
તરલતા અને જોખમ ટેક્સ સેવિંગ ઇન્સ્ટ્રુમેન્ટ્સમાં રોકાણના નિર્ણયને કેવી રીતે અસર કરે છે?
ચાલુ નાણાકીય વર્ષ પુરુ થવામાં ત્રણ મહિના કરતા પણ ઓછો સમય રહ્યો છે. આ સાથે આપનો વર્ષ 2014-15નો ટેક્સ પ્લાનિંગ પીરિયડ પણ પૂરો થઇ જશે.
આ પહેલા આપે કેટલીક મુશ્કેલ પસંદગીઓ કરવાની છે જેમ કે આપે બેસ્ટ ટેક્સ પ્લાનિંગ જોવાનું છે, ખાસ કરીને ઇન્કમ ટેક્સની કલમ 80 સી હેઠળ મળતા કર લાભો માટે આયોજન કરવાનું છે. આ લાભ લેવા માટેની કેટલીક ટિપ્સ અમે અહીં આપી રહ્યા છીએ.
જોખમ લેવાની ક્ષમતા અને ટેક્સ સેવિંગ સ્કીમ્સ
જો આપ જોખમ લેવાની ક્ષમતા ઘરાવતા હોવ તો આપે ઇક્વિટી લિંક્ડ સેવિંગ સ્કીમ્સમાં રોકાણ કરવું જોઇએ. આમ કરવાનું કારણ એ છે કે તેમાં વધારે વળતર આપવાની ક્ષમતા છે. ઇક્વિટીમાં રોકાણ કલમ 80 સી હેઠળ અન્ય રોકાણ સાધનો જેવા કે પીપીએફ, ટેક્સ સેવિંગ, બેંક ડિપોઝિટ્સ અને એનએસસી કરતા વધારે વળતર મળે છે. જો કે અનેકવાર ઇક્વિટીમાં નેગેટિવ રિટર્ન અને નુકસાન થયું હોવાથી આ રોકાણ સાધન વધારે જોખમી છે.
PPF, ટેક્સ સેવિંગ, બેંક ડિપોઝિટ્સ અને NSC
ઇન્કમ ટેક્સ એક્ટની કલમ 80 સી હેઠળ વિવિધ રોકાણ ઇન્સ્ટ્રુમેન્ટ્સ છે. જેમ કે PPF, ટેક્સ સેવિંગ, બેંક ડિપોઝિટ્સ અને NSC. જો કે તે ખાતરી પૂર્વકના રિટર્ન સાથે આવે છે. તેમાં મોટા ભાગે 8થી 9 ટકા વળતર મળે છે. તેમાં વર્ષે રૂપિયા 1.5 લાખ સુધીની બચત કરી શકાય છે.
લિક્વિડિટી અને ટેક્સ સેવિંગ સ્કીમ
જો આપને વધારે સારી લિક્વિડિટી જોઇતી હોય તો આપે ELSS સ્કીમમાં રોકાણ કરવું જોઇએ. જેમાં ત્રણ વર્ષ બાદ આપ તેને એનકેશ કરી શકો છો. તેમાં અન્ય સ્કીમ્સ જેમ કે ટેક્સ ડિપોઝિટ્સ, એનએસસી વગેરેનો 5 વર્ષનો ઊંચો લોક ઇન પીરિયડ છે. પીપીએફમાં પણ 15 વર્ષનો લોક ઇન પીરિયડ હોય છે. જેના કારણે લિક્વિડિટી ઓછી ચે.
શેના પર પસંદગી ઉતારવી?
આપની જોખમ લેવાની ક્ષમતાને આધારે આપ શેમાં રોકાણ કરવું તે અંગે નિર્ણય લઇ શકો છો. જો આપ વધારે જોખમ લઇને વધારે રિટર્ન ઇચ્છતા હોવ તો ELSS બેસ્ટ છે. જ્યારે આપ સેફ ગેમ રમવા માંગો તો અન્ય વિકલ્પોમાંથી પસંદગી કરવી જોઇએ.