For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

H1-B વીઝા અને ટ્રંપની જીદ્દ, ખાઇ જશે ભારતીયોની નોકરી?

ભારતીય ઇન્ફોર્મેશન ટેક્નોલોજી કંપનીઓ આવનારા સમયમાં લેવા પડી શકે છે આ નિર્ણયો, વિગતવાર વાંચો અહીં.

|
Google Oneindia Gujarati News

અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રંપે "બાય અમેરિકન, હાયર અમેરિકન" અભિયાન શરૂ કર્યું છે. જે હેઠળ H1-B વીઝાના નિયમને પણ કડક કરવામાં આવ્યા છે. ભારતીય ઇન્ફોર્મેશન ટેક્નોલોજી કંપનીઓ આના કારણે બેવડું નુક્શાન થઇ રહ્યું છે. જેના કારણે સંભાવના છે કે સ્વદેશના કેટલાક કર્મચારીઓને નોકરીએથી નીકાળવાનો વારો આવે. નોંધનીય છે કે રૂપિયા દિવસે ને દિવસે મજબૂત થઇ રહ્યો છે. જેણે કંપનીઓની મુશ્કેલી વધારી છે. રૂપિયાની મજબૂતીના કારણે ઔદ્યોગિક સંગઠન એસોચેમના એક પેપરમાં કહેવામાં આવ્યું કે કોમ્પ્યુટર જગતના 86 ટકા H1-B વીઝા ભારતીયો માટે જાહેર કરવામાં આવે છે. જે હવે 60 ટકા કે તેનાથી પણ ઓછું થઇ શકે છે. ત્યારે આ અંગે વધુ જાણો અહીં...

સ્વદેશ મોકલવામાં આવતા નાણાં

સ્વદેશ મોકલવામાં આવતા નાણાં

વધુમાં અમેરિકન ભારતીયો દ્વારા કમાયેલા રૂપિયા સ્વદેશ મોકલવામાં પણ ઘટાડો જોવા મળ્યો છે. વિશ્વ બેંકના આંકડા મુજબ વર્ષ 2015માં નોકરીથી થતી આવક ભારત મોકલવાના મામલે અમેરિકા બીજા નંબરે હતું. અને પહેલા નંબરે સાઉદી અરબ હતું. જ્યાંથી ભારતીયા સર્વાધિક નાણાં કમાઇ સ્વદેશ મોકલતા હતા. જે હવે ઓછી થઇ ગઇ છે.

રૂપિયાની કિંમત વધી

રૂપિયાની કિંમત વધી

રૂપિયાની કિંમત વધતા ઇન્ફોર્મેશન ટેક્નોલોજી કંપનીઓ કામ કરતા કર્મચારીઓને નીકાળવામાં આવશે. તેવામાં ભારતીય લોકોની નોકરી જવાની સંભાવના વધી જાય છે. નોંધનીય છે કે પહેલા જ આઇટી ક્ષેત્રના કર્મચારીઓ તેમને આપવામાં આવતા પગારથી ખુશ નથી. તેવામાં ફરી રિસેશન જેવી સ્થિતિ બની શકે છે.

ડોલર સામે રૂપિયો

ડોલર સામે રૂપિયો

ગત 3 મહિનામાં ભારતીય ચલણ ડોલરની સામે 5 ટકાની મજબૂતાઇ બતાવી છે. જો કે આના કારણે નિર્યાત સંબંધિત અન્ય ક્ષેત્રો સાથે સોફ્ટવેર નિર્યાત કરતી કંપનીઓના રાજસ્વ પર અસર પડી છે. બ્રિટન પહેલા આ મામલે તેના નિયમો કડક કરી ચૂકી છે. વધુમાં ટ્રંપ દ્વારા અમેરિકામાં પણ વીઝાના કડક નિયમો લાગુ કરવામાં આવશે તો ભારતીય આઉટસોર્સિંગ ઉદ્યોગને આનાથી નિશ્ચિતપણે નુક્શાન થશે.

વધુ વાંચો

વધુ વાંચો

તમે નોકરી કરો છો? જેમાં તમને દર મહિને સેલરી સ્લીપ પણ મળે છે. તો આ સ્ટેપ બાય સ્ટેપ રીતે સમજો સેલરી સ્લીપ અંગે આ તમામ મહત્વની વાતો.

Read also:સેલરી સ્લીપ સાથે જોડાયેલી 12 વાતો

English summary
H1B visa and Trump can create problem for Indians. Read here why?
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X