ઘરે બેઠા પૈસા કમાવો કેવી રીતે અહીં જાણો
જો તમારી પાસે કમ્પ્યૂટર અને ઇન્ટનેટ સુવિધા હોય તો તમે ઘરે બેઠા પૈસા કમાઇ શકો છો. આ માટે તમારે તમારો થોડા સમય નીકાળવાનો છે બસ.
આજે અમે તમને 10 રીતો બતાવાના છીએ જેનાથી તમે ઘરે બેઠા નાણાં કમાઇ શકો છો. આ ઉપરાંત એક વાત ખાસ યાદ રાખો. જો તમે કોઇ પણ વેબસાઇટ પર રજિસ્ટર થવા માટે પૈસાની ડિમાન્ડ કરે તો આ સાઇટ પર તમે કદી પણ સાઇન ન કરતા, તે વાત ખાસ યાદ રાખજો.
તો આ ફોટો સ્લાઇડર જોતા રહો અને જાણો કેવી રીતે ઘરે બેસી ખાલી કમ્પ્યૂટર અને ઇન્ટરનેટ સેવાની મદદ લઇ તમે પગભર બની શકો છો.

ફિલાન્સિંગ અને અનુવાદ
ફિલાન્સર એટલે કે વિભિન્ન વેબસાઇટ માટે લેખક તરીકે અને અનુવાદક એટલે કે વિભન્ન વેબસાઇટમાં અનુવાદક તરીકે તમે કામ કરીને સરળતાથી મહિનાના 10 થી 15 હજાર રૂપિયા કમાઇ શકો છો. લેખકા ડોટ કોમ જેવી અનેક વેબસાઇટ કે પછી ટ્રાંસ્લેટર ગ્રુપ જેવા ફેસબુકના ગ્રુપમાં જોડાઇને તમે આ કામ કરી શકો છો.

યૂટ્યૂબ વિડિયો
આ માટે તમારે ગૂગલ પર એકાઉન્ટ બનાવું પડશે. પછી ગૂગલ એડ્સ પર તમારે તમારું તમામ વિવરણ આપવું પડશે. તે પછી આ જ ગૂગલ એકાઉન્યથી તમે યૂટ્યૂબ, youtube.com પર એક ચેનલ બનાવો. હવે હેન્ડીકેમ કે મોબાઇલ કેમેરા કે ડિઝિટલ કેમેરાથી રોચક વિષયો પર વિડિયો બનાવી તેને એડિટ કરી અપલોડ કરો.
જેમ જેમ આ વિડિયોના વ્યૂઅર વધશે અને તમારી ચેનલ પ્રસિદ્ધ થશે તેમ તમારી ચેનલ માટે વિજ્ઞાપન આવતા જશે અને તે બાદ ગૂગલ તમને આ માટે પેમેન્ટ પણ આપવાનું શરૂ કરશે. જેટલા વધુ વ્યૂઅર તેટલા વધુ પૈસા.

ગિફ્ટકાર્ડ, રિવોર્ડ, નાણાં
તેવી અનેક વેબસાઇટ હોય છે જેની પર તમે રજીસ્ટ્રર કરીને તમે ગ્રીફ્ટ રૂપે નાણાં, કે ગિફ્ટ કે ગિફ્ટ વાઉચર મેળવી શકો છો. સ્વાગબક્સ ડોટકોમ એક પ્રસિદ્ધ વેબસાઇટ છે. જેમાં તમે ફ્રીમાં રજિસ્ટર થઇને કમાણી શરૂ કરી શકો છો. તેમને આમાં પૈસા તો ઓછા મળશે પણ જીવનજરૂરી વસ્તુઓ જેવી કે મોબાઇલ, હાર્ડ ડિસ્ક, મગ, ટીશર્ટ જેવી ગિફ્ટ મળતી રહેશે.

પોલ અને સર્વે
તમામ સર્વે કંપનીઓ ઓનલાઇ સર્વે કરે છે. તમે આ કંપનીઓની વેબસાઇટ પર જોઇન કરીને પૈસા કમાઇ શકો છો. તેમાં તમારે ઘરે બેઠા પોલના ઉત્તર આપવાના હોય છે અને નાના નાના એસાઇનમેન્ટ કરવાના હોય છે. જેના બદલામાં તમને પૈસા મળે છે. Send Earnings, Survey Club, Swagbucks, Global Test Market, EPoll, આવી પ્રમુખ વેબસાઇટ છે.

પ્રોડક્ટ ટ્રાયલ
અનેક કંપનીઓ તેમના ઉત્પાદનને બજારમાં ઉતારતા પહેલા લોકોને ટ્રાયલ માટે આપે છે. ફ્રીબી ટ્રેડિંગ દ્વારા તમે આ કંપનીઓ સાથે જોડાઇ શકો છો. આમાં તમે સાઇન અપ કર્યા બાદ આ કંપની તમને તેમનો પ્રોડક્ટ મોકલશે. તમે આ પ્રોડક્ટનો ઉપયોગ કરો અને પોતાનો મંતવ્ય આપો. વધુમાં કંપની તમારા રિવ્યૂ માટે તમને નાણાં પણ આપી શકે છે. આવી કેટલીક વેબસાઈટ છે - Free Netflix trial, emusic.com

વેબસાઇટ ટેસ્ટિંગ
અનેક મોટી કંપનીઓ જ્યારે વેબસાઇટ બનાવે છે ત્યારે ટેસ્ટિંગ અલગ અલગ બ્રાઉઝર પર કરે છે Usertesting.comમાં સાઇન કર્યા બાદ તમે વેબસાઇટ ટેસ્ટિંગનું કામ કરી શકો છો. પ્રત્યેક ટેસ્ટ માટે તમને નિશ્ચિત ઘનરાશિ મળશે. આ ટેસ્ટને કરવા માટે 20 થી 30 મિનિટ લાગે છે અને પ્રતિ ટેસ્ટ તમને 15 થી 20 ડોલર એટલે કે 900 થી 1200 રૂપિયા મળી શકે છે.

વર્ચુઅલ કોલ સેન્ટર એજન્ટ
તમે ઘરે બેઠા કોલ સેન્ટર એજન્ટ તરીકે કામ કરી શકો છો. LiveOps.com તમને આ સુવિધા આપે છે. તે માટે ઘરમાં ફોન, કમ્પ્યૂટર અને ઇન્ટરનેટ સુવિધા હોવી જરૂરી છે. અને તમારી અંગ્રેજી સારી હોવી જોઇએ. જેથી તમે ગ્રાહકને ફોન કરીને પ્રોડક્ટ વેચી શકો.
જો તમારી અંગ્રેજી સારી ના પણ હોય તો પણ તમે આમાં જોડાઇ શકો છો કારણ કે કંપની તમને કહેશે કે તમારે શું બોલવું. તમે આ દ્વારા 7 થી 14 ડોલર કમાઇ શકો છો.

વેબસાઇટ બનાવવી
જો તમે ટેકનિકલી સાઉન્ડ છો તો તમે ઘર બેઠા વેબસાઇટ બનાવી શકો છો. ઇન્ટરનેટ પર તેવી અનેક કંપનીઓ છે જે ફિલાન્સીંગ દ્વારા વેબસાઇટનું નિર્માણ કરાવે છે.

ટ્વીટ કરી પૈસા કમાવો
આ માટે તમારે પહેલા ટ્વિટર એકાઉન્ટ બનાવું પડશે અને તમારે તમારી બુદ્ધિમત્તાથી તમારા ફોલાવર્સ વધારવા પડશે. 1 લાખની વધુ ફોલોવર્સ બન્યા બાદ તમે એક એક ટ્વિટ માટે પૈસા કમાઇ શકશો. વધુ જાણકારી માટે SponsoredTweets.com પર જઇ શકો છો.