આધાર અંગેની ફરિયાદો ક્યાં અને કેવી રીતે નોંધાવશો?
ભારતમાં આધારની અગત્યતા જુદા જુદા કામ માટે અનિવાર્ય બની ચૂકી છે. આધારનો ઉપયોગ ઓળખ પત્ર તરીકે તો થાય જ છે, સાથે જ અન્ય સર્વિસ જેમ કે આવક વેરા રિટર્ન દાખલ કરવા પર અને એલપીજી સિલિન્ડર પર સબસિડી મેળવવા માટે પણ જરુરી છે. આધાર અપડેટ કરવા માટે લોકોને ઘણી મુશ્કેલીઓ વેઠવી પડી છે. UIDAIએ લોકોની મુશ્કેલીઓ દૂર કરવા માટે ઘણા આધાર સેન્ટર બનાવવામાં આવ્યા છે, જ્યાં લોકો પોતાની ફરિયાદ નોંધાવી શકે છે.

રજિસ્ટર આઈડીની જરૂરિયાત
જો તમારી ફરિયાદ કોઈ ઓપરેટર કે રજિસ્ટર એજન્સી વિરુદ્ધ હોય તો તમારે રજિસ્ટ્રેશન આઈડી આપવું જરૂરી નથી. જો કે તમારી ફરિયાદ આધાર બનાવવા અંગે હોય તો તમારે રજિસ્ટ્રેશન આઈડી આપવું જરૂરી છે. તમે આ રજિસ્ટ્રેશન આઈડી દ્વારા નીચે આપેલી પદ્ધતિથી આધાર સેન્ટરમાં સંપર્ક કરીને ફરિયાદ નોંધાવી શકો છો.

ફોન કે મેઈલ દ્વારા ફરિયાદ
ટેલિફોનઃ UIDAIને તમે ટોલ ફ્રી નંબર 1947 પર સંપર્ક કરી શકો છો.
ઈમેઈલ
તમે UIDAIને help@uidai.gov.in પર ઈમેલ પણ કરી શકો છો. આ ઈમેઈલની UIDAIના અધિકારીઓ દ્વારા ઈમેઈલની તપાસ કરે છે. અને સંબંધિત વિસ્તારની ઓફિસ / હેડ ઓફિસમાં સંબંધિત વિભાગને મોકલવામાં આવે ચએ. જેનાથી આગળ સંબંધિત વિસ્તારની ઓફિસો / પેટા વિભાગને મોકલવામાં આવે છે. ફરિયાદના વિભાગને ફરિયાદ અંતર્ગત ઈમેઈલ પર ફરિયાદ કરનાર વ્યક્તિને જવાબ આપીને ફરિયાદનો નિવેડો લાવવા કહેવામાં આવે છે.

પોસ્ટ દ્વારા ફરિયાદ
પોસ્ટ કે હાર્ડ કોપી ફરિયાદ પણે તમે UIDAI હેડ ક્વાર્ટર કે વિભાગની ઓફિસોને મોકલી શકો છો. હેડ ઓફિસને મળતી ફરિયાદો સંબંધિત વિસ્તારની ઓફિસ / હેડ ઓફિસમાં ઉપ નિર્દેશકની મંજૂરી બાદ હેડ ઓફિસને મોકલવામાં આવે છે. સંબંધિત ક્ષેત્રીય વિભાગ / પેટા વિભાગ ફરિયાદ કર્તાને સીધા જ ફરિયાદ કરનાર વિભાગ, UIDAI, ઓફિસ દ્વારા જવાબ આપીને ઉકેલ લાવે છે. જો જરૂરી હોય તો સંબંધિત વિભાગ કે હેડ ઓફિસના વિભાગ દ્વારા વચગાળાનો જવાબ પણ આપવામાં આવે છે.

આ છે હેડ ઓફિસનું એડ્રેસ
ભારતીય વિશેષ ઓળખ પ્રાધિકરણ, ભારત સરકાર, બંગલા સાહિબ રોડ, કાલી મંદિર પાછળ, ગોલ માર્કેટ, નવી દિલ્હી - 110001
રેસિડેન્શિયલ પોર્ટલ
આ પોર્ટલ પર તમે નીચેના સ્ટેપ દ્વારા ફરિયાદ કરી શકો છો
- WWW.uidai.gov.in પર જઈને સૌથી ઉપનરા ટેબ પર 'સંપર્ક અને સમર્થન'ના ડ્રોપ ડાઉન પર ક્લિક કરો
- ડ્રોપ ડાઉનમાંથઈ 'ફરિયાદ કરો' વિકલ્પ પસંદ કરો
- 18 આંકડાનો રજિસ્ટ્રેશન નંબર, નામ, મોબાઈલ નંબર અને ઈમેઈલ આઈડી જેવી જરૂરી માહિતી સાથે ડિજિટલ ફોર્મ ભરો.
- ફરિયાદ ટાઈપ કરો અને ફરિયાદની શ્રેણી પસંદ કરો
- 'તમારી ચિંતા અહીં લખો' માટે આપવામાં આવેલી જગ્યામાં તમારી ફરિયાદ વિસ્તૃતમાં પણ સંક્ષિપ્તમાં લખો.
- નીચે આપેલો કેપ્ચા કોડ ટાઈપ કર્યા બાદ "સબમિટ'' બટન દબાવો. બાદમાં સ્ટેટસ ટ્રેક કરવા માટે ફરિયાદના આઈડીને નોંધી રાખો.

ફરિયાદનું સ્ટેટસ ચેક કરો
www.uidai.gov.in પર સૌથી ઉપર આપેલા ટેબ 'સંપર્ક અને સમર્થન' ડ્રોપ ડાઉન પર ક્લિક કરો. ડ્રોપ ડાઉનથી 'ફરિયાદની સ્થિતિ તપાસો' વિકલ્પ પસંદ કરો. ફરિયાદનું આઈડી ઈનપુટ કરો. કેપ્ચા કોડ રજિસ્ટર કરો અને પછી 'સ્થિતિ તપાસો' પર ક્લિક કરો.
લોક ફરિયાદ પોર્ટલ
ભારત સરકારના આ પોર્ટલ દ્વારા તમે UIDAIને ફરિયાદ મોકલી શકો છો. આ પોર્ટલ pgportal.gov.in છે.
લોક શિકાયત પોર્ટલ પર નીચે લખેલા મોડ છે
- ડીપીજી (સાર્વજનિક ફરિયાદ નિર્દેશાલય)
- DARPG પેરેન્ડ ઓર્ગેનાઈઝેશન
- ડાયરેક્ટ રિસિપ્ટ
- રાષ્ટ્રપતિ સચિવાલય
- પેન્શન
- મંત્રીની ઓફિસ
આ પણ વાંચો: એક કરતા વધારે બેંક ખાતાવાળા રહો સાવચેત, આ બાબતોનું ધ્યાન રાખો