For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

EPF કે પ્રોવિડન્ડ ફંડમાં UAN ઉપયોગી? શા માટે UAN હોવો જોઇએ?

|
Google Oneindia Gujarati News

આપનો UAN (યુનિવર્સલ એકાઉન્ટ નંબર - યુએએન) નંબર આવ્યા બાદ આપે આપનું પીએફ બેલેન્સ એસએમએસ મારફતે જાણવાની જરૂર રહેશે નહીં. આપ આપનું બેલેન્સ ગમે તે સમયે ડાઉનલોડ કરી શકશો અથવા આપની ઇપીએફ પાસબુક પ્રિન્ટ કરાવી શકશો.

આપને એક વાર જે યુએએન નંબર આપવામાં આવશે તે આજીવન ગમે તેટલી નોકરીઓ બદલવા છતાં એકનો એક જ રહેશે. આ નંબર આખા દેશમાં ગમે ત્યાં ચાલે છે. યુનિવર્સલ એકાઉન્ટ નંબરના ઓથેંટિકેશન માટે કેવાયસી એટલે કે ક્નો યોર કસ્ટમર ડોક્યુમેન્ટનો ઉપયોગ કરવામાં આવે છે. આ દસ્તાવેજ આપના નોકરીદાતા કે એમ્પલોયર દ્વારા આપવામાં આવે છે.

investment-19

યુએએન નંબર હોવાના ફાયદા આ મુજબ છે :
આપ અગાઉના તમામ પીએફ એકાઉન્ટને યુએએન સાથે સાંકળી શકો છો. (તમામમાં નામ એક સરખા હોવા જરૂરી છે.)
આપ યુએએન કાર્ડ ડાઉનલોડ કે પ્રિન્ટ કરી શકો છો.
આપ પીએફ ટ્રાન્સફર કે વિડ્રોઅલ ક્લેઇમ ઓનલાઇન કરી શકો છો.
આપ પીએફ ક્લેઇમનું સ્ટેટસ ઓનલાઇન ચેક કરી શકો છો.
આપ આપનું કેવાયસી અપડેટ કરી શકો છો.

આપ નોકરી બદલો તો યુએએન આ રીતે મદદ કરી શકે :
ઇપીએફ ટ્રાન્સફર ઓનલાઇન થઇ શકે જે એકદમ સરળ છે.
ઇપીએફ ટ્રાન્સફર અને વિડ્રોઅલ સરળતાથી ટૂંક સમયમાં થઇ શકે છે.
એમ્પ્લોયરના વેરિફિકેશનની જરૂર રહેતી નથી.

English summary
How EPF or Provident Fund UAN is Beneficial? Why you should have it?
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X