For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

જોબ ચેન્જ કર્યા બાદ ઇન્કમ ટેક્સ રિટર્ન ફાઇલ કરવાની ટિપ્સ

|
Google Oneindia Gujarati News

ભારતમાં ઇન્કમ ટેક્સ એક્ટ 1961 હેઠળની જોગવાઇઓ અંતર્ગત આપ ઇન્કમ ટેક્સ ભરવા પાત્ર બનતા હોવ અથવા આપની આવક નિર્ધારિત કર મુક્તિ મર્યાદાથી વધારે હોય તો આપે ઇન્કમ ટેક્સ રિટર્ન ફાઇલ કરવું જરૂરી છે.

ટેક્સ રિટર્ન ફાઇલ કરવાથી લાંવા ગાળે વ્યક્તિઓને ફાયદો થાય છે. તેના કારણે સામાજિક અને નૈતિક જવાબદારીના નિભાવનો અહેસાસ મેળવી શકાય છે. આ માટે જરૂરી ફોર્મ ભરવાનું હોય છે. લાંબા ગાળે આપે ફાઇલ કરેલા ઇન્કમ ટેક્સ રિટર્ન્સને આધારે ઝડપથી બેંક લોન વગેરે મેળવી શકાય છે...

રિટર્ન ક્યારે ફાઇલ કરવું?

રિટર્ન ક્યારે ફાઇલ કરવું?


ભારતમાં ઇન્કમટેક્સના કાયદા અનુસાર દર વર્ષે 1 એપ્રિલથી 31 માર્ચ સુધી નાણાકીય વર્ષ ગણાય છે. આ કારણે આ નાણાકીય વર્ષ અનુસાર આવકની ગણતરી કરીને ઇન્કમટેક્સ રિટર્ન ફાઇલ કરવાનું હોય છે.

નોકરી બદલો ત્યારે શું કરવું?

નોકરી બદલો ત્યારે શું કરવું?


ચાલુ નાણાકીય વર્ષમાં જ્યારે પણ નોકરી બદલાય ત્યારે ઇન્કમ ટેક્સ રિટર્ન ફાઇલ કરતા સમયે બંને નોકરીઓની કુલ આવકને આધારે ઇન્કમટેક્સની ગણતરી કરવાની હોય છે. આવા કિસ્સામાં ઇન્કમ ટેક્સ રિટર્ન ફાઇલ કરતા સમયે વ્યક્તિએ વધારે સાવધાની રાખવાની હોય છે.

કયા દસ્તાવેજોની જરૂર?

કયા દસ્તાવેજોની જરૂર?


ઇન્કમ ટેક્સ રિટર્ન ફાઇલ કરતા સમયે આપે ફોર્મ 16 અથવા સર્ટિફિકેટ ઓફ ટેક્સ ડિડક્શન એટ સોર્સ રજૂ કરવું પડે છે. આપની આવક, આવકમાંથી કરકપાત અને અન્ય રોકાણના પુરાવાઓ રજૂ કરવા પડે છે. જોબ ચેન્જ કરી હોય તે વર્ષે બન્ને એમ્પ્લોયર તરફથી મળેલા દસ્તાવેજો રજૂ કરવા પડે છે.

નવા એમ્પ્લોયર તૈયાર કરશે ફોર્મ 16

નવા એમ્પ્લોયર તૈયાર કરશે ફોર્મ 16


આપ જુના એમ્પ્લોયરના આવક સંબંધિત પુરાવા નવા એમ્પ્લોયરને આપશો એટલે નવા એમ્પલોયર તરફથી તમામ ગણતરીવાળું ફોર્મ 16 આપને આપવામાં આવશે જેને ઇન્કમ ટેક્સમાં રજૂ કરવું પડે છે.

જુના એમ્પ્લોયર તરફથી ફોર્મ 16 ના મળે તો શું?

જુના એમ્પ્લોયર તરફથી ફોર્મ 16 ના મળે તો શું?


જો કોઇ કારણથી જુના એમ્પ્લોયર તરફથી આપને ફોર્મ 16 આપવામાં ના આવે ત્યારે આપના જુના એમ્પ્લોયર તરફથી મળેલી પે સ્લિપને આપ નવા એમ્પ્લોયર સમક્ષ રજૂ કરી શકો છો.

English summary
How to file income tax return in case of job change in a given financial year?
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X