પહેલા સાંજે 5 વાગ્યે બજેટ રજૂ થતું હતું, જાણો બજેટ સાથે જોડાયેલ રોચક વાતો
મોદી સરકરે શાનદાર જીતની સાથે સત્તામાં વાપસી કરી લીધી છે અને આજે સરકાર પૂર્ણ બજેટ રજૂ કરશે. આ બજેટને લઈ લોકોમાં ભારે ઉમ્મદ છે. ભારતમાં બજેટને લઈ કેટલાય પ્રકારની પરપંરા રહી છે. પરંતુ બદલતા સમયની સાથે રીતમાં પણ બદલાવ આવ્યો છે. બજેટને લઈ કેટલીક એવી યાદો છે જે તમે કદાચ જ જાણતા હશે. કેટલાક વર્ષો પહેલા બજેટ સાંજે 5 વાગ્યે રજૂ કરવામાં આવતું હતું. એનું પણ એક ખાસ કારણ હતું. જણાવી દઈએ કે ભારતીય બજેટની કેટલીક ખાસ વાતો ઈતિહાસના પાનામાં નોંધાયેલ છે. ત્યારે આવો જાણીએ બજેટ સાથે જોડાયેલ કેટલીક મહત્વની વાતો..

બજેટની પરંપરા
મોદી સરકારે બજેટને લઈ કેટલીય પરંપરા બદલી નાખી છે. પહેલા ફેબ્રુઆરીના અંતિમ દિવસે બજેટ રજૂ થતું હતું, જેને બદલી હવે 1 ફેબ્રુઆરી કરી દીધું છે. આ ઉપરાંત રેલવે બજેને પણ ખતમ કરી દેવાયું અને તેને પણ જનરલ બજેટમાં જ સામેલ કરી લેવામાં આવ્યું.

પરંપરા બદલાઈ
વર્ષ 2011માં પહેલીવાર સવારે 11 વાગ્યે બજેટ રજૂ કરવામાં આવ્યું હતું. 2001માં નાણામંત્રી યશવંત સિન્હાએ આવું કર્યું હતું. તે પહેલા દર વખતે બજેટ સાંજે 5 વાગ્યે જ રજૂ કરવામાં આવતું હતું. બજેટની ઘોષણા સાંજે 5 વાગ્યે કરવાની પરંપરા અંગ્રેજોના સમયથી ચાલી આવી રહી હતી. પરંતુ 2001માં તત્કાલીન નાણામંત્રી યશવંત સિન્હાએ સવારે 11 વાગ્યે બજેટ રજૂ કરી નવી પરંપરા શરૂ કરી. તે સમયે પણ અટલ બિહારી વાજપેયીના નેતૃત્વમાં એનડીએની સરકાર હતી.

5 વાગ્યે બજેટ રજૂ થવા પાછળનો તર્ક
સાંજે બજેટ રજૂ થવા પાછળ પણ તર્ક છે. જ્યારે ભારત પર અંગ્રેજોનો કબ્જો હતો એ સમયે અહીંની શાસન વ્યવસ્થા બ્રિટન સંચાલિત હતી. બ્રિટેનમાં સવારે 11 વાગ્યે બજેટ રજૂ કરવામાં આવતું હતું અને તેમાં ભારતનું બજેટ પણ સામેલ હતું. બજેટની સંસ્તુતિ માટે ભારતની સંસદમાં પણ બજેટ પાસ થવું જરૂરી હતું, માટે બ્રિટેનમાં સવારે બજેટ રજૂ થયા બાદ ભારતમાં સાંજે 5 વ્ગાયે તેને રજૂ કરી પાસ કરવામાં આવતું હતું.

2001થી પરંપરા બદલાઈ
જે સમયે ભારતમાં બજેટ રજૂ થતું હતું તે સમયે બ્રિટેનમાં સવારના 11.30 વાગી રહ્યા હતા. પરંતુ 2001માં આ પરંપરા ખતમ કરી સવારે 11 વાગ્યે બજેટ રજૂ થવા લાગ્યું. ભારત આઝાદ થતા પહેલા પણ બ્રિટિશ સકારમાં પણ બજેટ રજૂ કરવામાં આવતું હતું. ભારતમાં પહેલીવાર 18 ફેબ્રુઆરી 1869ના રોજ રજૂ કર્યું હતું, જે જેમ્સ વિલ્સને રજૂ કર્યું હતું. ભારતની ઝાદીની ઘોષણા બાદ 2 ફેબ્રુઆરી 1946એ લિયાકત અલી ખાન તરફથી બજેટ રજૂ કરવામાં આવ્યું હતું, જે બાદમાં પાકિસ્તાનના પહેલા વડાપ્રધાન બન્યા હતા.

પહેલા નાણામંત્રી
જે બાદ ભારતમાં નવેમ્બર 1947માં દેશના પહેલા નાણામંત્રી શનમુખમ શેટ્ટીએ પહેલું બજેટ રજૂ કર્યું હતું. જે બાદ તેમણે પોતાના પદ પરથી રાજીનામું આપી દીધું હતું. વર્ષ 1955-56થી બજેટ પેપર હિન્દીમાં તૈયાર કરવામાં આવી રહ્યા હતા. અગાઉ ભારતનું બજેટ માત્ર અંગ્રેજીમાં જ છપાતું હતું.
Budget 2019: મોદી સરકાર 2નું આજે પહેલું બજેટ, સૌની નજર નિર્મલા સીતારમણ પર