For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ગુજરાતના 1,39,139 કરોડના પુરાંતવાળા બજેટની ખાસીયતો

|
Google Oneindia Gujarati News

ગાંધીનગર, 24 ફેબ્રુઆરી : આજે કેન્દ્રીય બજેટ પહેલા ગુજરાત રાજ્યનું વર્ષ 2015 માટેનું અંદાજપત્ર રજૂ કરાયું. નાણાં મંત્રી સૌરભભાઇ પટેલે રાજ્યનું વર્ષ 2015-16 માટેનું અંદાજપત્ર વિધાનસભામાં રજૂ કર્યું. નાણા મંત્રી વિધાનસભામાં લગભગ એક વાગ્યે પોતાનું બજેટ ભાષણની શરૂઆત કરી હતી. અત્રે નોંધનીય છે કે નાણાં મંત્રી બન્યા બાદ આ સૌરભભાઇ પટેલનું આ બીજું બજેટ હતું.

budget
ગુજરાત વિધાનસભામાં બજેટ સત્રનો પ્રારંભ થઇ ચૂક્યો છે જેનો આજે બીજો દિવસ છે. વિધાનસભામાં પ્રશ્નોત્તરી બાદ નાણામંત્રીએ 2015-2016ના વર્ષ માટેનું રાજ્યનું બજેટ રજુ કર્યું. વિશ્લેષકોનું માનવું છે કે આ બજેટ પુરાંતવાળું બજેટ છે જ્યારે વિપક્ષીદળોએ આ બજેટને ગુજરાતના વિકાસને રૂંધનારું બજેટ ગણાવ્યું હતું.

અત્રે નોંધનીય છે કે ગયા વર્ષના બજેટનું કદ તેના પાછલા બજેટની સરખામણીએ 17 ટકા વધારો કરવામાં આવ્યો હતો, આ વધારો કરીને રૂ. 1,33,465 કરોડનું બજેટ રજૂ કરવામાં આવ્યું હતું. 1,39,139 કરોડનું બજેટ રજૂ કરવામાં આવ્યું છે.

આવો એક નજર કરીએ ગુજરાતના 1,39,139 કરોડના બજેટ પર...

કરવેરામાં રાહતો
ગર્ભે નિરોધક ગોળીઓ પર સંપૂર્ણ વેરા માફી
ઈમિટેશન જ્વલેરી પર વેરો 5 ટકાથી ઘટાડીને 1 ટકા કરાયો
ઈસબગુલ પર સંપૂર્ણ વેરામાફી
અમદાવાદ અને વડોદરા સિવાયના એવિએશન ટર્બાઈન ફ્લૂએલ પરની ડ્યુટી ઘટાડાઈ

શિક્ષણ માટેની યોજના
ઉચ્ચ અને ટેકનિકલ શિક્ષણ માટે રૂ.1550.50 કરોડની યોજના
સૌરાષ્ટ્રમાં નવી કોલેજ બનાવવા રૂ.55 કરોડની યોજના
વિવિધ યુનિ.માં નવીનીકરણ, ઈન્ફ્રા. માટે રૂ.100 કરોડ
જૂની કોલેજોમાં બાંધકામ નવીનીકરણ માટે રૂ.20 કરોડ
માધ્યમિક અને ઉ.માધ્યમિક શિક્ષણ માટે 1122.94 કરોડ
ગર્લ્સ હોસ્ટેલના બાંધકામ માટે 521.07 કરોડની જોગવાઈ
વિદ્યાલક્ષ્મી બોન્ડ, વિદ્યાદીપ વીમાયોજના માટે 306.50 કરોડ
પછાત વિદ્યાર્થીઓનાં પુસ્તક માટે રૂ.35 કરોડનું આયોજન
12 સરકારી એન્જિ. કોલેજના બાંધકામ માટે 20.44 કરોડ
મોરબીમાં નવી એન્જિનિયરિંગ કોલેજનું આયોજન કરાયું
ટેક. શિક્ષણનો વ્યાપ વધારવા રૂ.74.22 કરોડની યોજના
IIIT રામ મણિનગર માટે રૂ.10 કરોડની જોગવાઈ

પોલીસ અને સુરક્ષા વિભાગ માટેની યોજના

પોલીસ સુરક્ષા-હથિયાર માટે 26.25 કરોડની જોગવાઈ
નવા પોલીસ વાહનો ખરીદવા માટે 50 કરોડનું આયોજન
પોલીસફોર્સ અને FSL આધુનિકીકરણ માટે 140 કરોડ
પોલીસ ખાતાના રહેણાક-બિનરહેણાક મકાન માટે 241.80 કરોડ
પોલીસ સંદેશા વ્યવહાર સુદૃઢ કરવા માટે 85 કરોડ
જેલોના આધુનિકીકરણ, બાંધકામ CCTV માટે 35.45 કરોડ

સ્વાસ્થ્ય માટેની યોજના
આરોગ્ય-પરિવાર કલ્યાણ માટે 7821.63 કરોડની જોગવાઈ
CM અમૃતમ યોજના, મા વાત્સલ્ય યોજના માટે 120 કરોડ
અંતરિયાળ ગામોમાં આરોગ્યસેવાને વિસ્તારવામાં આવશે
1035 નવાં પેટાં આરોગ્ય કેન્દ્ર, 130 પ્રા. આરોગ્ય કેન્દ્ર બનશે
32 સામૂહિક આરોગ્ય કેન્દ્ર સ્થાપવાની પણ યોજના
આરોગ્ય સેવાના વિસ્તરણ માટે રૂ.38.19 કરોડની જોગવાઈ
જન્મ-મરણ નોંધણીનો વ્યાપ વધારવા રૂ.4 કરોડની જોગવાઈ
110 નવી 108 એમ્બુલન્સ માટે રૂ.16.50 કરોડની જોગવાઈ
વિવિધ હોસ્પિટલોના આધુનિકીકરણ માટે રૂ.231.70 કરોડ
રાજ્યની 10 હોસ્પિટલમાં હેમોડાયાલિસીસ યુનિટની જોગવાઈ
હેમોડાયાલિસીસ યુનિટની માળખાગત સુવિધા માટે 1.50 કરોડ
દાહોદમાં જનરલ હોસ્પિટલ બનાવવા 2.50 કરોડની યોજના
મોડાસામાં સરકારી હોસ્પિટલ બનાવવા રૂ.2 કરોડ
જિલ્લાકક્ષાની હોસ્પિટલ અપગ્રેડ કરવા માટે 2 કરોડની જોગવાઈ

પંચાયત,ગ્રામ ગૃહ નિર્માણ અને ગ્રામ વિકાસ માટેની યોજના

સરદાર આવાસ યોજના માટે રૂ. 616.25 કરોડ
બીપીએલ કુંટુંબોને આવાસ સહાય માટે ઇન્દિરા આવાસ યોજના હેઠળ રૂ. 254.76 કરોડ
સાગરલક્ષ્મી પ્રોજેક્ટ રૂ. 9.20 કરોડ

ઈન્ફ્રાસ્ટ્રક્ચર માટેની યોજના
રસ્તા પહોળા કરવા સરકારની રૂ. 850 કરોડની ફાળવણી
46 માર્ગના અપગ્રેડેશન માટે 60 કરોડની જોગવાઈ
સુરતમાં અંડર ગ્રાઉન્ડ કેબલિંગ માટે 25 કરોડની યોજના
ઈન્સ્ટિટ્યૂટ ઓફ કેમિકલ સેફ્ટી બનાવવાનું આયોજન
કામદારોને સુરક્ષાસંબંધી તાલીમથી સુસજ્જ કરવા આયોજન
ઈન્સ્ટિટ્યૂટ ઓફ કેમિકલ સેફ્ટી માટે રૂ.2 કરોડની યોજના
નર્મદા યોજના માટે 926.29 કરોડ
સ્ટેચ્યૂ ઓફ યુનિટી માટે 915 કરોડ
સરદાર સરોવર 216 કરોડ
એક્સપ્રેસ હાઈવે, ટ્રાફિક નિયંત્રણ સુદૃઢ કરવા 6 કરોડની યોજના

અન્ન અને નાગરિક પુરવઠા માટેની યોજના
અન્ન, નાગરિક પુરવઠા, ગ્રાહક સુરક્ષા માટે રૂ.362 કરોડની યોજના
BPL, અંત્યોદય યોજનામાં અન્ન પૂરું પાડવા 216.24 કરોડ
અનાજ સંગ્રહ ક્ષમતા વધારવા ગોડાઉન બનાવવાનું આયોજન
અનાજ સંગ્રહના નવા ગોડાઉન બનાવવા 104.68 કરોડ
અનાજની ડોર સ્ટેપ જોગવાઈ માટે 60.58 કરોડની યોજના

કાયદા અને વ્યવસ્થા માટેની યોજના
કાયદો અને વ્યવસ્થાના ક્ષેત્ર માટે 4305.91 કરોડની યોજના
પોલીસફોર્સ અને FSL આધુનિકીકરણ માટે 140 કરોડ
પોલીસ ખાતાના રહેણાક-બિનરહેણાક મકાન માટે 241.80 કરોડ
પોલીસ સંદેશા વ્યવહાર સુદૃઢ કરવા માટે 85 કરોડ
પોલીસ સુરક્ષા-હથિયાર માટે પણ યોજના હાથ ધરાઈ, તેના માટે 26.25 કરોડની ફાળવણી

કૃષિ અને સહકાર વિભાગ માટેની યોજના

કૃષિ અને સહકાર વિભાગ માટે કુલ 4878.20 કરોડ
રાષ્ટ્રીય કૃષિ વિકાર યોજના હેઠળ 601 કરોડ
નવી ઓર્ગેનિક ફાર્મિગ પોલિસી અમલમાં મુકવા 10 કરોડ
ખેડૂતોને નવા ટ્રેક્ટર માટે સહાય માટે 120 કરોડ
સિંચાઈ માટે 13937 કરોડની જોગવાઈ
કૃષિ સંશોધન અને શિક્ષણ હેઠળ કૃષિ યુનિવર્સિટી માટે 346.59 કરોડ
ખેતીની જમીનમાં જળ સંરક્ષણની કામગીરી માટે 254.68 કરોડ

આદિજાતી વિકાસ માટેની યોજના
આદિજાતી વિકાસ માટે કુલ 9690.53 કરોડનું આયોજન઼
પ્રિ મેટ્રિક સ્કોલરશીપ માટે કુલ 178.75 કરોડ
આશ્રમશાળા માટે વિદ્યાર્થીદીઠ 1500 રૂપિયાની સહાય, કુલ જોગવાઈ 36.30 કરોડ

ધોરણ પાંચ સુધી કન્યાઓને 500 રૂપિયા અને તે પછી 750 રૂપિયાની સ્કોલરશીપ
ધોરણ આઠ સુધી કુંમારોને 500 રૂપિયા અને તે પછી 750 રૂપિયાની સ્કોલરશીપ

આરોગ્ય માટેની યોજના
આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ માટે કુલ 7821.63 કરોડ
મુખ્યમંત્રી અમૃતમ યોજના અને મા વાત્સલ્ય યોજના પેટે 120 કરોડ
અંતરિયાળ ગામો સુધી આરોગ્ય કેન્દ્રોનો વ્યાપ વધારવા નવા 1035 પેટા આરોગ્ય કેન્દ્ર,
130 પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો અને 32 સામૂહિક આરોગ્ય કેન્દ્રો શરૂ કરવાના આયોજન માટે 38.19 કરોડ

પાણી પુરવઠા માટેની યોજના
વન અને પર્યાવરણ માટે પ્લાન અને નોન-પ્લાન હેઠલ કુલ જોગવાઈ રૂ. 1126 કરોડ
ગ્રામ્ય પીવાના પાણી વિકાસ પ્રોજેક્ટ માટે રૂ. 532 કરોડ
વનબંધુ કલ્યાણ યોજના માટે રૂ. 445 કરોડ
હોસ્ટેલમાં રહેતા વિદ્યાર્થીઓને ગરમ પાણીની સગવડ માટે રૂ. 5 કરોડ

શહેરી વિકાસ માટેની યોજના
શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ વિભાગ માટે પ્લાન અને નોન-પ્લાન હેઠળ રૂ. 10269.74 કરોડ
સ્વર્ણિમ જયંતી મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના માટે રૂ. 3069.79 કરોડ
શહેરી ગરીબોને વાજબી કિંમતે ઘર આપવા મુખ્યમંત્રી ગૃહ યોજાના માટે રૂ. 1100 કરોડ
આગામી વર્ષમાં અંદાજે બે લાખ નવા મકાનોનું આયોજન
ગુજરાત સ્ટેટ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટી માટે 64.58 કરોડ
નેશનલ સાયક્લોન રિસ્ક મેનેજમેન્ટ પ્રોજેક્ટ માટે રૂ. 60 કરોડ
ટ્રાફિક સમસ્યા હલ કરવા 1500 વધારાની જગ્યા ભરવા માટે રૂ. 21.84 કરોડની જોગવાઇ
સ્લમ રિહેબીલિટેશનની પીપીપી યોજના અંતર્ગત અંદાજે 50 હજાર આવાસોનું આયોજન
સ્માર્ટ સિટી માટે અર્બન ડેવલપમેન્ટ મિશન માટે રૂ. 575 કરોડ

English summary
Gujarat Budget 2015: budget in brief.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X