For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ભારતમાં ક્રુડ ઓઇલ કેવી રીતે ખરીદવું?

|
Google Oneindia Gujarati News

ભારતમાં ક્રુડ ઓઇલ કેવી રીતે ખરીદવું આ બાબત જે લોકો આ ધંધો કરે છે તેમને ચોક્કસ આશ્ચર્ય નહીં પમાડે. જે લોકો ભારતમાં ફ્યુચર માર્કેટમાંથી ક્રુડ કેવી રીતે ખરીદવું તે નથી જાણતા તેવા લોકો માટે અમે અહીં માહિતી રજૂ કરી રહ્યા છીએ.

ભારતમાં ક્રુડ ઓઇલના સોદા ફ્યુચર માર્કેટમાં થાય છે. ભારતમાં ક્રુડ ઓઇલ ખરીદવા માટે આપે બ્રોકર પાસે ટ્રેડિંગ અને ડિમેટ એકાઉન્ટ ખોલાવવું જરૂરી છે. ક્રુડ ઓઇલ એમસીએક્સ પર ટ્રેડ થાય છે. આપનું એકાઉન્ટ ખુલ્યા બાદ આપ એમસીએક્સમાંથી તેની ખરીદી કરી શકો છો.

pump

ક્રુડ ઓઇલ કેવી રીતે ખરીદી શકાય?
આપ આપનો ઓર્ડર સીધેસીધી રીતે બ્રોકરને આપી શકો છો અતવા આપ આ જ ઓર્ડર ઓનલાઇન બુક કરાવી શકો છો. ઓનલાઇન ઓર્ડર માટે આપને લોગિન અને પાસવર્ડની જરૂર પડશે.

આ બાબત સમજવા માટે એક ઉદાહરણ જોઇએ. એક રોકાણકાર શેરખાનમાં પોતાનું બ્રોકિંગ એકાઉન્ટ ધરાવે છે. કોમોડિટી કેટેગરીમાં તે બાય એન્ડ સેલમાં ક્લિક કરી શકે છે. જેમાં એમસીએક્સ એફઓમાં ક્લિક કરીને ક્રુડના લિસ્ટમાં એન્ટર થઇ શકે છે. અહીં ક્રુડના અનેક સોદા આપને જોવા મળશે.

હવે જો આપ જાન્યુઆરી 16, 2015નું ક્રુડ ઓઇલ ફ્યુચર ખરીદો છો તો આપ જોઇ શકશો કે ભાવ રૂપિયા 3495 છે. આનો અર્થ એ થયો કે આપ 16 જાન્યુઆરી, 2015 સુધીમાં ક્રુડ ઓઇલ ફ્યુચર સેટ કરી શકો છો. આવી રીતે આપ ફેબ્રુઆરી, માર્ચ, એપ્રિલ, મે અને જુનના પણ કોન્ટ્રાક્ટ કરી શકો છો. તેનો અર્થ એ થયો કે આપે જે તે મહિનાની નિશ્ચિચ તારીખે સોદા સેટલ કરવા પડશે.

ક્રુડ ઓઇલમાં ઘણું ટ્રેડિંગ થાય છે. આપ ક્રુડ ઓઇલ કોન્ટ્રાક્ટની 100ના ગુણાંકમાં કોન્ટિટિ ખરીદી શકો છો. એટલે કે આપ 100, 200, 300, 400ની રીતે કોન્ટિટિ ખરીદી શકો છો. આપે માર્જિન ચેક કરવાનું રહે છે. આપે તેની સમગ્ર રકમ ચૂકવવાની રહેતી નથી.

એટલે કે આપ રૂપિયા 3500ના ભાવની 100 ક્વોન્ટિટિ ખરીદો છો તો આપે રૂપિયા 35000 ચૂકવવાના રહેતા નથી અથવા 35000 ચીકવવાના આવે છે. આ માટે આપે એક્સચેન્જના નિયમો વાંચવા જરૂરી છે.

ક્રુડના ભાવ કેવી રીતે નક્કી થાય છે?
ભારતમાં ક્રુડના ભાવ બે રીતે નક્કી થાય છે. એક તો આંતરરાષ્ટ્રીય ક્રુડના ભાવ અને બીજું ડોલર અને રૂપિયાનો રે્ટ.જો આંતરરાષ્ટ્રીય બજારોમાં ક્રુડના ભાવ વધશે તો ભારતમાં પણ તેના ભાવ વધશે. બીજી બાજુ ડોલર સામે રૂપિયાનું મૂલ્ય ઘટશે તો પણ ક્રુડના ભાવમાં વધારો થશે.છેલ્લા કેટલાક મહિનાઓમાં ફ્યુચર માર્કેટમાં ક્રુડના ભાવ રૂપિયા 5200થી ગગડીને રૂપિયા 3500 પર આવી ગયા છે.

English summary
How to Buy Crude Oil in India?
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X