• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ઘરના Wi-Fiથી લૂંટાઈ શકે છે તમારા પૈસા, આ રીતે રહો સાવધાન

|
Google Oneindia Gujarati News

તમારા ઘરના વાઈફાઈથી તમે બેડ પર સૂતા સૂતા ઓનલાઈન ટ્રાન્ઝેક્શન, ઓફિસના અને પોતાના કામ પૂરા કરતા હશો, કેટલીક સંવેદનશીલ માહિતીની આપ લે કરતા હશો, પરંતુ અહીં તમારે સાવધ રહેવાની જરૂર છે. તમે જાણીને ચોંકી જશો કે તમારા ઘરમાં ઈન્ટરનેટ કંપની દ્વારા મૂકાયેલું રાઉટર સહેલાઈથી હૅક કરી શકાય છે. જો આમ થાય તો તમારે આર્થિક નુક્સાન સહન કરવું પડી શકે છે.

આ પણ વાંચો: SBI ખાતાધારકો માટે ખુશ ખબર, હવે કાર્ડ વગર ATM માંથી રોકડ કાઢી શકાશે

હેકર્સ માત્ર મિનિટોમાં જાણી લે છે પાસવર્ડ

હેકર્સ માત્ર મિનિટોમાં જાણી લે છે પાસવર્ડ

ફિનિશ સાયબર સિક્યોરિટી ફર્મના એફ-સિક્યોર પ્રમાણે હેકર્સ માત્ર ગણતરીના પૈસા ચૂકવીને ક્લાઉડ અનેબલ્ડ કોમ્પ્યુટર દ્વારા કેટલીક મિનિટોમાં જ તમારા ઈન્ટરનેટનો પાસવર્ડ જાણી શકે છે. તાજેતરમાં જ યુએસની કમ્પ્યુટર એજન્સી રેડીનેસની ટીમે રશિયાની હેકર્સ ટીમ અંગે એલર્ટ જાહેર કર્યું છે. આ હેકર્સની ટીમે અમેરિકામાં મોટી સંખ્યામાં ઘરેલુ રાઉટર્સ હેક કર્યા છે.

ગુનેગારો લઈ શકે છે ગેરલાભ

ગુનેગારો લઈ શકે છે ગેરલાભ

ક્વિક હિલ ટેક્નોલોજીના જોઈન્ટ મેનેજમેન્ટ ડિરેક્ટર અને સીટીઓ સંજય કાટકરના કહેવા પ્રમાણે સાઈબર ગુનેગારો પૈસા આપીને સહેલાઈથી વાઈફાઈ અંગેની માહિતી મેળવી શકે છે. કાટકર કહે છે કે એકવાર રાઉટર જો માલવેરની અસરમાં આવે તો તે બરાબર કામ નથી કરતું. કેટલીક વાર બેન્કની સાઈટ્સ અને ઈ કોમર્સ સાઈટ્સ વિઝિટ કરીએ તો તેની જાતે જ નકલી વેબસાઈટ્સ ખુલી જાય છે. હેકર્સ રાઉટર્સ હેક કરીને તેનો ગુનાહિત કામગીરીમાં પણ ઉપયોગ કરી શકે છે. કાટકરે એ પણ ચેતવણી ઉચ્ચારી છે કે કેટલીક વાર હેકર્સ તમારી અંગત કે નાણાકીય માહિતી મેળવીને તમારા વાઈફાઈ સાથે જોડાયેલા બીજા સ્માર્ટ ડિવાઈસને પણ નુક્સાન પહોંચાડી શકે છે.

સામાન્ય રાઉટર ન વાપરો

સામાન્ય રાઉટર ન વાપરો

એફ સિક્યોરના કહેવા પ્રમાણે તમારે રાઉટર ખરીદતા પહેલા થોડું વિચારવાની જરૂર છે કે તમે કેવું રાઉટર લઈ રહ્યા છે. સાઈબર સિક્યોરિટી ફર્મના કહેવા પ્રમાણે જે રાઉટર ઈન્ટરનેટ કનેક્શન સાથે મળે છે કે પછી ઓનલાઈન સાઈટ્સ પર રાઉટર મળે છે, તે હેક થવાની શક્યતા વધુ છે. કારણ કે તેમના વિશેની જાહેર માહિતી જ તેના હેક થવાનું કારણ છે.

રાઉટર હેક થાય અને ખબર પણ ન પડે

રાઉટર હેક થાય અને ખબર પણ ન પડે

શક્ય છે કે રાઉટર હેક થાય અને તમને તેની કાનોકાન જાણ પણ ન થાય. હેકર્સ DNS હાઈજેકિંગ ડિવાઈસનો ઉપયોગ કરીને તમારા ઘરના વાઈફાઈને હેક કરી શકે છે. એફ સિક્યોર મુજબ હેકર્સ તમારા ટ્રાફિકને સીધી જ અન્ય કોઈ વેબસાઈટ પર જોડી શખે છે. કારણ કે અજાણતા જ તમે તમારા ફેસબુક અને ક્રેડિટ કે ડેબિટ કાર્ડની માહિતી પણ આપી ચૂક્યા હો છો. જો તમે વાઈ ફાઈ માટેનો પાસવર્ડ નબળો રાખ્યો છે, તો તે વધુ સહેલાઈથી હેક થઈ શકે છે.

આધુનિક રાઉટર વાપરો

આધુનિક રાઉટર વાપરો

કાટકરની સલાહ છે કે ગ્રાહકોએ આ સમસ્યા ઉકેલવા માટે વિચારવું જોઈએ, જેથી માલવેર અટકવાની સાથે સાથે તમારા લેપટોપ, ડેસ્કટોપ, સ્માર્ટ ફોન અને સ્માર્ટ ટીવી સુરક્ષિત રાખી શકાય. ઘરના વાઈફાઈને સુરક્ષિત રાખવા તમે એવું રાઉટર પણ વાપરી શકો છો જે લેટેસ્ટ સિક્યોરિટી ટેક્નોલોજી WPAને સપોર્ટ કરતું હોય. આ ટેક્નોલોજી એક વાઈફાઈ સંસ્થા દ્વારા જાહેર કરવામાં આવી છે જે નફા માટે કામ નથી કરતી.

મહેમાનો પાટે પાસવર્ડ જુદો રાખો

મહેમાનો પાટે પાસવર્ડ જુદો રાખો

સાથે જ તમારા ઘરે આવતા મહેમાનો માટે અલગ નેટવર્કની સાથે સાથે પાસવર્ડ પણ જુદો રાખો, જેથી તેમના ડિવાઈસ દ્વારા થતા હેકિંગથી પણ તમારી વ્યક્તિગત માહિતી સુરક્ષિત રહી શકે.

English summary
how safe is wifi connection at home how secure home wi fi
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X