For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

SC-ST ઉદ્યોગકારો માટે ખુશખબરઃ સુક્ષ્મ, લઘુ અને મધ્યમ કક્ષાના ઉદ્યોગમાં 50 લાખ સુધીની સહાય

અનુસૂચિત જાતિ અને જનજાતિના સુક્ષ્મ, લઘુ અને મધ્યમ કક્ષાના (MSME) ઉદ્યોગકારોને વિવિધ યોજના હેઠળ સહાય આપીને આર્થિક રીતે વધુ પગભર બનાવવા રાજ્ય સરકાર કટિબદ્ધ છે.

|
Google Oneindia Gujarati News

અનુસૂચિત જાતિ અને જનજાતિના સુક્ષ્મ, લઘુ અને મધ્યમ કક્ષાના (MSME) ઉદ્યોગકારોને વિવિધ યોજના હેઠળ સહાય આપીને આર્થિક રીતે વધુ પગભર બનાવવા રાજ્ય સરકાર કટિબદ્ધ છે. ઔદ્યોગિક નીતિ અંતર્ગત રાજ્યના અનુસૂચિત જાતિ અને જનજાતિના સુક્ષ્મ, લઘુ અને મધ્યમ કક્ષાના ઉદ્યોગકારો માટે ડૉ.બાબા સાહેબ આંબેડકર ઉદ્યોગ ઉદય યોજના જાહેર કરવામાં આવી છે. જેમાં MSME કક્ષાના ઉદ્યોગકારો વિવિધ યોજના હેઠળ સહાય આપવામાં આવે છે.

રીઝર્વ બેંક દ્વારા માન્ય બેંકો આપશે ધિરાણ

રીઝર્વ બેંક દ્વારા માન્ય બેંકો આપશે ધિરાણ

રીઝર્વ બેંક દ્વારા માન્ય નાણાકીય સંસ્થા કે બેન્ક પાસેથી ધિરાણ મેળવ્યુ હોય તેવા ઉત્પાદન કરતાં સુક્ષ્મ, લઘુ અને મધ્યમકક્ષાના એકમોને કેપિટલ સહાય યોજના હેઠળ રોકડ સહાય મળવા પાત્ર થાય છે. જેમાં મહાનગરપાલિકા વિસ્તાર માટે પ્લાન્ટ અને મશિનરીમાં ૫૦ લાખથી ૧૦ કરોડ સુધીનું મુડી રોકાણ ધરાવતા એકમોને ૧૦ ટકાથી ૨૦ ટકાના ધોરણે મહત્તમ ૨૫ લાખ તેમજ મહાનગરપાલિકા સિવાયના વિસ્તાર માટે ૧૫ થી ૨૫ ટકાના ધોરણે મહત્તમ ૩૫ લાખની રોકડ સહાય, વ્યાજ સહાય યોજના અંતર્ગત મેન્યુફેકચરીંગ એકમોને મહાનગરપાલિકા વિસ્તાર માટે વ્યાજ સહાય છ ટકા લેખે પ્રતિવર્ષ પાંચ વર્ષ સુધી ૨૫ લાખ, યુવા ઉદ્યોગકારોને પ્રોત્સાહિત કરવા વધારાની એક ટકા લેખે મહત્તમ ૭ ટકા વ્યાજ સહાય જ્યારે મહાનગરપાલિકા વિસ્તાર સિવાયના વિસ્તાર માટે વ્યાજ સહાય આઠ ટકા લેખે પ્રતિ વર્ષ પાંચ વર્ષ સુધી ૩૦ લાખ અને યુવા ઉદ્યોગકારોને પ્રોત્સાહિત કરવા વધારાની એક ટકા લેખે મહત્તમ ૯ ટકા વ્યાજ સહાય આપવામાં આવે છે. આ ઉપરાંત સર્વિસ MSME એકમોને છ ટકા વ્યાજ સહાય પ્રતિવર્ષ પાંચ વર્ષ સુધી ૨૫ લાખ સુધીની મર્યાદામાં ઉદ્યોગ સાહસિકોને રાહત અને સહાય રાજ્ય સરકાર દ્વારા આપવામાં આવે છે.

આઇટી ઉદ્યોગોમાં 5 લાખ સુધીની સહાય

આઇટી ઉદ્યોગોમાં 5 લાખ સુધીની સહાય

એન્ટરપ્રાઇઝ સીસોર્સ પ્લાનિંગ સિસ્ટમ હેઠળ પ્લાન્ટ અને મશિનરીમાં ૫૦ લાખથી ૧૦ કરોડ સુધીનું મૂડી રોકાણ ધરાવતા એકમોને ઇ.આર.પી. સિસ્ટમ ઇન્સ્ટોલેશન કરવા કરેલ ખર્ચના ૫૦ ટકાથી ૭૫ ટકા લેખે મહત્તમ ૧ લાખની સહાય તેમજ ઇફર્મેશન એન્ડ કમ્યુનિકેશન ટેકનોલોજી હેઠળ પ્લાન્ટ માટે કરેલ ખર્ચના ૫૦ ટકાથી ૭૫ ટકા લેખે મહત્તમ ૫ લાખની સહાય આપવામાં આવે છે.

MSME ઉદ્યોગોમાં માળખાકીય સુવિધા માટે સહાય

MSME ઉદ્યોગોમાં માળખાકીય સુવિધા માટે સહાય

ટેકનોલોજી એક્વીઝેશન માટે પ્લાન્ટ અને મશીનરીમાં મહત્તમ ૫૦ લાખની સહાય ઉપરાંત SME એકમોને SME એક્સચેન્જ મારફત કેપીટલ વધારવા ૨૦ થી ૩૦ ટકા લેખે ૫ લાખની મર્યાદામાં સહાય કરવામાં આવે છે. આ ઉપરાંત ઇન્ફ્રાસ્ટ્રક્ચર માટે GIDC અને ઇન્ડસ્ટ્રીયલ સિવાયનાં વિસ્તારોમાં પાણી, ગેસ અને એપ્રોચ રોડ, બનાવવા માટે કરેલ ખર્ચના ૭૫ ટકા લેખે મહત્તમ રૂા.૧૫ લાખ, માઇક્રો અને સ્મોલ એકમોને GIDC માં ડેવલપ કરેલ પ્લોટ ઉપર તેમજ મલ્ટીસ્ટોરેડ રોડ ઉપર એલોટમેન્ટ કિંમત ઉપર ૭૦ ટકા સહાય આપવામાં આવે છે. ઉપરાંત MSE માટે પ્રાઇવેટ ડેવલપર દ્વારા બનાવવામાં આવેલ પ્લોટ ઉપર પ્રાઇવેટ ડેવલપરને જમીન, બિલ્ડીંગ અને અન્ય માળખાગત સુવિધા ઉભી કરવા માટે કરેલ ખર્ચના ૭૦ ટકાની સહાય કરવામાં આવે છે.

માર્કેટ ડેવલપમેન્ટ માટે ખાસ સહાય મળશે

માર્કેટ ડેવલપમેન્ટ માટે ખાસ સહાય મળશે

માર્કેટ ડેવલપમેન્ટ માટે રાષ્ટ્રીય તેમજ આંતરરાષ્ટ્રીય તેમજ રાજ્યમાં એક્ઝિબિશન- ટ્રેડ ફેરમાં ભાગ લીધો હોય તેવા મેન્યુફેક્ચરીંગ MSME એકમોને ખર્ચના ૭૦ ટકા લેખે યોજનાના સમયગાળા દરમિયાન ૫ વાર મહત્તમ ૪ લાખ સહાય મળવાપાત્ર છે.

English summary
Gujarat government gave grants benifit to SC ST enterpreneures in MSME business
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X