For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

5 એવા ગેજેટ જેને તમે પહેરી શકો છો

|
Google Oneindia Gujarati News

ગેજેટ વિશ્વમાં દરરોજ આપણને એકથી એક ચઢિયાતા અને કલ્પી ના શકાય તેવા ગેજેટ જોવા મળતાં હોય છે. વિશ્વ આજે સ્માર્ટ દુનિયા સર્જવા તરફ આગળ વધી રહ્યું છે અને તેમાં વિવિધ કંપનીઓ પોતાનું યથાયોગ્ય યોગદાન પણ આપી રહી છે. જેમ કે પહેલા સાદા ફોન આવતા હતા, તેના સ્થાને આજે સ્માર્ટફોન માર્કેટમાં ધૂમ મચાવી રહ્યાં છે. તેવી જ રીતે હવે સાદી ઘડીયાળના બદલે સ્માર્ટવોચ માર્કેટમાં આવી ગઇ છે.

વિયરેબલ ગેજેટ હજું ભારતમાં જોઇએ તેટલા પ્રમાણમાં લોકપ્રિય થયા નથી, જેટલા બીજા દેશોમાં થયા છે. વિયરેબલ ગેજેટનો અર્થ એવા ગેજેટ છે કે જેને આપણે પહેરી શકીએ છીએ, જેમ કે સેમસંગ અને સોની દ્વારા તાજેતરમાં આઇએફએ 2013ના શો દરમિયાન સ્માર્ટ ગિયર અને સ્માર્ટવોચ રજૂ કરવામાં આવી. આ જ રીતે આઇએફએ 2013માં અનેક બીજા વિયરબેલ ગેજેટ પણ લોન્ચ થયા જેમાં ટ્રૂ સ્માર્ટ, એકેએ સ્માર્ટવોચ, ટોક સ્માર્ટવોચ. તો ચાલો તસવીરો થકી આપણે આ ગેજેટ્સ અંગે વિસ્તારપૂર્વક માહિતી મેળવીએ.

ટોક સ્માર્ટવોચ

ટોક સ્માર્ટવોચ

સૌથી પહેલા વાત કરીએ તો ચિપસેટ મેકર ક્વોલકોમની વોચ ‘ટોક' જેમાં આપવામાં આવેલા મિરાસોલ ડિસ્પલે બીજી સ્માર્ટવોચથી ઘણા અલગ છે, વોચમાં વાયરલેસ ચાર્જિંગ સુવિધા આપવામાં આવી છે.

સ્માર્ટવોચ

સ્માર્ટવોચ

સોનીની સ્માર્ટવોચ 2 ટૂંક સમયમાં રીટેલ સ્ટોરમાં આ મહિનાથી મળવાની શરૂ થઇ જશે. આ વોચને સોની એક્સપીરિયા ઝેડ 1 સાથે કનેક્ટ કરી શકાય છે. સ્માર્ટવોચ 2માં એન્ડ્રોઇડ પ્લેટફોર્મ આપવામાં આવ્યું છે.

નિયામી સ્માર્ટવોચ

નિયામી સ્માર્ટવોચ

નિયમી રિસ્ટ બેન્ડ તમારા સ્વાસ્થ્ય સાથોસાથ તમારા કેટલાક જરૂરી પાસવર્ડ ડેટા સુરક્ષિત રાખે છે. નિયામીને 100 ડોલરમાં લોન્ચ કરવામાં આવી છે, પરંતુ કંપની અનુસાર તે 2014 સુધી માર્કેટમાં આવી જશે. નિયામીમાં બાયોમેટ્રિકની જેમ સેન્સર લાગેલા છે, જે અડતાં જ વોચને ઓન કરી દે છે.

ટ્રૂ સ્માર્ટ

ટ્રૂ સ્માર્ટ

ટ્રૂ સ્માર્ટ વિશ્વની પહેલી આઇપી 67 વોટરપ્રૂફ સ્માર્ટવોટ છે, જે એન્ડ્રોઇડ 4.2.2 જેલીબન પર રન કરે છે. સ્માર્ટવોચમાં ગુગલ પ્લે સ્ટોરને ઓપ્શન આપવામાં આવ્યા છે. આ ઉપરાંત ટ્રૂ સ્માર્ટને તમે તમારા પોતાના સ્માર્ટફોન સાથે પણ કનેક્ટ કરી શકો છો.

સેમસંગ ગેલેક્સી ગિયર

સેમસંગ ગેલેક્સી ગિયર

ગેલેક્સી ગિયરની મદદથી યુઝર સેમસંગ ફેબલેટ ગેલેક્સી નોટ-3ના લેટેસ્ટ વર્ઝનનો પણ પ્રયોગ કરી શકે છે. ગેલેક્સી ગિયરનો અવાજ એટલે કે વોઇસ કન્ટ્રોલની મદદથી નિયંત્રિત કરી શકાય છે. જો તમે કોઇ દુકાનમાં બન્ને હાથે સામાન લઇને નિકળી રહ્યાં છો, તો પણ તેની સ્ક્રીનને સ્પર્શ્યા વગર, માત્ર અવાજના માધ્યમથી તમે કોઇને ફોન અથવા તો એસએમએસ મોકલી શકો છો. ગેલેક્સી ગિયરમાં 1.9 મેગા પિક્સલ કેમેરા છે, જેના માધ્યમથી ફોટો લઇ શકાય છે અથવા વીડિયો શૂટ કરી શકાય છે અને ગેલેક્સી નોટ-3માં બ્લ્યૂટૂથ થકી મોકલી શકાય છે.

English summary
hottest wearable technology seen ifa 2013
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X