For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

જાણો : LICની ડુપ્લિકેટ કોપી માટે કેવી રીતે અરજી કરવી?

|
Google Oneindia Gujarati News

આપ આપની એલઆઇસીની ડુપ્લિકેટ કોપી માટે અરજી કરતા પહેલા આપના ઘર, ઓફિસ, લોકર અને ડોક્યુમેન્ટ્સ રાખતા હોવ તે જગ્યાએ જરૂરી તપાસ કરી લો.

આટલું ચકાસ્યા બાદ એ પણ ખાતરી કરો કે એલઆઇસી કે અન્ય કોઇ સંસ્થામાંથી લોન લેવા માટે તે દસ્તાવેજો આપ્યા નથીને?

સામાન્ય રીતે આપ જ્યારે એલઆઇસી પાસેથી લોન લેતા હોવ છો ત્યારે તે પોલિસી બોન્ડ્સ પોતાની પાસે રાખતી હોય છે. આપ ખાતરી કરી લો કે આપ જે દસ્તાવેજો શોધી રહ્યા છો તે એલઆઇસી પાસે તો નથી ને કે અન્ય નાણાકીય સંસ્થા પાસે નથી ને?

investment-16

જો આપને ખાતરી થઇ જાય કે હવે આપના પોલિસી બોન્ડ મળી શકે તેમ નથી ત્યારે આપે એલઆઇસીની જે શાખામાંથી પોલિસી લીધી હોય ત્યાં આપ ડુપ્લિકેટ પોલિસી બોન્ડ માટે અરજી કરી શકો છો. આ માટેની પ્રક્રિયા અત્યંત સરળ છે

ડુપ્લિકેટ કોપી દ્વારા પણ પોલિસી ધારકને અસલી પોલિસી જેવા જ રાઇટ્સ મળે છે.

ડુપ્લિકેટ કોપી મેળવવા નીચેની પ્રક્રિયા હાથ ધરવાની જરૂર પડે છે...

1. આ માટે વ્યક્તિએ સૌ પ્રથમ જે રાજ્યમાં ડોક્યુમેન્ટ્સ ખોવાયા હોય ત્યાંના અંગ્રેજી દૈનિકમાં આ અંગેની એક જાહેરાત આપવાની હોય છે.

2. દૈનિકમાં જાહેરાત પ્રકાશિત થયાના એક મહિના બાદ તેની કોપી સર્વિસ બ્રાન્ચમાં આપવાની હોય છે.

3. પોલિસી બાબતમાં એલઆઇસીને નો ઓબા્જેક્શન મળે ત્યારે તે જરૂરી ડુપ્લિકેટ કોપી પ્રદાન કરે છે. આ માટે જરૂરી ચાર્જ વસૂલ કરવામાં આવે છે.

4. જો કે કેટલાક કિસ્સાઓમાં પોલિસી માટે એડવર્ટાઇઝમેન્ટ અને ઇમિજિએટ બોન્ડમાં આપવાની રહેતી નથી.

- પોલિસી ચોરાઇ જવી
- પોલિસી આગમાં બળી જવી
- સરકારી ઓફિસની કસ્ટડીમાં પોલિસી ગુમ થવી
- પોલિસીને કોઇ રીતે નુકસાન પહોંચવું
- પોલિસીનો કોઇ ભાગ ગુમ થવો
- પોલિસીનો સફેદ કીડીઓ ખાઇ જાય ત્યારે

English summary
How to Apply for Duplicate LIC Copy?
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X