આ 6 બેંકો આપે છે ફિક્સ્ડ ડિપોઝિટ પર સૌથી વધુ વ્યાજ
રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાના અધિકારીઓએ ફેબ્રુઆરી 2015ના પ્રારંભમાં એક બેઠક બોલાવી છે. આ બેઠકમાં તેઓ દેશની નવી નાણાકીય નીતિમાં સુધારા વધારા અંગે નિર્ણય લેશે. માનવામાં આવે છે કે આ બેઠકમાં બેંકોમાં વ્યાજદરમાં ઘટાડાનો નિર્ણય લેવામાં આવશે કારણ કે વ્હોલસેલ પ્રાઇસ ઇન્ડેક્સ ઝીરો પર પહોંચી ગયો છે.
જો આપ સુરક્ષિત રોકાણ કરવા માંગતા હોવ અને આ માટે આપને ફિક્સ્ડ્ ડિપોઝિટ સૌથી ઉત્તમ રોકાણ સાધન લાગતું હોય તો અત્યારે શ્રેષ્ઠ સમય છે કે આપ બેંક ફિક્સ્ડ ડિપોઝિટમાં રોકાણ કરો. કારણ કે આવતા મહિને કદાચ બેંક ફિક્સ્ડ ડિપોઝિટના વ્યાજદર ઘટી જશે.
અમે અહીં ભારતીય નાગરિકો માટે રૂપિયા 50000ની ફિક્સ્ડ ડિપોઝિટ 1 વર્ષ અને 6 મહિનાના સમયગાળા માટે કઇ બેંક સૌથી વધારે વ્યાજ આપે છે તે દર્શાવી રહ્યા છીએ...

9 ટકા વ્યાજદર
વર્તમાન સમયમાં 9 ટકાનો વ્યાજ દર સેન્ટ્રલ બેંક ઓફ ઇન્ડિયા, દેના બેંક, પંજાબ નેશનલ બેંક અને સ્ટેટ બેંક ઓફ મૈસૂર ઓફર કરી રહ્યા છે. તેમાં વ્યાજની ગણતરી દર ત્રણ મહિને કરવામાં આવે છે. પાકતી મુદત્તે આપને રૂપિયા 57,106 વ્યાજ સહિત પરત મળે છે.

8.95 ટકાનો વ્યાજદર
વર્તમાન સમયમાં 8.95 ટકાનો વ્યાજદર યુનિયન બેંક ઓફર કરે છે. જેમાં દોઠ વર્ષની પાકતી મુદતે વ્યાજ સાથે રૂપિયા 56,983ની રકમ મળે છે.

8.75 ટકાનો વ્યાજદર
અલ્હાબાદ બેંક, બેંક ઓફ ઇન્ડિયા, બેંક ઓફ મહારાષ્ટ્ર, કોર્પોરેશન બેંક, સ્ટેટ બેંક ઓફ ત્રાન્વાનકોર, યુકો બેંક 8.75 ટકાનો વ્યાજદર ઓફર કરે છે. તેમાં પાકતી મુદતે કુલ 56,898 રૂપિયા મળે છે.

9 ટકાનો વ્યાજદર
કેનેરા બેંક 9 ટકાનો વ્યાજદર ઓફર કરે છે. જેમાં વ્યાજની વાર્ષિક ગણતરી કરવામાં આવે છે. દોઢ વર્ષના ગાળા માટે રૂપિયા 50,000ની રકમ મૂકવામાં આવે તો મેચ્યોરિટી સમયે રૂપિયા 56,866 મળે છે.

8.5 ટકાનો વ્યાજદર
સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા, સિન્ડિકેટ બેંક 8.5 ટકાનો વ્યાજદર ઓફર કરે છે. તેમાં વ્યાજની ગણતરી વાર્ષિક ધોરણે કરવામાં આવે છે. તેમાં પાકતી મુદતે રૂપિયા 56,691 મળે છે.

8.5 ટકાનો વ્યાજદર
યુનિયન બેંક ઓફ ઇન્ડિયા 8.5 ટકાનો વ્યાજદર આપે છે. તેમાં પાકતી મુદતે રૂપિયા 56,477 મળે છે.