• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

મારી કમાણીનું ક્યાં અને કેવી રીતે રોકાણ કરવું?

|
Google Oneindia Gujarati News

ભારતમાં આજના સમયમાં IT અને BPO જેવી ઈન્ડસ્ટ્રીઝ સતત વિક્સી રહી છે, જેને પગલે ભારતમાં પગારદાર વર્ગ મધ્યમ વર્ગ પણ વધી રહ્યો છે. જો કે પગારદાર વ્યક્તિઓ માટે આવક મર્યાદિત છે. અને મોટા ભાગના કિસ્સાઓમાં આવા વ્યક્તિઓનો માસિક ખર્ચ પહેલેથી જ નક્કી હોય છે.

વધતી જતી મોંઘવારી વચ્ચે પગારદાર વ્યક્તિઓ માટે આ ખર્ચને પહોંચી વળવું મુશ્કેલ બનતું જાય છે. પરંતુ થોડાક આયોજન સાથે એ શક્ય છે કે તમે તમારા પગારની કેટલીક રકમનું યોગ્ય જગ્યાએ રોકાણ કરો જે આવનાર વર્ષોમાં તમને સારું રિટર્ન આપે. આ પ્રકારનું રોકાણ તમને આગામી સમયમાં આવતા અપેક્ષિત અને અનઅપેક્ષિત ખર્ચને પહોંચી વળવામાં મદદ કરશે

ભવિષ્યમાં કાર ખરીદવી, ઘર ખરીદવું કે પછી બાળકોના ઉચ્ચ અભ્યાસ માટેનો ખર્ચ આવા ખર્ચાઓ અપેક્ષિત હોઈ શકે. પરંતુ બીમારી દરમિયાન આવતો ખર્ચો આવા અનઅપેક્ષિત ખર્ચાની ધારણા બાંધવી શક્ય નથી. પરંતુ બંને પ્રકારના ખર્ચને પહોંચી વળવા એક સરખી જ તૈયારી કરી શકાય. વેપારી વર્ગ કરતા પગારદાર વર્ગ માટે નિયત આવકમાં ઘર ચલાવવું વધુ મુશ્કેલ છે. પરિણામે પગારના કેટલાક હિસ્સાનું યોગ્ય જગ્યાએ રોકાણ કરી તેમાંથી આવક ઉભી કરવી એ શ્રેષ્ઠ રસ્તો છે. જેના દ્વારા ભવિષ્યમાં આવનાર ખર્ચ સમયે રસ્તો નીકળી શકે. અને ભૂતકાળના નિર્ણયોને લઈ પસ્તાવું ન પડે.

કમાણીના કેટલાક ભાગનું રોકાણ કરવાના શ્રેષ્ઠ રસ્તા

સ્ટોક માર્કેટ

સ્ટોક માર્કેટ

શેર માર્કેટમાં રોકાણ કરવું એટલે કોઈ કંપનીનો કેટલોક હિસ્સો ખરીદવો, કંપનીની ઈક્વિટી ખરીદવી. કંપનીના કેટલાક શેર ખરીદીને તમે શેર માર્કેટમાં રોકાણ કરી શકો છો. કંપનીના શેરના ભાવ વધશે કે ઘટશે તે કંપનીના પર્ફોમન્સ પર આધાર રાખે છે. એટલે સ્ટોક માર્કેટમાંથી કમાણી કરવા માટે એ જાણવું જરૂરી છે કે કઈ કંપનીના કેટલા શેર ખરીદવા જોઈએ. જો તમે રોકાણના પાયાના નિયમો જાણ્યા વગર સ્ટોક માર્કેટમાં કૂદી પડશો તો નુક્સાન જવાની શક્યતા વધારે છે. પરંતુ યોગ્ય ગણતરી (અને નસીબ) સાથે કરેલું રોકાણ તમને સ્ટોક માર્કેટના કિંગ પણ બનાવી શકે છે.

મ્યુચ્યુઅલ ફંડ

મ્યુચ્યુઅલ ફંડ

મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ એ સ્ટોક માર્કેટમાં કરેલા રોકાણની સરખામણીમાં થોડુંક અલગ છે. મ્યુચ્યુઅલ ફંડની સારી બાબત એ છે કે અહીં યોગ્ય આવડત ધરાવતા બેન્કિંગ પ્રોફેશનલ્સ તમારા પૈસા ક્યાં રોકવા તેનો નિર્ણય કરે છે. પરિણામે ભૂલ થવાની કે નુક્સાન જવાની શક્યતાઓ સ્ટોક માર્કેટની સરખામણીમાં ઘટી જાય છે. જેને લીધે તમારા પરસેવાની કમાણી સુરક્ષિત જગ્યાએ રોકાય છે, જ્યાંથી સારા પ્રમાણમાં આર્થિક લાભ પણ થઈ શકે.

રિયલ એસ્ટેટ

રિયલ એસ્ટેટ

રિયલ એસ્ટેટ એ રોકાણનો ઉત્તમ વિકલ્પ છે. પરંતુ અહીં રોકાણ કરવા માટે મોટા પ્રમાણમાં પૈસા અને ધીરજ હોવી જરૂરી છે. જમીન કે પ્રોપર્ટીની ખરીદી કરીને તેના ભાવ વધે ત્યાં સુધી રાહ જોઈ યોગ્ય સમયે વેચી નાખવી એ રોકાણનો સારો વિકલ્પ છે. અને ખાસ કરીને ભારત જેવા વિકસતા દેશોમાં આ ઉપાય લાભકારી પણ છે. કારણ કે રિયલ એસ્ટેટ સેક્ટર બીજા કોઈ પણ રોકાણના ક્ષેત્ર કરતા વધુ વળતર આપે છે.

ઈનીશિયલ પલ્બિલક ઓફરિંગ (IPO)

ઈનીશિયલ પલ્બિલક ઓફરિંગ (IPO)

IPOનું નામ તમે ઘણી વાર સાંભળ્યું હશે. જ્યારે કોઈ કંપની પોતાના શેર પબ્લિકને વેચવા ઈચ્છે છે ત્યારે કંપની IPO લાવે છે. જેમાં સામાન્ય રીતે નીચા ભાવે શેર અપાય છે. એક વાર શેર ખીદ્યા બાદ જો કંપની યોગ્ય પ્રમાણમાં નફો કરે તો રોકાણકારને પણ તેના હિસ્સાનો નફો મળે છે. જો કે અહીં કેટલુંક જોખમ પણ રહેલું છે. જો IPO બાદ કંપની ખાડે જાય તો રોકાણકારના પૈસા પણ ડૂબે છે. જો કે પાછલા કેટલાક વર્ષોમાં IPOમાં રોકાણ એ શ્રેષ્ઠ વિકલ્પ સાબિત થયો છે કારણ કે રેકોર્ડઝ મુજબ IPOમાં કરેલા રોકાણનું એક જ નાણાકીય વર્ષમાં 60 ટકાથી વધુ વળતર મળ્યું છે.

સિસ્ટોમિટક ઈન્વેસ્ટમેન્ટ પ્લાન (SIP)

સિસ્ટોમિટક ઈન્વેસ્ટમેન્ટ પ્લાન (SIP)

આજકાલ રોકાણ માટે SIP પણ ચલણમાં છે. ફિક્સ પગારદારો માટે SIP રોકાણનો સારો વિકલ્પ છે. SIPમાં રોકાણકારે પહેલેથી નક્કી કરેલી રકમને નિયત સમયે નક્કી કરેલી જગ્યાએ રોકવાની હોય છે. રોકાણની રકમ અને રોકાણનો સમય રોકાણકાર જાતે જ નક્કી કરી શકે છે. SIP રોકાણનો સારો વિકલ્પ છે કારણ કે તેમાં સારું વળતર તો મળે જ છે. પરંતુ પગારદાર વર્ગ તેમાં યોગ્ય રીતે રોકાણ કરી બચત પણ કરી શકે છે.

અન્ય ઉપાય

અન્ય ઉપાય

રોકાણકારો પોતાની કમાણીને રોકવા માટે સોનાની ખરીદી પણ કરી શકે છે. છેલ્લા કેટલાક વર્ષોમાં સોનાના ભાવ પણ સારા એવા વધ્યા છે. પરિણામે તેમાં પણ યોગ્ય વળતર મળી શકે છે.

English summary
How And Where To Invest My Salary In India?
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X