એચડીએફસી બેંકે 0.20 ટકા વ્યાજદર વધાર્યું
એચડીએફસી બેંક ઘ્વારા બેઝ રેટમાં વધારો કરવામાં આવ્યો છે. બેંક ઘ્વારા બેઝ રેટ 0.20 ટકા વધારીને 9.15 ટકા કરી દેવામાં આવ્યું છે, જેને કારણે જૂની બધી જ લોન મોંઘી થઇ જશે. બધી જ બેંક એમસીએલઆર પર લોન આપે છે. ત્યારપછી એચડીએફસી બેંક ઘ્વારા બેઝ રેટમાં આપવામાં આવેલી હોમ લોન, કાર લોન અને બીજી અલગ અલગ પ્રકારની લોન મોંઘી થઇ જશે. બેંક ઘ્વારા આ પહેલા પણ એમસીએલઆર રેટમાં વધારો કરવામાં આવ્યો હતો.

0.05 થી 0.20 ટકા સુધી એમસીએલઆર રેટમાં વધારો
આ મહિને મોટાભાગની બેંકો ઘ્વારા લોન રેટ વધારી દેવામાં આવ્યો છે જેમાં એસબીઆઈ, આઈસીઆઈસીઆઈ, બેંક ઓફ બરોડા અને યુનિયન બેંક પણ શામિલ છે. આ બેંકો ઘ્વારા 0.05 થી 0.20 ટકા સુધી એમસીએલઆર રેટમાં વધારો કર્યો છે. એચડીએફસી અને એસબીઆઈ બેંક ઘ્વારા લોન દરોમાં 0.20 ટકાનો વધારો કરવામાં આવ્યો છે, જેથી બધા જ પ્રકારની લોન મોંઘી થઇ જશે. બેંક પહેલા બેઝ રેટ પર લોન આપતા હતા પછી તેઓ એમસીએલઆર રેટ પર લોન આપવા લાગ્યા.

બેંક ઘ્વારા 0.5 ટકા જેટલો વધારો
એસબીઆઈ 1 વર્ષની એમસીએલઆર લોન રેટ 8.25 ટકાથી વધીને 8.45 ટકા થઇ ગયી. માર્ચથી અત્યારસુધીમાં બેંક ઘ્વારા 0.5 ટકા જેટલો વધારો કરવામાં આવ્યો છે. જો તમે એસબીઆઈ ઘ્વારા લોન લીધી છે તો અત્યારસુધીમાં તમને 50 લાખ રૂપિયાની લોન પર મહિને 1500 રૂપિયા ઇએમઆઇ વધી ચુકી છે.

વ્યાજદર વધી શકે
એક્સિસ બેંક રિટેલ બેન્કિંગ ઈડી રાજીવ આનંદના જણાવ્યા અનુસાર રિટેલ ગ્રાહકોની ઇએમઆઇ આગળ હજુ વધારે થશે. રૂપિયાની કમજોરી પર લગામ લગાવવા માટે રિઝર્વ બેંક પણ રેટમાં વધારો કરી શકે છે. જો તમે હોમ લોન લેવાનું વિચારી રહ્યા હોવ તો જલ્દી કરો કારણકે આગળ પણ વ્યાજદર વધી શકે છે.