ટ અંગેનો મુસદ્દો નાણાપ્રધાન અરુણ જેટલીની મંજૂરી માટે આવતા સપ્તાહે સુપરત કરાશે. એક અંદાજ પ્રમાણે માત્ર જીએસટીના અમલીકરણથી દેશના જીડીપીમાં એકથી બે ટકાનો વધારો થવાની શક્યતા છે.

રાજ્યોને વળતર પેટે 34,000 કરોડ ચૂકવાશે

રાજ્યોને વળતર પેટે 34,000 કરોડ ચૂકવાશે


કેન્દ્રીય નાણામંત્રાલય રાજ્યોને બાકી વળતર આપવા ઉપરાંત, જીએસટીના અમલીકરણ માટે મનાવવા અને તેમની ચિંતાઓ ઉકેલવા પ્રયાસ કરી રહ્યું છે. મંત્રાલય કેન્દ્રીય વેચાણવેરામાં ઘટાડાને બદલે રાજ્યોને વળતર પેટે રૂપિયા 34,000 કરોડ છૂટા કરવાનો પ્રસ્તાવ કરી રહ્યું છે.

English summary
GST Issue : Center Government to pay 34,000 crore as compensation to state governments.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X