નાણા રોકવા છે? શેર્સમાં રોકાણ કરો, બજેટ પૂર્વની તેજીનો લાભ ઉઠાવો
છેલ્લા એક મહિનામાં 28,800માં પોઇન્સ સુધી પહોંચેલા સેન્સેક્સમાં 1500 પોઇન્ટનું કરેક્શન જોવા મળ્યું હતું. ત્યાર બાદ સેન્સેક્સ 27,350 પોઇન્ટ પર પહોંચી ચૂક્યું છે. માર્કેટ એનાલિસ્ટોનું કહેવું છે કે શેરમાર્કેટમાં રોકાણ કરવાનો આ શ્રેષ્ઠ સમય છે. કારણ કે આવનારા બે મહિનામાં સ્ટોક માર્કેટમાં પ્રિબજેટ રેલી એટલે તે બજેટ પહેલાની તેજી જોવા મળી શકે છે.

પ્રિ બજાટ રેલી અને વ્યાદ દર ઘટાડાનો લાભ
આ ઉપરાંત શેર મર્કેટમાં રોકાણ કરવાનું એક અન્ય કારણ પણ છે. આગામી સમયમાં રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા વ્યાજના દરોમાં કાપ મૂકી શકે છે. આ અંગે રિઝર્વ બેંકે સંકેતો પણ આપ્યા છે. જેના આધારે માર્કેટ એનાલિસ્ટોનું માનવું છે કે આગામી ત્રણ મહિનામાં ગમે ત્યારે ઇન્ટરેસ્ટ રેટ કટ થઇ શકે છે.

ફુગાવો અસર કરશે
વ્યાજના દરોમાં ઘટાડાનો અર્થ એ થાય છે કે ડિસેમ્બરમાં જે રીતે ફુગાવો રહ્યો છે તેને જોતા ફેબ્રુઆરીમાં વ્યાજદરમાં ઘટાડો કરવામાં આવશે. તેના કારણે માર્કેટમાં આગામી સમયમાં તેજી જોવા મળી શકે છે.

યુએસ ફેડ રિઝર્વ પોઝિટિવ રહેશે
આ ઉપરાંત આવનારા થોડા મહિનાઓ સુધી યુએસ ફેડ રિઝર્વ દ્વારા પણ વ્યાજદરમાં કોઇ ફેરફાર કરવામાં આવશે નહીં. જેના કારણે અમેરિકાના માર્કેટમાં વ્યાજદર વધારાના સમાચારથી અવળી અસર હાડ પુરતી ટળી ગઇ છે.

બજેટ 2015 સારું રહેવાના આશાએ તેજી
હવે માર્કેટમાં તેજી જોવા મળશે એનું એક કારણ એ પણ છે કે આગામી સમયમાં રજૂ થનારું બજેટ માર્કેટ ફ્રેન્ડલી હશે એવી ધારણા બાંધવામાં આવી રહી છે. કારણ કે આ બજેટમાં સરકાર પોતાને સુધારાવાળી સરકાર તરીકે પ્રસ્થાપિત કરવામાં કોઇ કસર છોડશે નહીં.

કયા સેક્ટર પર દાવ લગાવી શકાય?
શેરમાર્કેટમાં રોકાણ કરવાથી ફાયદો છે એ વાત પાક્કી છે. પણ કયા સેક્ટરમાં રોકાણ કરવાથી વધારે ફાયદો થશે એ જાણવું પણ મહત્વનું છે. માર્કેટ એક્સપર્ટ્સના જણાવ્યા અનુસાર પબ્લિક સેક્ટરની બેંકોમાં રોકાણ કરવાનો અભિપ્રાય આપી રહ્યા છે. આ ઉપરાંત ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને આઇટી સેક્ટરમાં પણ લાભ મળી શકે એમ છે.