For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

રેલ બજેટ: પ્રભુના રેલ બેજટમાં હશે આ 10 ખાસ વાતો

|
Google Oneindia Gujarati News

નવી દિલ્હી, 26 ફેબ્રુઆરી: રેલવેની લાલીયાવાડીની વચ્ચે રેલવે મંત્રી સુરેશ પ્રભુ આજે પોતાનું પહેલું રેલવે બજેટ રજૂ કરવાના છે. મોદી સરકારના આ પહેલા રેલવે બજેટને લઇને જ્યાં લોકોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે તો વિપક્ષી દળોની નજર પણ પ્રભુના રેલવે બજેટ પર હશે. આ રેલ બજેટમાં ભાડા પર લોકોની ખાસ નજર રહેશે. સાથે જ લોકો એ પણ જોશે કે સેવાઓમાં સુધાર, સુરક્ષા અને સાફ સફાઇ માટે પહેલ કરવામાં આવે.

જુઓ રેલ બજેટમાં શું હોઇ શકે છે ખાસ

  1. રેલ બજેટમાં નવી સરકારના મેક ઇન ઇન્ડિયા પહેલથી જોડાયેલ પ્રસ્તાવ સામેલ કરવાની સંભાવના છે.
  2. ભાડામાં કાપની સંભાવના પહેલા જ ઇનકાર કરી દેવામાં આવ્યો છે, પંરતુ રેલવે મંત્રી સુરેશ પ્રભુની સામે રેલવેની આવક અને ભારે જરૂરીયાતોની વચ્ચે સંતુલન સાધવાનો એક મોટો પડકાર છે.
  3. એવામાં બની શકે છે કે રેલવે મંત્રી ભાડામાં વધારો કરી યાત્રા સેવાઓને સસ્તા રાખવાની અને સબસિટીને ઘટાડવાની જાહેરાત કરી શકે છે.
  4. સ્વચ્છ ભારત અભિયાન હેઠળ રેલવે બજેટમાં સાફ સફાઇ પર વિશેષ ધ્યાન આપવાની સંભાવના છે.
  5. બુલેટ ટ્રેનના વાયદાને ધ્યાનમાં રાખીને પ્રભુ મુંબઇ-અમદાવાદની વચ્ચે મહત્વકાંક્ષી તીવ્ર ગતિવાળી ટ્રેન પરિયોજનાની જાહેરાત કરી શકે છે.

રેલ બજેટ

રેલ બજેટ

રેલવે ગાડિયોના ઇંધન બચાવવા માટે રેલવે મંત્રી સોલર ઉર્જાને લઇને જાહેરાત કરી શકે છે. આનાથી રેલવેને આર્થિક રીતે લાભ પણ થશે.

સ્ટેશનો, રેલગાડિયોની સંભાળ અને લાંબા અંતરની ટ્રેનો માટે વિદેશી રોકાણકારોને તક આપવામાં આવે તેવી સંભાવના છે.

દેશમાં પ્રસ્તાવિત રેલવે વિશ્વવિદ્યાલયને લઇને આ બજેટમાં રેલવે મંત્રી સુરેશ પ્રભુને આ અંગે ધનનું પ્રાવધાન કરી કામ આગળ વધારી શકે છે.

રેલ બજેટ

રેલ બજેટ

રેલવે મંત્રી પોતાના બજેટમાં ચારધામ યાત્રાને રેલવે માર્ગ સાથે જોડવાની જાહેરાત કરી શકે છે. આ બજેટમાં રેલવે મંત્રી ચારધામ યાત્રાને સુગમ બનાવવાને લઇને જાહેરાત કરી શકે છે.

રેલવે બજેટમાં સરકારે ખાલી પડેલા પદો પર ભર્તીની વાત કરી શકે છે. આનાથી ઘણા બેરોજગારોને કામ પણ મળી શકે છે.

રેલ બજેટ

રેલ બજેટ

દેશમાં વિકસિત રેલવે ટક્કર રોધી પ્રણાલીની શરૂઆત કોંકણથી કરવામાં આવી હતી. માનવામાં આવી રહ્યું છે કે આ રેલ બજેટમાં રેલ મંત્રીને પણ આ મહત્વપૂર્ણ યોજના પર ધ્યાન આપી શકે છે. આ પ્રણાલી રેલવે દુર્ઘટનાઓને રોકવામાં કારગર છે.

રેલ બજેટ

રેલ બજેટ

રીઝર્વેશન વ્યવસ્થામાં સુધારને લઇને રેલવે મંત્રી જાહેરાત કરી શકે છે. રાજધાની અને શતાબ્દી માર્ગો પર યાત્રા સમયમાં કમી લાવવા માટે બજેટમાં બહુ-પ્રીક્ષિત 20 ટ્રેન ખરીદવાની યોજનાની પણ જાહેરાત કરાઇ શકે છે.

રેલ બજેટ

રેલ બજેટ

બજેટમાં મેક ઇન ઇન્ડિયા પહેલ હેઠળ 200 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપથી ચાલનારી ટ્રેનો માટે રેલવેના ચેન્નાઇ કારખાનામાં કોચના નિર્માણની જાહેરાત પણ થઇ શકે છે.

રેલ બજેટ

રેલ બજેટ

પૂર્વોત્તર ક્ષેત્રમાં સંપર્ક વધારવા માટે રેલવે મંત્રી રાષ્ટ્રીય પરિયોજનાના રૂપમાં આ ક્ષેત્રો માટે ડેમૂ સેવાઓની જાહેરાત થઇ શકે છે.

English summary
The Narendra Modi-led BJP governments first full year Rail Budget is likely to focus less on populist measures and more on attracting investment, modernisation of trains as well as transparency in railway systems.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X