મૃતકના ડીમેટ એકાઉન્ટમાં કોઇ નોમિની ના હોય તો શેરનો વારસો કેવી રીતે મળવશો?
ભારતમાં અનેકવાર એવું બનતું હોય છે કે ડીમેટ એકાઉન્ટ ધારક કોઇ પણ પ્રકારનું વિલ તૈયાર કર્યા વિના અથવા તો પોતાના ડીમેટ એકાઉન્ટમાં નોમીની ઉમેર્યા વિના મૃત્યુ પામે છે. અનેકવાર આવા મૃતકોના ડીમેટ એકાઉન્ટમાં મોટી સંખ્યામાં શેર્સ રહેલા હોય છે જેમનું મૂલ્ય ઘણું ઊંચું હોય છે. આવા સમયે એક કાયદાકીય સલાહકારની મદદથી તેમના કાયદેસરના વારસદારો નીચે પ્રમાણેની પ્રક્રિયા હાથ ધરીને ડીમેટ એકાઉન્ટમાં રહેલા શેર્સ મેળવી શકે છે...

ડેથ સર્ટિફિકેટ જમા કરાવ
વું
મૃતકના વારસદારોએ તેમના મૃત્યુનું સર્ટિફિકેટ જ્યાં ડીમેટ એકાઉન્ટ ખોલાવવામાં આવ્યું હોય ત્યાં આપવું પડે છે.

કોઇ વિલ કે નોમિની નહીં હોવાના કિસ્સામાં કોર્ટનો આદેશ
જો મૃતકે કોઇ વિલ કે નોમીની નક્કી કર્યા ના હોય તો તેમના વારસદાર તરીકે કોર્ટમાંથી ઓર્ડર મેળવવો પડે છે અને સર્ટિફિકેટ મેળવવું પડે છે. જે ડીમેટ એકાઉન્ટ હોય તે જગ્યાએ આપવું પડે છે.

અન્ય કયા માર્ગ
જો કાયદેસરના વારસદાર પાસે ઉપરના સર્ટિફિકેટ ના હોય તો તેણે નિર્ધારિત ટ્રાન્સમિશન ફોર્મમાં ટ્રાન્સમિશન માટેની અરજી કરવી પડે છે.

ક્ષતિપૂર્તિ પત્ર જમા કરાવવો
બિન અદાલતી સ્ટેમ્પ પેપર પર સ્વતંત્ર શ્યોરિટી દ્વારા પ્રણાણિત ક્ષતિપૂર્તિ પત્ર રજૂ કરવો પડે છે.

એફિડેવિટ અને NOC
આ ઉપરાંત વારસદારે નોન જ્યુડિશિયલ સ્ટેમ્પ પેપર પર એફિડેવિટ તૈયાર કરવી પડે છે. આ ઉપરાંત અન્ય કાયદેસરના વારસદારો પાસેથી આ ટ્રાન્સમિશન માટે નો ઓબ્જેક્શન સર્ટિફિકેટ લેવું પડે છે.