ભારતમાં સર્વિસ ટેક્સની ગણતરી કેવી રીતે કરશો?
સર્વિસ ટેક્સની ગણતરી કરતા પહેલા એ સમજવું જરૂરી છે કે ભારતમાં સર્વિસ ટેક્સ શું છે? વર્તમાન સરકારે સરકારની આવક વધારવા માટે સર્વિસ ટેક્સ હેઠળ આવતી વિવિધ સેવાઓની યાદીમાં સુધારો કર્યો છે,. સરકારે કેટલીક સેવાઓને આવરી લીધી છે તો કેટલીક સેવાઓને સર્વિસ ટેક્સના દાયરામાંથી બાદ કરી છે.
જેના કારણે આજે સર્વિસ ટેક્સમાંથી સરકારને મહત્વની ગણી શકાય તેટલી માત્રામાં આવક મળે છે. સર્વિસ ટેક્સ એવા પ્રકારનો ટેક્સ છે જે સેવાઓ પર લગાવવામાં આવે છે. આ સેવા આપની હોટેલની સેવાથી લઇને આપના ટેલિફોન બિલની હોઇ શકે છે.
કોંગ્રેસ દ્વારા સૌપ્રથમવાર જ્યારે મનમોહન સિંહ નાણા પ્રધાન હતા ત્યારે સર્વિસ ટેક્સ અમલી બનાવવામાં આવ્યો હતો.વર્ષ 2012-13માં અંદાજે રૂપિયા 1,32,518 કરોડનો ટેક્સ વસૂલ કરવામાં આવ્યો હતો. આટલી મોટી રકમ સરકારની મૂડી ખાધ ઘટાડવામાં મદદરૂપ બની શકે છે.
ભારતમાં સર્વિસ ટેક્સની ગણતરી કેવી રીતે કરવી?
વર્તમાન સમયમાં સર્વિસ ટેક્સ ફ્લેટ 12 ટકા વસૂલ કરવામાં આવે છે. આ ઉપરાંત તેના પર 2 ટકા એજ્યુકેશન સેસ વસૂલ કરવામાં આવે છે. આ ઉપરાંત હાયર એજ્યુકેશન ટેક્સ પણ વસૂલ કરવામાં આવે છે. આ કરાણે ઇફેક્ટિવ સર્વિસ ટેક્સ 12.36 ટકા લાગુ પડે છે.
ભારતમાં સર્વિસ ટેક્સની ગણતરી કેવી રીતે થાય છે તે સમજવા એક ઉદાહરણ સમજીએ...
ઉદાહરણ તરીકે આપે ચાર્ટર્ડ એકાઉન્ટન્ટને કામે રાખ્યા છે અને તેમની કિંમત રૂપિયા 1,00,000 ચૂકવવામાં આવે છે. હવે તેના પર 12.36 ટકા લેખે સર્વિસ ટેક્સ લાગે છે. આ કારણે આપે રૂપિયા 12,360 સર્વિસ ટેક્સ તરીકે ચૂકવવામાં આવે છે. ઘણીવાર આ મોટા ભારરૂપ બને છે.
સર્વિસ ટેક્સનું નેગેટિવ લિસ્ટ
સર્વિસ ટેક્સના માળખા હેઠળ તમામ સેવાઓ આવતી નથી. સરકારની કેટલીક સેવાઓ એવી છે જેના હેઠળ કોઇ ટેક્સ લાગતો નથી. આ કારણે સર્વિસ ટેક્સ ચૂકવતા પહેલા આપે નેગેટિવ લિસ્ટ ચેક કરી લેવું જોઇએ. જેના કારણે સર્વિસ ટેક્સ ચૂકવવાનો આવતો નથી.