For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ડૉલર સામે રૂપિયો કેમ નબળો પડી રહ્યો છે અને કેમ વધી રહ્યા છે પેટ્રોલના ભાવ? જાણો

ડૉલર સામે રૂપિયો સતત કેમ નબળો પડી રહ્યો છે? જાણો

|
Google Oneindia Gujarati News

નવી દિલ્હીઃ પાછલા કેટલાક દિવસોમાં ડૉલરની સરખામણીએ રૂપિયો સતત નબળો પડ્યો છે. રૂપિયામાં કમજોરીને કારણે પેટ્રોલ અને ડીઝલના ભાવમાં પણ સતત વધારો થઈ રહ્યો છે, જેને કારણે સામાન્ય નાગરિકોએ મોંઘા પેટ્રોલ અને ડીઝલનો માર સહન કરવો પડી રહ્યો છે. નાગરિકોના વિરોધને પગલે સરકારે પેટ્રોલ-ડીઝલ પર લાગતા કર એક્સાઈઝ ડ્યૂટી અને વેટને ઘટાડવો પડ્યો. પરંતુ આ તમામ મહત્વના મુદ્દાઓ વચ્ચે એ સમજવું પણ મહત્વનું છે કે આખરે રૂપિયો સતત કેમ ગગળી રહ્યો છે?

83 ટકા ક્રૂડની આયાત

83 ટકા ક્રૂડની આયાત

જણાવી દઈએ કે ભારત પોતાની જરૂરિયાતના માત્ર 17 ટકા ક્રૂડનું જ ભારતમાં ઉત્પાદન રકે છે, જ્યારે 83 ટકા ક્રૂડ વિદેશથી આયાત કરવામાં આવે છે. આ મોટું કારણ છે કે ભારત ક્રૂડની આયાતમાં ભારે ખર્ચો કરે છે. આંકડાઓનું માનીએ તો 2017માં ભારતમાં ક્રૂડની ખરીદી 93000 બેરલ હતી, જો કે 2018માં તે વધીને 190000 બેરલ થઈ ગઈ છે. આ હિસાબે જોઈએ તો ક્રૂડ ઓઈલની ખપતમાં તેજીથી વધારો થયો છે. જણાવી દઈએ કે એક બેરલમાં 159 લીટર ક્રૂડ હોય છે.

ક્રૂડ ઓઈલની માંગમાં વધારો

ક્રૂડ ઓઈલની માંગમાં વધારો

વર્ષ 2016-17માં ભારતે 213.93 મિલિયન ટન ક્રૂડ ઓઈલની આયાત કરી હતી, જેના પર સરકારે કુલ 70.196 અરબ ડૉલર રૂપિયાનો ખર્ચ કર્યો હતો. 2017-18માં ક્રૂડ ઓઈલની ખપતમાં 25 ટકાનો વધારો થયો, એવામાં ક્રૂડ ઓઈલની આયાત વધીને 87.725 અરબ ડૉલરે પહોંચી ગઈ છે. આર્થિક સર્વેક્ષણ 2018નું અનુમાન છે કે જો ક્રૂડ ઓઈલની કિંમતમાં 10 ડૉલર પ્રતિ બેરલે વધારો થાય છે તો જીડીપીમાં 0.2થી લઈને 0.3 ટકા સુધીનો ઘટાડો થઈ જશે. એવામાં તમે અંદાજો લગાવી શકો છો કે ભારત સરકારે ક્રૂડ ઓઈલની ખરીદી કરવામાં વધુ ખર્ચ કરવો પડી શકે છે. ક્રૂડ ઓઈલની ખપતમાં થતો વધારો રૂપિયાની કમજોરી પાછળનું મહત્વનું કારણ છે.

ટ્રેડ વૉર

ટ્રેડ વૉર

રૂપિયામાં કમજોરી પાછળનું બીજું એક મોટું કારણ છે અમેરિકા અને ચીન વચ્ચેનું ટ્રેડ વૉર. હાલમાં જ અમેરિકાએ ચીન અને ભારત તથા યુરોપીય દેશો પર આયાત કર વધારી દીધો છે, જેને કારણે તમામ ઉત્પાદનોની આયાત કિંમત વધી ગઈ છે. આગામી સમયમાં ભારતે પ્રોડક્ટના આયાત પર વધુ ડૉલર ખર્ચ કરવા પડી શકે છે, જો કે નજીકના ભવિષ્યમાં રૂપિયાની કિંમતમાં સુધારાની આશા છે. અમેરિકા અને ચીન વચ્ચે ટ્રેડ વૉર ચાલી રહ્યું છે જેને કારણે પણ ડૉલરની સરખામણીએ રૂપિયો કમજોર પડી રહ્યો છે.

શરૂઆતી વધારા પછી સેન્સેક્સ ગગડ્યો, રૂપિયો પણ 29 પૈસા ઘટ્યોશરૂઆતી વધારા પછી સેન્સેક્સ ગગડ્યો, રૂપિયો પણ 29 પૈસા ઘટ્યો

English summary
Here is why rupees is falling down against dollar and petrol diesel prices are increasing.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X