• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

Mutual Fund અને share વેચીને ટેક્સ બચાવો, આવો છે કાયદો

|
Google Oneindia Gujarati News

જો તમે મ્યુચ્યુઅલ ફંડ અથવા શેર બજામાં રોકાણ કરો છો, તો તમે તેને વેચીને ટેક્સ બચાવી શકો છો. સરકારે કેટલાક વર્ષ પહેલા જ લોંગ ટર્મ કેપિટલ ગેઈન ટેક્સ અથવા LTCG લાગુ કર્યું છે. જે અંતર્ગત શેર કે મ્યુચ્યુઅલ ફંડમાંથી તમને એક નાણાકીય વર્ષમાં 1 લાખ રૂપિયાનો ફાયદો થાય છે તો તે ટેક્સ ફ્રી છે. પરંતુ જો તેનાથી વધુ ફાયદો થાય છે તો તેના પર તમારે 10 ટકા LTCG ટેક્સ આપવો પડશે.

આ પણ વાંચો: ટેક્સ બચાવવો છે, તો 31 માર્ચ પહેલા અહીં કરો રોકાણ

કેવી રીતે મળશે ફાયદો

કેવી રીતે મળશે ફાયદો

આ નિયમનો ફાયદો લેવા માટે માટે સૌથી પહેલા તમારે તમારા રોકાણ ચેક કરવા પડશે. તેમાંથી જે શેર કે મ્યુચ્યુઅલ ફંડમાં વધુ ફાયદો થતો હોય તેમને તમે વેચીને પ્રોફિટ મેળવી શકો છો. યાદ રાખો કે તમારો પ્રોફિટ 1 લાખથી વધુ ન થાય. જેથી તમે LTCGનો મહત્તમ ફાયદો ઉઠાવી શક્શો. કારણ કે તમારી આવક ભલે ગમે તેટલી હોય પરંતુ લોન્ગ ટર્મ કેપિટલ ગેઈનમાંથી મળતા 1 લાખ રૂપિયા સંપૂર્ણ રીતે ટેક્સ ફ્રી છે. આ પ્રકારે તમે તમારો આવક વેરો બચાવી શકો છો.

કેમ ફાયદો લેવો જોઈએ

કેમ ફાયદો લેવો જોઈએ

આવકવેરાના વકીલ રાજીવ તિવારીના કહેવા પ્રમાણે આ છૂટ રોકાણકારોને દર વર્ષે મળે છે. એટલે જો આ વર્ષે LTCGનો ફાયદો નથી ઉઠાવ્યો તો આગામી વર્ષે તમે આ લાભ નહીં મેળવી શકો. આગામી વર્ષે તમને તે નાણાકીય વર્ષના 1 લાખ પર જ ટેક્સ બેનિફિટ મળશે. એટલે ચાલુ વર્ષે જ આ લિમિટનો ફાયદો લેવો જરૂરી છે.

પાછળથી ફરી ખરીદી શકો છો શૅર અને મ્યુચ્યુઅલ ફંડ

પાછળથી ફરી ખરીદી શકો છો શૅર અને મ્યુચ્યુઅલ ફંડ

જો રોકાણકારને એવું લાગે કે તેમના શૅર કે મ્યુચ્યુઅલ ફંડ સાર છે, તમે તેમને સોમવારે એટલે કે નાણાકીય વર્ષના પહેલા જ દિવસે પાછા ખરીદી શકો છો. એટલે તમારા શૅર અને મ્યુચ્યુઅલ ફંડ પાછા આવી જશે અને 1 લાખ સુધીની ટેક્સ છૂટનો ફાયદો પણ મળશે.

જાણવા જેવી વાત

જાણવા જેવી વાત

શેર વેચવા અને ખરીદવા માટે બ્રોકરેજ ચૂકવવું પડે છે. તો કેટલાક મ્યુચ્યુઅલ ફંડ હાઉસ એક્ઝિસ લોડ વસુલે છે. જો કે આ ચાર્જ મામુલી હોય છે. પરંતુ તેનો હિસાબ કરવો જોઈએ. પરંતુ જો તમે ઈચ્છો છો કે તમે શેર પાછા ખરીદશો તો પહેલા તમારા ઈન્વેસ્ટમેન્ટ એડવાઈઝરની સલાહ જરૂર લો. શક્ય છે કે તમારો વેચવાનો નિર્ણય યોગ્ય ન પણ હોય.

English summary
how take advantage of long term capital gains tax by selling share and mutual fund
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X